Sangharsh ma Gujarat — Page 209

Original Gujarati OCR

વ્યક્તિને નિશ્ચિત કામ સોંપાયું. સંસદની દરેક સીટ માટેના એક એક ઇનચાર્જ નક્કી
કરી દેવાયા. આટલી ઝીણવટભરી યોજના નવેમ્બરના પ્રારંભ પહેલાં તો થઈ ગઈ
હંતી. આ યોજનામાં જેલમાંથી છૂટીને આવનારાઓનો સમાવેશ તો હતો જ નહીં.
તેઓ સૌ છૂટે તો સંખ્યાબળમાં વધારો થવાનો જ હતો. ચૂંટણીની તૈયારીઓની યોજના
સરકાર સુધી ન પહોંચી જાય તેની પણ તકેદારી રાખવામાં આવી. ધારવા પ્રમાણે
ચૂંટણીઓ આવી. યોજનાઓ તો તૈયાર હતી જ... વધારામાં સરકારે મુક્ત ચૂંટણીની
જાહેરાત કરી. એ જાહેરાતે અમારા જેવા ભૂગર્ભકાર્યકરોનો વિશ્વાસ અનેકગણો
વધારી દીધો.

ભૂગર્ભપ્રવૃત્તિ દરમ્યાન સંઘના પ્રચારકો સર્વશ્રી નરેન્દ્રભાઈ પંચાસરા,
શાંતિભાઈ દરુ, અનંતરાવજી કાળે, ભાસ્કરરાવ દામલે, વાસુદેવરાવ તળવલકર,
નટવરસિંહ વાઘેલા, જનાર્દનભાઈ રાસ્તે, કાશીનાથજી બાગવડે વગેરે અન્ય
ભૂગર્ભસાથીઓની સહાયથી બે, ત્રણ કે ચાર જિલ્લાઓનું કામ સંભાળતા હતા.
પ્રારંભમાં અશોક ભટ્ટ અને ઘનશ્યામ મહેતા દક્ષિણ ગુજરાતનું ભૂગર્ભકાર્ય સંભાળતા
હતા; પરંતુ પાછળથી પકડાઈ ગયા. સર્વશ્રી શંકરસિંહ વાઘેલા, ભીખુભાઈ ભટ્ટ તથા
વિદ્યાર્થી પરિષદના શ્રી અરુણ ઓઝા કામ કરતાં કરતાં જ પકડાઈ ગયા.

કટોકટીના પડકારને પહોંચી વળવા અનેક કાર્યકરોએ પોતાનાં વ્યક્તિગત
ધંધા-નોકરીનો ત્યાગ કરી પૂર્ણ સમય સંઘર્ષકાર્ય કરવાનાં ઉમદા ઉદાહરણો પૂરાં
પાડ્યાં હતાં. તામિલનાડુમાં જન્મેલ ભાઈ રવિ અય્યર મહારાષ્ટ્રમાં ભણ્યા-ગણ્યા
અને મુંબઈની એક મોટી ફર્મમાં સારી જગ્યા ઉપર સેવા બજાવતા હતા. સંઘર્ષ માટે
નોકરી છોડી દીધી. વિદ્યાર્થી પરિષદમાં પૂર્ણ સમય કામ શરૂ કર્યું. કટોકટીના દિવસોમાં
ગુજરાત વિદ્યાર્થી પરિષદનું કામ સંભાળ્યું. આનંદ શર્માના નામથી તેઓ ઘણો સમય
ગુજરાતમાં જ રહ્યા. આવા જ મુંબઈના બીજા બે સાથીઓ હતા ભાઈ પ્રવીણ ટાંક
અને શ્રી નરેશ સોલંકી. બંને પર પોલીસ ઇન્ફોર્મર એવા એક વિદ્યાર્થીના ખૂન કેસનો
આરોપ (પાછળથી કોર્ટમાં નિર્દોષ જાહેર થયા) AS daz અને Aa પણ ખરાં
જુ. બંને ગુજરાતમાં આવી સંઘર્ષકાર્યમાં જોડાયા. પ્રવીણ ટાંક અરવિંદ પાઠકના નામથી
વડોદરાનું કામ સંભાળતા હતા. શ્રી નરેશ સોલંકી થોડોક સમય ગુજરાતમાં રહ્યા.
પાછળથી તેમને વિદેશ રવાના કરવામાં આવ્યા. કટોકટી પછી ૨૩-૯-'૭૭
જોહાનિસબર્ગમાં તેમનું મોટર-અકસ્માતમાં અવસાન થયું.
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૯૩

English translation

A person is assigned a fixed task. One in-charge appointed for each seat of Parliament
done Such elaborate planning was done before the beginning of November
Hanti. The scheme did not include those released from prison.
If all of them were released, the numerical strength was bound to increase. Plan of Election Preparations
Care was taken not to reach the government. As expected
Elections came. Plans were ready... In addition, the government of free elections
announced. That announcement multiplied the faith of underground workers like us
increased.

Sarvashree Narendrabhai Panchasara, preachers of the Sangh during the underground movement.
Shantibhai Daru, Anantaraoji Kale, Bhaskarrao Damle, Vasudevarao Talwalkar,
Natwar Singh Vaghela, Janardanabhai Raste, Kashinathji Bagwade etc.
He used to handle the work of two, three or four districts with the help of underground associates.
Initially, Ashok Bhatt and Ghanshyam Mehta handled the underground work of South Gujarat
were; But later got caught. Sarvashree Shankarsinh Vaghela, Bhikhubhai Bhatt and
Shri Arun Ojha of Vidyarthi Parishad was caught while working.

To meet the challenge of crisis, many activists have their personal
There are many noble examples of giving up business and working full-time
were given Born in Tamil Nadu, Bhai Ravi Iyer studied in Maharashtra
And was serving in a big firm in Mumbai at a good position. to conflict
left the job. Started full time work in student council. In the days of crisis
Took over the work of Gujarat Vidyarthi Parishad. A lot of time he goes by the name of Anand Sharma
Stayed in Gujarat. Two other such companions from Mumbai were Bhai Praveen Tank
and Mr. Naresh Solanki. Both of them in the murder case of a student who was a police informer
Accused (later acquitted in court) AS daz and Aa also true
Ju. Both joined such struggle in Gujarat. In the name of Praveen Tank Arvind Pathak
He was handling the work of Vadodara. Shri Naresh Solanki stayed in Gujarat for some time.
Later he was sent abroad. After Emergency 23-9-'77
He died in a motor-accident in Johannesburg.
The Unknown Chapter of Change 193

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 209