Sangharsh ma Gujarat — Page 212

Original Gujarati OCR

પૂર્ણ સ્વસ્થતા. પોલીસ અધિકારીને ઊતરવાનું સ્થળ આવતાં આભાર માની ચાલતા
થયા. અમારા ભૂગર્ભનિવાસ પૈકીના એક ઘરના સૌને પોલીસમિત્રો પણ ખરા. આવા
એક ઇન્સ્પેક્ટર એક વાર ઘરમાં બેઠા હતા ત્યાં જ એક ભૂગર્ભ કાર્યકર ત્યાં જઈ
ચડ્યા. પહેલાં તો આંચકો લાગ્યો, પણ મન સ્વસ્થ કરી તે તેમની સાથે જ બેઠા.
બીજો કોઈ પરિચય કરાવીએ તે પહેલાં પોતાને ઠીક લાગ્યો તેવો પરિચય આપી
વાત પ્રારંભ કરી દીધી. વાતના પ્રારંભમાં જ હમણાં તો તમને બધાને નવી રિવોલ્વર
મળી છે કેમ ખરું ને? - આટલું સાંભળતાં જ ઇન્સ્પેક્ટરે પોતાની રિવોલ્વર ભૂગર્ભ
કાર્યકરના હાથમાં મૂકી દીધી. ભૂગર્ભમિત્રે પણ સ્વસ્થતાપૂર્વક રિવૉલ્વર પોતાના
કબજામાં જ રાખી. છેવટે વાતચીત પૂર્ણ થયેથી તેઓ બહાર નીકળ્યા ત્યારે જ પરત
આપી.

અમદાવાદના એક કોર્પોરેટર શ્રી જોઈતારામ પટેલ અમારી સાથે ભૂગર્ભમાં
હતા. શરૂઆતમાં કેટલાંક કામો અંગે સ્કૂટર પર છેક કચ્છ સુધીનો પ્રવાસ પણ કરી
આવ્યા, વચ્ચે એક વાર અકસ્માતનો ભોગ પણ બન્યા. ભૂગર્ભમાં હોવાને કારણે
કોર્પોરેશનમાં હાજરી આપવી અશક્ય બની. પણ ઘણો લાંબો સમય થતાં સભ્યપદ
રદ થવાની મુદત પૂરી થવા આવી. હવે એક વાર કૉર્પોરેશનમાં હાજરી પુરાવવી
જરૂરી હતી. કોર્પોરેશનમાં પોલીસની હાજરી પણ ખરી. પકડાઈ જવાશે તો જોયું
જશે એમ નક્કી કરી કોર્પોરેશનની બૉર્ડની મીટિંગમાં હાજરી આપવાનું નક્કી થયું.
આવશ્યક સુવિધાઓની ગોઠવણ કરી જોઈતારામ કોર્પોરેશનમાં પહોંચ્યા. સરકારી
માણસો AS પણ જાતની હલચલ કરે તે પહેલાં તો તેઓ બોર્ડની બધી વિધિ પતાવી
યોજના પ્રમાણે છૂ થઈ ગયા. સભ્યપદ બચી ગયું, પણ સરકારની કરડાકી વધી.
જવાબદાર અધિકારીઓના જવાબ પણ માગવામાં આવ્યા.

એક કાર્યકર સાંજ પડ્યે સમાજના અન્ય આગેવાનોને મળવા નીકળી પડે.
વેશપરિવર્તન પણ ઠીક ઠીક કર્યું હોય. આવું કામ તો રોજ ચાલે, તેથી ફાવટ પણ
આવી ગયેલી... પરંતુ એક દિવસે આફત ઊભી થઈ. રાત્રે ૯.૦૦ વાગ્યે આ મિત્ર
ક્રમ મુજબ ધારાશાસ્ત્રી શ્રી દરુને ત્યાં ઊપડ્યા. બહાર ખાનગી વાહનો ઊભાં હતાં.
AS મળવા આવ્યું હશે એમ ધારી તેઓ છેક બંગલાના ઝાંપા સુધી સ્કૂટર હંકારી
ગયા. બસ, પછી તો હોશકોશ જ ઊડી ગયા! બંગલામાં પોલીસનાં ધાડાં ઊભાં
હતાં. ચારેતરફ નજર કરી લીધી. વર્ષોથી જાણીતા પોલીસ અધિકારીઓ ઝાંપામાં
૧૯૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

Full recovery. Thanking the police officer as he reached the landing spot
happened Everyone in one of our underground shelters also has police friends. Such
Once an inspector was sitting in a house, an underground worker went there
climbed At first he was shocked, but he recovered his mind and sat with them.
Introduce yourself as you feel comfortable before introducing anyone else
Started talking. At the beginning of the talk, a new revolver for you all
Got it, right? - On hearing this, the inspector lowered his revolver
Put it in the hands of the worker. The underground friend also calmly owns the revolver
kept in possession. Finally returning as they exited as the conversation was over
gave

Mr. Joitaram Patel, a corporator from Ahmedabad, underground with us
were In the beginning, he also traveled to Kutch on a scooter for some work
Came, once suffered an accident in between. Being underground
It became impossible to attend the corporation. But membership after a very long time
The cancellation period has come to an end. Now prove presence in corporation once
was necessary. The presence of police in the corporation is also true. Seen if you get caught
Decided to go and attend the board meeting of the corporation.
Arriving at Joitaram Corporation after arranging the necessary facilities. Govt
Before the men AS could even stir, they settled all the formalities of the board
It went according to plan. The membership survived, but the government's grip increased.
The answer of the responsible officials was also sought.

A worker goes out in the evening to meet other leaders of the society.
Disguise is also well done. This kind of work is done every day, so also Phavat
Came... but one day disaster struck. This friend at 9.00 pm
According to the sequence, the legislator Mr. Darune flew there. Private vehicles were parked outside.
Assuming that AS would have come to meet them, they drove the scooter till the front of the bungalow
gone That's it, then Hoshkosh flew away! Police raids in the bungalow
were Looked around. Well-known police officers in Jhampa for years
196 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 212