Sangharsh ma Gujarat — Page 247

Original Gujarati OCR

લંડનમાં જે અનેક ભાઈ-બહેનોએ સાચા હૃદયથી પોતાનો ફાળો
આપ્યો - પ્રસિદ્ધિની ખેવના કે બદલાની આશા રાખ્યા વિના - તેમનાં
નામો કોઈ જાણતા નથી. શ્રી મોદીએ તેમના “સંઘર્ષમાં ગુજરાત' એ
પુસ્તકમાં લડત દરમિયાન જે કાંઈ બવ્યું તેનો સુંદર ચિતાર આપ્યો છે.
ગુજરાતના ખૂણેખૂણામાંથી વિગતવાર માહિતી ભેગી કરી નામીઅનામી
કાર્યકરોની પ્રવૃત્તિઓ બહાર લાવીને તેમણે ગુજરાતમાં સંઘર્ષનો સાયો
ઇતિહાસ લખ્યો છે.
કટોકટી વિશે અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે, પણ શ્રી મોદીએ
જે અભિગમ અપનાવ્યો છે તે મને બીજા કોઈ પુસ્તકમાં દેખાયો નથી.
માનવીય હકોના સંપૂર્ણ નાશથી ગૂંગળામણ અનુભવતા અનેક સામાન્ય
માનવીઓએ લોકશાહી પુનઃપ્રસથાપિત કરવા માટે જંગ ખેલ્યો હતો.
ગુજરાતમાં તેમ જ ગુજરાત બહાર યુરોપ, અમેરિકામાં વસતા એ
સામાવ્થ માણસોની વીરગાથા લડતના એક નિષ્ઠાવાન અને ખમીરવંતા
અગ્રણીની કલમે આલેખાઈ તે ગુજરાતનું એક સદ્ભાગ્ય છે. ઇતિહાસની
ઘટનાઓને દૂરથી જોઈને આલેખનાર ઇતિહાસકાર કરતાં એ
ઇતિહાસના ઘડતરમાં જેણે સક્રિય ભાગ ભજવ્યો છે એવી વ્યક્તિની
કલમ મળી જાય તો તેનું આલેખન પ્રાણવાન અને પ્રેરણાદાયી બની
જાય છે.
મને ખાતરી છે કે આ પુસ્તક ઘેરઘેર હોંશથી વંચાશે અને દરેક
વાયક લોકશાહીને સ્થિર બનાવવા માટેના કાર્યમાં પૂરતી પ્રેરણા મેળવશે.
ચંદ્રકાંત દરુ
પ્રખર ધારાશાસ્ત્રી
સંઘર્ષમાં ગુજરાત એ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રથમ પુસ્તક હોવા
છતાં અનેક દૃષ્ટિએ સારું અને સફળ પ્રકાશન છે. એમણે ગુજરાતના
સંઘર્ષનાં “પહેલી પંક્તિના પહેરેગીર' તરીકે જે મોટી જવાબદારી ઉપાડી
અને યશસ્વી રીતે પાર પાડી તે જેટલું અભિનંદનીય છે તેટલું જ
અભિનંદનીય આ પુસ્તકનું લેખન પણ છે. .
લોકશાહીની જ નહીં બલકે આઝાદીની પણ આ મહત્ત્વની
લડાઈમાં અનેક નાનાંમોટાં, નામીઅનામી ભાઈ-બહેનોએ જે દેશભક્તિ,
લોકશાહી પ્રત્યે પ્રેમ, વીરતા, અડગતા, ધૈર્ય, ધગશ, નિર્ભયતા,
સમયસૂયક્તા, કુનેહ, elle વગેરે દાખવ્યાં તે પૈકીની ઘણી
બાબતોનો વાચકોને આ પુસ્તકમાંથી સચોટ ખ્યાલ મળે એમ છે.
ગુજરાતની વર્તમાન પેઢીને જ નહીં, પરંતુ લોકશાહીના જાગ્રત
પરિશિષ્ટ-૪ ૨૩૧

English translation

The many brothers and sisters in London who contributed wholeheartedly
Gave — without lust for fame or hope of revenge — theirs
No one knows the names. Shri Modi in his “Gujarat in Struggle” a
The book gives a beautiful picture of what happened during the fight.
Anonymous by collecting detailed information from every corner of Gujarat
By bringing out the activities of activists, he became the cause of struggle in Gujarat
History is written.
Many books have been published about the crisis, but Mr. Modi
I have not seen the approach taken in any other book.
Many ordinary people feel suffocated by the total destruction of human rights
Humans fought to re-establish democracy.
Living in Gujarat as well as outside Gujarat in Europe, America
A sincere and leaven of the Samavath men's heroic struggle
It is a good fortune of Gujarat to be written by a pioneer. of history
A. than a historian who records events from a distance
A person who has played an active part in the making of history
Once the pen was found, his drawing became lively and inspiring
goes
I am sure this book will be read by heart and everyone
Vayak will find ample inspiration in the work to stabilize democracy.
Chandrakant Daru
An ardent legislator
Gujarat in Struggle is the first book of Shri Narendrabhai Modi
Still a good and successful publication in many respects. He is from Gujarat
As the “front-line wearer” of the conflict, who shouldered a huge responsibility
And to have done so successfully is as commendable as it gets
Abhinandaniya is also the writing of this book. .
This is important not only for democracy but also for freedom
The patriotism that many small, nameless brothers and sisters in the fight,
Love for democracy, heroism, steadfastness, patience, courage, fearlessness,
Many of them showed punctuality, tact, elle etc
Readers get an accurate idea of the issues from this book.
Not only the current generation of Gujarat, but the vigilance of democracy
Appendix-4 231

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 247