Original Gujarati OCR
અતિ અલ્પ સમયમાં “સંઘર્ષમાં ગુજરાત'ની બીજી આવૃત્તિ પ્રગટ કરવાની અમને
વાચકોએ તક આપી એ જ અમારે મન મોટો સંતોષ છે.
બીજી આવૃત્તિ અતિ સુંદર રીતે ટૂંકસમયમાં પ્રસિદ્ધ કરી આપવા બદલ અમે
“નવજીવન ટ્રસ્ટ'ના અત્યંત આભારી છીએ.
પ્રકાશક
કટોકટી કેવી રીતે આવી એ વિશે ઘણું લખાય છે, પરંતુ કટોકટી ગઈ કેવી રીતે
એ વિશે ખાસ કંઈ જ લખાયું નથી. આ વિચારમાંથી જ આ પુસ્તકનો જન્મ થયો.
શું ચૂંટણીઓ આવી અને જનતા પક્ષ વિજયી થયો તે નર્યો ચમત્કાર (miracle) માત્ર
હતો? ચૂંટણીઓ દ્વારા થયેલ ક્રાંતિકારી પરિવર્તન એ અચાનક જ આવી મળેલી સફળતા
છે એવો પણ એક મત પ્રચલિત થયો છે. પણ વાસ્તવમાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરવા
૨૦ માસ સુધી લગાતાર સુનિયોજિત સંઘર્ષ કરવો પડ્યો છે અને તે સંઘર્ષનાં કેટલાં-
કેવાં વિવિધ, સૂક્મ, જ્ઞાત-અજ્ઞાત ક્ષેત્રો હતાં તેની પણ એક ભવ્ય ગાથા છે. આઝાદીની
પહેલી લડાઈ કરતાં આ બીજી લડાઈનું મૂલ્ય આ રીતે જરાય ઓછું નથી અને તેમાં
ગુજરાત પણ પ્રારંભથી asd રહ્યું છે.
સાધના પુસ્તક પ્રકાશને ગુજરાતના સંઘર્ષની વાત પુસ્તકરૂપે પ્રગટ કરવાની ઇચ્છા
બક્ત કરી. તેના પરિણામરૂપે આ પુસ્તક લખાયું. આમાં “તથ્યોનું મહત્ત્વ' કેન્દ્રવર્તી
વાત હતી અને પ્રારંભથી અંત સુધીના ગુજરાતના સંઘર્ષનો દાર્શનેક પુરાવો
(eyewitness) કહો કે પહેલી પંક્તિનો પહેરેગીર કહો, આ લડાઈના મેદાનમાં હું હતો...
એટલે આ જવાબદારી મારા પર આવી... તેને ન્યાય આપવાનો અહીં પ્રયત્ન કર્યો છે.
મારું આ પ્રથમ પુસ્તક છે. ભૂગર્ભલડતના હજુ સુધી અનુત્તર રહેલા અનેક અઘરા
પ્રશ્રોના ઉત્તરપત્ર જેવું આ પુસ્તક મેં કોઈ લેખકની નહીં, પરંતુ લડાઈના એક સૈનિકની
હેસિયતથી લખ્યું છે. વાચકો જ તેના સાચા પરીક્ષકો છે. ઘણી માહિતી આપવાના પ્રયત્નો
છતાં કેટલીક જગ્યાએ “હજુ વધુ કહેવાયું હોત તો સારું Ud” એવો અજંપો વાચકના
મનમાં રહી જવાનો સંભવ છે; પરંતુ કેટલાક મૂકસેવકોની તેમના વિશે કંઈ જ ન લખાય
તેવી ઇચ્છાએ મને રોક્યો છે. વળી, સફળ. ભૂગર્ભજીવન માટેની ચાવીઓ, યુક્તિ-
પ્રયુક્તિઓ અને કેટલીક યોજનાઓ વિશે કંઈ કહેવું આજે વહેલું ગણાય. દેશવ્યાપી
ભૂગર્ભ લડતના સફળ સંગઠક, માર્ગદર્શક નેતા અને ચિંતક શ્રી દત્તોપંતજી ઠેંગડીએ
૨૨૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
We want to publish the second edition of “Gujarat in struggle” in a very short time
We are very satisfied that the readers gave us a chance.
We thank you for publishing the second edition in such a beautiful manner
“We are extremely grateful to Navjeevan Trust.
publisher
Much is written about how the crisis came about, but how the crisis ended
Nothing special is written about it. This book was born from this idea.
It was only a miracle that the elections came and the Janata Party won
was Revolutionary change brought about by elections is a sudden breakthrough
There is also a popular opinion. But to actually achieve definite results
A well-planned struggle has to be waged continuously for 20 months and how many of those struggles-
There is also a grand saga of how diverse, subtle, unknown areas there were. of freedom
This second battle is thus no less valuable than the first
Gujarat has also been asd from the beginning.
Sadhana Book Prakash Desire to reveal the struggle of Gujarat in book form
dedicated This book was written as a result. Central to this is the “importance of facts”.
It was talk and a philosophical proof of Gujarat's struggle from start to finish
(eyewitness) or front line wearer, in this battle field I was...
So this responsibility fell on me... I have tried to give it justice here.
This is my first book. Many of the still unanswered questions of the Earthquake
This book, like an answer to questions, is not written by a writer, but by a soldier of war
Hastily written. Readers are the true testers. Efforts to provide a lot of information
However, in some places, "if more had been said, it would have been better" from the unsuspecting reader
Likely to remain in the mind; But some Mooksevaks have nothing to write about them
That desire has stopped me. Also, successful. Keys to underground life, trick-
It is too early today to say anything about techniques and some plans. nationwide
Shri Dattopantji Thengdi, a successful organizer of the underground struggle, a guiding leader and a thinker.
220 Gujarat in conflict