Sangharsh ma Gujarat — Page 206

Original Gujarati OCR

પ્રવાસો તો અવારનવાર થયા જ.
એક અનુભવને આધારે કહી શકાય કે ભૂગર્ભમાં રહી પ્રવૃત્તિ ચલાવવા માટે
ફક્ત કાળજું (હિંમત) અને કાળજી પૂરતાં નથી. એ માટે નિર્ભય સાથીઓ અને કદી
પણ ભૂઝગર્ભપ્રવૃત્તિ માટે શંકા ન જાય તેવા પરિવારોનો વિશાળ કાફલો જરૂરી છે.
એક વ્યક્તિને ભૂગર્ભમાં રહેવું હોય તો સાવ અજાણ્યાં હોય, નિર્ભય હોય અને સંઘર્ષને
અનુકૂળ હોય તેવાં સ્વભાવવાળાં ઓછામાં ઓછાં દસ કુટુંબો તો જોઈએ જ. જો
૧૦૦ aif ભૂગર્ભમાં હોય તો તેમને ફક્ત રહેવા માટે જ ૧૦૦૦ પરિવારો જોઈએ.
પ્રવૃત્તિ ચલાવવા માટે આ સિવાયના બીજા સેંકડો પરિવારો તો ખરા જ. દેશભરમાં
લગભગ દસ હજાર ભૂગર્ભકાર્યકરો હતા. એક લાખ કુટુંબો તેમની વ્યવસ્થા જોતાં
હતાં. હજારો પરિવારો ભૂગર્ભપ્રવૃત્તિમાં લાગેલા હતા. ચૂંટણી જાહેર કરતા પહેલાં
સરકારના ધ્યાનમાં આ વાત ક્યાંથી આવી હોય? દેશભક્તિ અને ત્યાગના રંગોથી
રંગાયેલા સંઘના આ પરિવારો દરેક પળે બલિદાન માટે તૈયાર હતા અને તેથી જ
આ પ્રવૃત્તિ શક્ય બની!
કેટલીક યોજનાઓ
આ આખીય ભૂગર્ભપ્રવૃત્તિમાં કોઈ પણ યોજના બનાવવા માટે “સાચી માહિતી”
તેની સફળતાનો આધાર હતી. સંઘના વિશાળ સંગઠનને કારણે નીચેથી ઉપર સુધી
દરેક પ્રકારની સાચી માહિતી કેન્દ્રમાં પહોંચતી. તેને આધારે યોજનાઓ બનતી અને
કેન્દ્રીય નેતાઓના માર્ગદર્શક વિચાર નીચે સુધી પહોંચતા. માહિતી પહોંચાડનાર આ.
તંત્ર સરકારી તંત્ર કરતાં વધારે સક્ષમ અને ચોક્કસ પુરવાર થયું.
સત્યાગ્રહ પૂર્ણ થયેથી સંઘર્ષ કરનારાઓમાં તેમની શક્તિનો વિશ્વાસ વધ્યો
હતો; પરંતુ આખીયે પરિસ્થિતિ જોતાં ફક્ત જેલો ભરવી એ જ કાર્યક્રમ પરિણામકારી
નીવડે તેમ નહોતું. વ્યાપક જનસંપર્ક અને નિર્ભીક નાગરિકોનું સંખ્યાબળ વધે એ
જરૂરી હતું. આ માટે પાંચ, દસ કે વીસનાં જૂથોમાં શક્ય હોય ત્યાં બધે જ નાગરિકો.
સાથે વાતચીત કરવી, સાચા સમાચારો આપવા અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ છે
જ વગેરે જેવી ઉત્સાહયુક્ત વાતોથી તેમનો વિશ્વાસ વધારવાનો એકધારો પ્રયત્ન
ચાલુ હતો. સંઘર્ષ દરમ્યાન સરકારે વિનોબાજીનો ઉપયોગ પોતાની તરફેણમાં કરવા
આકાશપાતાળ એક કર્યાં. આ માટે સરકારે જૂઠાણાંનો આશરો પણ લીધો... પરંતુ
૧૯૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

The trips were frequent.
One can say based on experience that to run the activity underground
Mere care (courage) and care are not enough. Fearless companions for that and never
But underground activity requires a large fleet of unsuspecting families.
A person has to live underground to be completely unknown, fearless and to struggle
At least ten families with favorable dispositions are required. If
If 100 aif are underground then they need 1000 families just to live.
Apart from this, hundreds of other families are indeed there to run the activity. across the country
There were about ten thousand underground workers. One lakh families looking at their arrangements
were Thousands of families were engaged in underground activities. Before announcing the election
Where did this matter come to the mind of the government? With colors of patriotism and sacrifice
These families of the dyed Sangh were ready to sacrifice at every moment and that is why
This activity was made possible!
Some plans
In this whole subterranean activity the “right information” is needed to make any plan.
was the basis of its success. Because of the vast organization of the union from bottom to top
Every type of correct information reaches the center. Plans are made based on it and
The guiding thought of central leaders reaches down. The information provider.
The system proved to be more efficient and accurate than the government system.
The completion of the Satyagraha gave the strugglers confidence in their power
was; But looking at the overall situation, only filling the jails is the only effective program
There was no choice. Widespread public relations and increased strength of fearless citizens a
was necessary. For this, citizens wherever possible in groups of five, ten or twenty.
Communicate with, give true news and the future of the country is bright
A concerted effort to increase their confidence with enthusiastic talks like J etc
was on. During the conflict, the government used vinobaji in its favor
Akasha Patal united. For this the government resorted to lies... But
190 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 206