Sangharsh ma Gujarat — Page 201

Original Gujarati OCR

સુધી પહોંચવા દેતી નહીં. પંચમહાલ જિલ્લાનાં એક બહેન. સામાન્ય સ્થિતિ. તેમના
પતિ જેલમાં. બહેનને પ્રસૂતિના દિવસો... અંતિમ સમયે જીવન અને મરણનો પ્રશ્ર
ઊભો થયો. બહેન પ્રસવ દરમ્યાન મોત સામે ઝઝૂમતાં હતાં. લોકોએ તેમના પતિને
જેલમાં તાર કરવાની વાત કરી... બહેને “ના” કહ્યું... “મારા કારણે દેશ માટેની તેમની
તપસ્યામાં ખંડ ન પડવા દેતા!'' સદ્નસીબે કશું ખરાબ ન થયું. ઘરે દીકરી અવતરી.
થોડાક દિવસ પછી બહેને પોતાના પતિને પત્ર લખ્યો, “ભગવાન આપણી સાથે
છે... al તો મારે અને તમારે આજે પંદર દિવસનું છેટું પડી જાત.'' આવા તો
અનેક પરિવારો હતા, જેમણે અંદર અને બહાર લડતા સૌની હિંમતમાં વધારો કર્યો.
અંદરનાઓના મનમાં પણ એક વિશ્વાસ જન્મ્યો હતો કે અમારા પરિવારોની ચિંતા
બહાર રહેલા અવશ્ય કરશે... અને તેથી જ તેઓ નિશ્ચિત હતા.
ભૂગર્ભસાહિત્ય

Pw પરિવારોની વ્યવસ્થા એ મહત્ત્વનો ભાગ તો હતો જ, સાથે સાથે કડક
સેન્સરશિપ, સાચા સમાચારોનો અંધારપટ અને બૂઝતી જતી લોકચેતના સામે ટકવા
માટે વિપુલ પ્રમાણમાં સાહિત્ય તૈયાર કરી લોકો સુધી પહોંચતું કરવામાં આવતું.
સરકારના પતન પછી ભૂગર્ભકાર્યકરોને પકડી ન શકનાર સરકારે છાપાંમાં અને
રેડિયો પરથી “ભાગેડુ' તરીકે અપપ્રચારનો પ્રારંભ કર્યો. અપપ્રચાર કરનાર સરકારને
ખેડા જિલ્લામાંથી એક ભૂગર્ભપત્રિકા પ્રસિદ્ધ કરી સણસણતો જવાબ અપાયો : “અમે
જીવનમૂલ્યોની પુનઃસ્થાપના અર્થે મેદાને પડેલ મરજીવાઓ છીએ. તમારી જ હદમાં
રહીને તમારા શાસકોને ફગાવી દઈને જ જંપીશું. અમને પકડવાની તમારી હિંમતને.
અમારો પણ પડકાર B.” આ પત્રિકા સરકારી અધિકારીઓને મોકલાવી... ઠેર ઠેર
દીવાલો પર પણ લગાવવામાં આવી.

ભૂગર્ભમાં પ્રકાશિત થતું સાહિત્ય ત્રણ પ્રકારનું હતું. એક તો લોકો સુધી
સમાચારો પહોંચે તે માટે એક મુખપત્ર પ્રકારની પત્રિકા બહાર પડતી. ગુજરાતમાં
*મુક્તવાણી' નામની પત્રિકા પ્રસિદ્ધ થતી. આ પત્રિકાનું મેટર તૈયાર કરી તેની ત્રણ,
ચાર કે પાંચ હસ્તલિખિત પ્રતો તૈયાર કરી ગુજરાતનાં ચાર યા પાંચ જુદાં જુદા
સ્થળોએ છપાવવામાં આવતી. આ માટે દરેક વખતે નવા પ્રેસની શોધખોળ કરવી
પડતી. ક્યારેક હિસાબ કરતાં વધારે રકમ પણ ચૂકવવી પડતી. આ પત્રિકાઓ તૈયાર
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૮૫

English translation

does not allow to reach A sister from Panchmahal District. General condition. their
Husband in jail. Days of delivery to a sister... a matter of life and death at the end
got up The sister was fighting death during childbirth. People to their husbands
Talked about being sent to jail... Sister said “No”... “His for the country because of me
Don't let a break in penance!'' Fortunately, nothing bad happened. A daughter was born at home.
A few days later the sister wrote to her husband, “God be with us
It's... so me and you will be fifteen days apart today.''
There were many families, which increased the courage of all who fought within and without.
A belief was also born in the minds of the insiders that the concern of our families
The outsiders certainly would... and so they were certain.
Geoscience

The arrangement of Pw families was an important part, as well as strict
Censorship, the blackout of real news and the fading public consciousness
For this, abundant literature was prepared and made available to the people.
After the fall of the government, the government, unable to arrest the underground activists, published in the press and
Started smearing on radio as a “fugitive” to the slanderous government
An underground pamphlet was published from Kheda district and gave a resounding reply: “We
We are divers who have fallen on the ground to restore the values of life. within your limits
We will jump only by rejecting your rulers. How dare you catch us.
Our challenge too B.” This leaflet was sent to government officials... everywhere
Also mounted on the walls.

There were three types of literature published underground. One is up to the people
A mouthpiece type leaflet was published to spread the news. In Gujarat
A pamphlet called *Muktwani' was published. After preparing the matter of this pamphlet, its three,
Four or five handwritten copies were prepared, four or five different ones from Gujarat
printed in places. For this every time exploring new press
falling Sometimes more than the bill had to be paid. Prepare these leaflets
The Unknown Chapter of Change 185

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 201