Original Gujarati OCR
ખૂબ પહેલેથી વિચાર કરી રાખ્યો હતો. એક તો ચૂંટણીઓ આવે ત્યારે કોઈ ઊંઘતા
ન ઝડપાય તે માટે બહાર રહેલાં સૌ એ દિશામાં જ સચેત રહે. ચૂંટણીઓ મુક્ત
ન હોય. નેતાઓને છોડવામાં ન આવે તો તેનો બહિષ્કાર કરવો. ચૂંટણીઓ આવે,
નેતાઓને છોડવામાં આવે, પરંતુ સંઘના કાર્યકરોને (જેમની મોટી સંખ્યા જેલમાં હતી)
છોડવામાં ન આવે તો શું? આ પ્રશ્ન અંગે સંઘ તરફનો મત ખૂબ સ્પષ્ટ અને
હિંમતભર્યો હતો. સંઘના કાર્યકરોને છોડે કે ન છોડે, પણ રાજકીય પક્ષોએ ચૂંટણી
લડવી જ જોઈએ. સંઘના કાર્યકરોની ધરપકડને પ્રતિષ્ઠાનો પ્રશ્ન ન બનાવવો જોઈએ.
આવી સ્પષ્ટ ભૂમિકા સાથે ભૂગર્ભમાં કામ કરતા સંઘ-કાર્યકરોએ છેક
ઓક્ટોબર rose. જ ગમે તે પળે આવી પડનાર ચૂંટણીઓને પહોંચી વળવા માટે
આવશ્યક યોજનાઓનો પ્રારંભ કર્યો અને તે યોજનાના એક ભાગરૂપે જેલમાં પણ
વ્યવસ્થિત ચર્ચાઓ શરૂ કરવામાં આવી.
દેશ આખાની સંસદની દરેક બેઠકનો વિગતવાર વિચાર કરવાનો હતો. આ
અંગે સંઘના પાંચ મુખ્ય ભૂગર્ભનેતાઓ ઓક્ટોબરના ત્રીજા અને ચોથા સપ્તાહ
દરમ્યાન ૯૦ જેટલી ભૂગર્ભ મીટિંગોમાં ત્રણ હજાર જેટલા કાર્યકરો સાથે મળી
ચૂંટણીઓ લડવાની શક્યતાઓ તપાસવાના હતા. આ અંગે સંઘના અ. ભા. વ્યવસ્થા
પ્રમુખ અને ભૂગર્ભનેતા શ્રી મોરાપંતજી પિંગળે ગુજરાતના પ્રવાસે આવ્યા. ત્રણ અલગ
અલગ સ્થળોએ એક કે બે દિવસ સુધી ચાલેલ મીટિંગમાં ગુજરાતના સંસદીય
મતવિભાગોનો વિચાર કરવા ૧૫૦ જેટલા કાર્યકરો વિચારવિમર્શ માટે શ્રી પિંગળેજીને
મળ્યા. સરકારનાં બધાં જ બંધનો સાથે ચૂંટણી લડવી પડે તો જીતવા માટે શું શું
કરી શકાય તેનો વિગતવાર વિચાર થયો.
પ્રથમ તો સંઘના કાર્યકરોને ચૂંટણીમાં કામ કરવાનો અનુભવ પણ નહીં... આથી
તેમને પ્રશિક્ષણ, સંભવિત ઉમેદવાર, કોંગ્રેસના સંભવિત ઉમેદવાર, કોંગ્રેસના
ઉમેદવાર સામેનાં આંતરિક જૂથબળો, ચૂંટણીમાં બુદ્ધિજીવી યુવાનો અને સ્ત્રીશક્તિના
વધુમાં વધુ ઉપયોગની શક્યતાઓ, આવશ્યક વાહનો, ચૂંટણીફંડ માટેની શક્યતાઓ
(એ દિવસોમાં કોણ પૈસા આપવા આગળ આવશે એ પણ એક શંકા જેવું લાગતું),
સેન્શરશિપ ચાલુ રહે તો વધુમાં વધુ ભૂગર્ભ પત્રિકાઓ, જિલ્લાનાં નાનાં નાનાં
છાપાંમાંથી મદદ કરી શકે તેવાં છાપાંનો સંપર્ક, સમાજમાં વગ ધરાવતી વ્યક્તિઓ
અને સંસ્થાઓનો સંપર્ક વગેરે અનેક વિષયો ઉપર વિગતવાર ચર્ચાઓ થઈ. દરેક
૧૯૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
had already thought too much. For one thing, when the elections come, someone sleeps
All those outside should be alert in that direction to avoid being caught. Elections free
not have Boycott the leaders if they are not released. come elections,
The leaders were released, but the union workers (a large number of whom were in jail)
What if not released? The view towards the Union on this question is very clear and
He was courageous. Leave the union workers or not, but political parties elections
Must fight. Arrest of union workers should not be made a question of prestige.
Union activists working underground with such a clear role
October rose. Just to meet the upcoming elections
Initiated the necessary plans and also jailed as a part of that plan
Systematic discussions were initiated.
Every meeting of the Parliament of the whole country had to be considered in detail. This
The five main underground leaders of the Union regarding the third and fourth week of October
Around 3000 workers met in 90 underground meetings
The possibilities of contesting the elections were to be examined. Regarding this, A. of the Sangh. Bh. arrangement
President and underground leader Mr. Morapantji Pingal came on a tour of Gujarat. Three different
Parliamentarians of Gujarat in meetings lasting one or two days at different places
About 150 workers to Shri Pingleji for deliberation to consider constituencies
met If you have to fight the election with all the restrictions of the government, what is there to win?
It was thought in detail that it could be done.
First of all the union workers do not even have the experience of working in elections... Hence
Training him, a potential candidate, a potential candidate of the Congress, of the Congress
Internal factional forces against candidates, intelligent youth and women power in elections
Opportunities for maximum utilization, essential vehicles, opportunities for election funds
(Who would come forward to give money in those days also seemed doubtful),
If censorship continues, at most underground pamphlets, small ones in the district
Press contacts who can help from the press, influential persons in the society
And there were detailed discussions on various topics such as contact with organizations. everyone
192 Gujarat in conflict