Original Gujarati OCR
ભૂગર્ભ કાર્યકરોને પકડવા સરકારે પણ સતત પ્રયત્નો કર્યા. ભૂગર્ભ કાર્યકરોના
ઘરની હંમેશની વૉચ, ક્યારેક ધાકધમકી પણ અપાતી. શ્રી નાથાભાઈના મોટાભાઈ
અને પરિવારનાં બીજાં સૌને પોલીસથાણે પૂછપરછ માટે પણ બોલાવાતાં.
શ્રી ખોડાભાઈ પટેલની જમીન પણ સરકારે કબજામાં લીધી. અનેકો ઉપર
લાંચરુશવત આપવાના પ્રયોગો પણ થયા. તેમ છતાંય કશું ઊપજ્યું નહીં. એટલું
જ નહીં, કેટલાકે પોલીસને ઉલ્લુ બનાવવામાં સફળતા પણ મેળવી. ગંભીરતાપૂર્વક
પોલીસને માહિતી આપે કે ફલાણા ભાઈ તો કુંભના મેળામાં ગયા છે. બસ, પછી.
તો કોણ રાહ જુએ? તાર, ટેલિફોન શરૂ... બેચાર પોલીસો કુંભના મેળા સુધી લટાર
મારી આવ્યા. શ્રી દેશમુખજીને શોધવા ગુજરાતની પોલીસે બનારસમાં ધામા નાખ્યા,
તો શ્રી દામલેજીને શોધવા નાગપુર આસપાસનાં અનેક ગામોની મુલાકાત લીધી.
શ્રી નાથાભાઈ કન્યાકુમારી ગયા છે તેવા સમાચારે પોલીસોને ત્યાં પણ દોડાવ્યા.
શ્રી કાશીનાથજી બાગબડેને શોધવા મુંબઈમાં રહેતા તેમના ભાઈના ઘરે અવારનવાર
તપાસ થઈ. ભાઈ ગિરીશ ભટ્ટને શોધવા રાજકોટના તેમના ઘરે અવારનવાર તપાસ
થતી. ઘરમાં કપડાં મૂકવાના કબાટ પણ ફંફોળવાનું પોલીસો ચૂકતા નહીં. ભૂગર્ભ
કાર્યકરોને શોધવા પેરોલ પર આવનાર સૌની પાછળ પોલીસના માણસો હોય જ.
આવી અનેક તરકીબો છતાં તેઓ સફળ ન થયા તે ન જ થયા!
ભૂગર્ભમાં રહી કામ કરનાર રાજ્યકક્ષાના એકમાત્ર રાજકીય નેતા
શ્રી નાથાભાઈ ઝઘડા જ સફળ રીતે ભૂગર્ભ લડત ચલાવી શક્યા. તેમને સર્વશ્રી
ભાસ્કરભાઈ પંડ્યા અને વિદ્યાબહેન ગજેન્દ્રગડકર વગેરેનો સાથ તો રહ્યો છે.
અવારનવાર પોલીસનાં ધાડાં, લાલચ, ધાકધમકીઓ વચ્ચે પણ શાંત પ્રકૃતિ ધરાવતા
ભાઈ જનક પુરોહિતે મક્કમપણે એકલે હાથે જનસંઘના કાર્યાલયનો કારોબાર ચલાવ્યે
રાખ્યો. અમદાવાદ ભૂગર્ભ પ્રવૃત્તિનું કેન્દ્ર હોઈ અનેક પ્રકારનાં કામો સાથીઓની
મદદથી જ પૂર્ણ કરવાં પડતાં. શ્રી બટુકભાઈએ. જવાબદાર સાથી તરીકે ઘણો બોજ
હળવો કર્યો. કૌશિક મહેતા, રાજુ અગ્રવાલ, અજિત શાહ વગેરે યુવાન મિત્રોની
દોડધામ તો ખરી જ. ભાઈ અજિતના બે કાકા મિસામાં, પિતાજી માટે પણ મિસાની
પૂરી શક્યતાઓ, છતાંય કામ કરતા રહ્યા. ટાઈપનું ઘણુંખરું કામ તેમના મોટાભાઈ
જિતેન્દ્ર અને ભાભી પ્રવીણાબહેન જ પૂર્ણ કરતાં. પરિવારનાં સૌ કંઈક ને કંઈક
જવાબદારી અદા કરતાં જ રહ્યાં. ભાઈ રંજન પાઠકે તો આખુંયે વર્ષ વ્યક્તિગત
૧૯૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
The government also made constant efforts to catch the underground workers. of underground workers
The house was constantly watched, sometimes even threatened. Sri Nathabhai's elder brother
And everyone else in the family was also called to the police station for questioning.
The land of Mr. Khodabhai Patel was also taken over by the government. over many
There were also attempts to give bribes. However, nothing came of it. so much
Not only that, some also succeeded in fooling the police. seriously
Inform the police that so-and-so brother has gone to the Kumbh Mela. That's it, then.
So who waits? Wires, telephones started... Bechar cops strolled up to the Kumbh Mela
came to me Gujarat police set up camp in Banaras to find Shri Deshmukhji.
So visited many villages around Nagpur to find Shri Damleji.
The news that Shri Nathabhai had gone to Kanyakumari rushed the police there too.
To find Mr. Kashinathji Bagbade frequented his brother's house in Mumbai
Checked. Frequent searches at his home in Rajkot to find Bhai Girish Bhatt
Happening Even the closets in the house are not missed by the cops. underground
All those who come on parole to find workers are followed by police men.
Despite many such techniques, they did not succeed!
The only state level political leader who worked underground
Only Sri Nathabhai Vikra could successfully wage the underground struggle. Sarvashree to him
Bhaskarbhai Pandya and Vidyabehan Gajendragadkar etc. have been with each other.
Having a calm nature even in the midst of frequent police raids, temptations, threats
Bhai Janak Purohit firmly single-handedly ran the business of the office of the Jan Sangh.
kept Ahmedabad is the center of underground activity of many types of work associates
Had to complete with help. Mr. Batukbhai. A lot of burden as a responsible partner
eased up Kaushik Mehta, Raju Aggarwal, Ajit Shah etc. of young friends
Running is real. Bhai Ajit's two uncles in Misa, also Misani for father
All possibilities, still working. A lot of work of type is done by his elder brother
Jitendra and sister-in-law Praveena completed it. Everything in the family
Keep paying the responsibility. Bhai Ranjan Pathak is personal throughout the year
194 Gujarat in conflict