Original Gujarati OCR
ગલ્લાંતલ્લાં કરતી હતી. ચૂંટણીની તૈયારીઓ ચારેતરફ ચાલતી હતી. એક એક દિવસ
કિંમતી હતો. એક અગત્યની મીટિંગ માટે ભૂગર્ભ નેતા શ્રી નાથાલાલ ઝઘડાને દિલ્હી
પહોંચતા પહેલાં શ્રી વાઘેલા સાથે વાતચીત કરવી જરૂરી હતી. નાથાભાઈ વડોદરા
જેલમાં મુલાકાતી તરીકે પહોંચી ગયા. લગભગ બે કલાક જેલમાં જ રહ્યા. ચા-નાસ્તો
પણ જેલમાં જ કરી, વિચારવિમર્શ પછી બહાર આવ્યા. બે કલાક જેટલો સમય પસાર
થવાથી અમારાં સૌનાં તો કાળજાં જ કંપી ઊઠ્યાં હતાં. અંદરના કાર્યકરોનાં અને
નેતાઓનાં સૂચનો લડતને ઉપયોગી થતાં. આ સૂચનો કેન્દ્ર સુધી પહોંચતાં કરવામાં
આવતાં. અંદરના લોકોનો આત્મવિશ્વાસ તેમના પરિવારોની સ્થિતિ પર પણ નિર્ભર
રહેતો. મિસામાં ગયેલ કાર્યકરના પરિવારને કશી તકલીફ ન પડે તે માટે અમે સતત
પ્રયત્ન કરતા. આ અંગે ગુજરાતવ્યાપી એક તંત્ર ગોઠવવામાં આવ્યું હતું. આવા
પરિવારોમાંથી જેમને પણ આર્થિક સહાય જરૂરી હોય તેમને પહોંચતી કરવામાં
આવતી. કાયદેસર રીતે તો સરકાર પાસેથી પણ આર્થિક મદદ લેવા માટે હકદાર
રહેવા છતાં સરકાર પાંચ-પાંચ માણસોના પરિવારને માંડ ૫૦-૭૦ કે ૭૫ રૂ. માસિક
મોકલાવી તેમના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરતી. અને છતાં મોટા ભાગના
મિસાવાસીઓને તો કશી જ આર્થિક મદદ સરકારે કરી નહોતી! એટલે ગુજરાતમાં
આર્થિક સહાયની જરૂર પડે એવા પરિવારોની સંખ્યા ઘણી હતી. આ માટે હજારો
રૂપિયાની જરૂર પડતી. ગુજરાતના ધનપત્તિઓ આવી મદદના નામથી પણ ફફડી
ઊઠતા, ત્યારે નાના માણસોએ આટલી મોટી રકમ પૂરી પાડી! આ કામ પણ નિયમિત
રીતે સંઘના કાર્યકરો સંભાળતા. સંઘના કાર્યકરો ઉપરાંત પણ અનેક સહૃદયી
વ્યક્તિઓ, જેઓ સંઘની આ પ્રવૃત્તિઓથી માહિતગાર હતી, દર મહિને નિયમિત
રીતે કંઈક ને કંઈક રકમ આ કામમાં આપતી.
જ્યાં સુધી શ્રી બાબુભાઈ અને શ્રી કેશુભાઈ પકડાયા નહોતા ત્યાં સુધી
નિયમિત રીતે મિસા-પરિવારોની મુલાકાતે જવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો. કેટલાક
પરિવારો પણ ઘણી હિંમતથી આ આફ્તોનો સામનો કરી રહ્યા હતા. ઘરની આર્થિક
સ્થિતિ સાવ નબળી હોય, બાળકોને ભણાવવા માટે ફી કે પૈસાનાં ઠેકાણાં ન હોય,
કમાનાર વ્યક્તિ જેલમાં હોય અને છતાંય હંમેશાં એમનો એક જ જવાબ હોય :
“અમારું થઈ પડશે... કોઈ વધારે જરૂરતવાળા પરિવારને પહેલાં આપો! બધું ખતમ
થશે ત્યારે જોયું જશે!'' આ બહેનો ઘરની મુસીબતનો એક શબ્દ પણ જેલના દ્વાર
૧૮૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
She was babbling. Election preparations were going on all around. one day at a time
was precious. Underground leader Mr. Nathalal fights in Delhi for an important meeting
It was necessary to communicate with Mr. Vaghela before arriving. Nathabhai Vadodara
Reached the jail as a visitor. Stayed in jail for almost two hours. tea-breakfast
But did it in jail, came out after deliberation. Two hours passed
All of us were worried because of this. of insiders and
The suggestions of the leaders become useful to the struggle. These suggestions are made by reaching the Centre
coming The confidence of the insiders also depends on the status of their families
Lived We continuously to ensure that the family of the worker who went to Misa does not face any problem
trying to A Gujarat-wide system was set up in this regard. Such
To reach out to those who need financial assistance from the families
coming Legally entitled to get financial help from the government too
Despite living, the government gives a family of five people barely 50-70 or 75 Rs. Monthly
Moklavi used to rub salt in their wounds. And yet most
The government did not give any financial help to the people of Mississauga! That is in Gujarat
There were a large number of families in need of financial assistance. Thousands for this
Needed Rs. The fortunes of Gujarat have collapsed even in the name of such help
Rising, then the little men provided such a large amount! This work is also regular
The way the union workers handled it. Apart from the workers of the Sangh, many comrades
Individuals, who were aware of these activities of the Sangh, regularly every month
Some kind of money was given in this work.
Until Mr. Babubhai and Mr. Keshubhai were caught
The program of visiting the Misa families regularly continued. Some
Families were also facing these plagues with great courage. Household finances
If the situation is very poor, there is no fee or money to teach the children,
The earner is in jail and yet always has the same answer:
"We've got to... give to the neediest family first! It's all over
It will be seen when it happens!'' These sisters even a word of trouble at home is the door of prison
184 Gujarat in conflict