Original Gujarati OCR
થયેથી નિશ્ચિત સંખ્યામાં જુદાં જુદાં ભૂગર્ભકેન્દ્રો પર પહોંચતી કરાતી. મુંબઈમાં વસતા
ગુજરાતીઓ માટે પણ આ પત્રિકા મુંબઈ મોકલવામાં આવતી. સંઘના કાર્યકરો જ
હાથોહાથ આ પત્રિકા પહોંચાડતા. ગુજરાતનાં ગામડે ગામડે નિયમિત રીતે આ
પત્રિકાઓ પહોંચતી. અનિશ્ચિત તારીખે છપાતી આ પત્રિકાનાં છપાઈ અને પ્રચાર
ફક્ત બે જ દિવસમાં પૂર્ણ કરી દેવાતાં, જેથી પોલીસની હલચલ જોર usd તે પહેલાં
તો અમે કામ પતાવીને પરવારી ગયા હોઈએ. ભૂગર્ભસાહિત્યની ખોજમાં પોલીસ
જુદી જુદી રીતે પ્રિન્ટિંગ પ્રેસ પર પહોંચી જતી. એક વાર એક પ્રેસમાં “મુક્તવાણી'નું
છાપકામ ચાલુ હતું... ત્યાં જ પોલીસના માણસે “મુક્તવાણી'ની એક જૂની કૉપી
આપીને પોતે “લોકસંઘર્ષ સમિતિ'નો કાર્યકર્તા છે એમ જણાવી 'મુક્તવાણી'ની વધુ
કૉપીઓ છાપી આપવાની વાત કરી. પ્રેસના માલિક પણ ચપળ હતા. તેમણે તો
સામેથી પોલીસના માણસને જ ધમકાવી નાખ્યો અને જાણે સાવ નિર્દોષ અને
સરકારભક્ત હોય તેમ આવનાર વ્યક્તિ(છૂપાવેશધારી પોલીસ)ને પકડાવી દેવાની
ધમકી પણ આપી. પેલા ભાઈ આવ્યા હતા તપાસ કરવા, પણ અહીંથી પ્રેસમાલિક
વિશે ખૂબ સારો અભિપ્રાય લઈને પાછા ગયા. તેમને ક્યાં ખબર હતી કે એ જ
વખતે અંદર એક ભૂગર્ભપત્રિકાનું છાપકામ ચાલુ હતું. “મુક્તવાણી' સમાચારોના
મુખ્ય આધારરૂપ બની ગયું. છેવટ સુધી “મુક્તવાણી' પ્રગટ થતું રહ્યું અને લોકચેતના
જગાવતું રહ્યું.
આ ઉપરાંત બીજો પ્રકાર હતો કટોકટી અને લોકશાહીનું તાત્વિક વિવેચન
કરતાં પુસ્તકો. આવાં પુસ્તકો ગુજરાતના બુદ્ધિજીવી વર્ગ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
થતો. સરકાર તરફથી થતી આર્થિક વિકાસની વાતો જૂઠાણાં હોવાની રજૂઆત કરતી
પુસ્તિકાઓ પણ પ્રગટ થતી. તેમાં પ્રમુખ હતી ‘Story of Two Emergencies’
અંગ્રેજીમાં અને તેનો ગુજરાતીમાં અનુવાદ “કટોકટી, એડોલ્ફ હિટલરની અને શ્રીમતી
ગાંધીની' ગુજરાતમાં ખૂબ પ્રસાર પામી હતી. ‘Twenty Point Deception’,
‘Emergency X-Rayed’, ‘Proposed Constitutional Reforms’,
‘Review of a Decade’, ‘When Disobedience To Law Is a Duty’,
“ફૅસિઝમનું સ્વરૂપ', “બંધારણનો ૪૪મો સુધારો', ‘Indian Press Gagged’,
‘Saga of Struggle’, ‘Why Emergency’, ‘Anatomy of Fascism’, “બીસ
જૂઠ', ‘Facts: Nail Indira’s Lies’ વગેરે પુસ્તકો છાપીને લોકો સુધી
૧૮૬ સંઘર્ષમાં ગુજરાત
English translation
A fixed number of different underground stations were then reached. Living in Mumbai
This leaflet was also sent to Mumbai for Gujaratis. Union workers only
Delivering this pamphlet by hand. Regularly visit villages in Gujarat
Leaflets arrive. Printing and circulation of this pamphlet to be published on an unspecified date
Completing it in just two days, so that the police movement before the usd
So we must have settled the work and gone to Parwari. Police in search of underground literature
It reached the printing press in different ways. Once in a press of “Muktwani”.
The printing was going on… There the policeman found an old copy of “Muktwani”.
Giving said that he is a worker of "Loksangarsh Samiti" more of 'liberation'
Talked about printing copies. The owner of the press was also smart. He then
Threatened the policeman from the front and as if completely innocent
To arrest the person (undercover police) who comes as a government devotee
Threatened too. The brother came to investigate, but the press owner from here
Went back with a very good opinion of. Where did they know that the same
An underground newspaper was being printed inside at the time. "Muktvani" news
became a mainstay. Until the end, "liberation" continued to unfold and public consciousness
Keep waking up.
Another type was crisis and philosophical critique of democracy
than books. An effort to deliver such books to the intelligentsia of Gujarat
happening The talk of economic development from the government was presented as lies
Booklets were also published. It was presided over by 'Story of Two Emergencies'.
In English and its Gujarati translation “Crisis, Adolf Hitler's and Smt
Gandhi's' was widely spread in Gujarat. 'Twenty Point Deception',
'Emergency X-Rayed', 'Proposed Constitutional Reforms',
'Review of a Decade', 'When Disobedience To Law Is a Duty',
“The Form of Fascism”, “44th Amendment to the Constitution”, “Indian Press Gagged”,
'Saga of Struggle', 'Why Emergency', 'Anatomy of Fascism', "Bis
Lies', 'Facts: Nail Indira's Lies' etc. to people by printing books
186 Gujarat in conflict