Sangharsh ma Gujarat — Page 199

Original Gujarati OCR

જ્યાંથી પણ વિરોધ પ્રગટ કરી શકાય તે દરેક તકનો ઉપયોગ કરવા પ્રયત્નશીલ
રહેતા. જેલ સાથે સતત સંપર્ક રાખી જેલના લોકોનો આત્મવિશ્વાસ ડગે નહીં તે
માટે સતત કોઈ ને કોઈ સમાચારો, કાર્યક્રમો, યોજનાઓથી તેમને માહિતગાર
ચખવામાં આવતા. એનું મુખ્ય કારણ એ હતું કે જેલોમાં રહેલાઓને કાયમ એક
મનોવૈજ્ઞાનિક સવાલ સતાવતો કે બહાર ખરેખર કશી લડત ચાલે છે કે કેમ? આ
માટે ઘણી વાર જોખમો પણ ઉઠાવવાં પડતાં. એક વાર કેટલાંક અગત્યનાં કામો
અંગે ભાવનગર જેલમાં શ્રી શંકરસિંહ વાઘેલા અને શ્રી વિષ્ણુભાઈ પંડ્યાનો સંપર્ક
જરૂરી હતો. ખાનગી પત્રોથી તો ચાલે તેમ હતું નહીં. મારે જેલમાં જઈ વિચારવિમર્શ
કરી પાછા આવવું એવી યોજના બની. એક ભૂગર્ભ કાર્યકરે જેલમાં મળવા જવું
એટલે મોતના મુખમાં જવા બરાબર! બધી તૈયારીઓ સાથે સપ્ટેમ્બર ose મધ્યમાં
હું ભાવનગર પહોંચ્યો. ભાવનગરમાં જ એક મુલાકાતી બહેન સાથે અમે જેલ પર
પહોંઆં. મુલાકાત પણ મળી ગઈ. એક કલાકનો જેલવાસ અને મુક્ત સત્સંગ પતાવી
હું સહીસલામત બહાર આવી ગયો. એક વાર મારો જામનગર જિલ્લાનો પ્રવાસ...
પ્રવાસ દરમ્યાન જ જામનગરમાં સમાચાર મળ્યા કે ત્યાંની જેલમાં શ્રી પન્નાલાલ
શાહની સ્થિતિ ગંભીર છે. અનેક ચિંતાઓ થવા માંડી... આ પડછંદ શરીરને શું
થયું હશે? જવાબદારી અને ભાવના વચ્ચે મનમાં તુમુલ યુદ્ધ ચાલ્યું! જવાથી
જવાબદારી જોખમાશે અને ન જવાથી મનમાં અકથ્ય વેદના થશે. અંતે ભાવના
જવાબદારી પર તિજયી બની. જોખમોની તૈયારી સાથે ભાઈ દિનેશને લઈને જેલ
પર પહોંઆ. કોઈ તૈયારી નહીં. પડશે તેવા દેવાશે ! થયું પણ એવું જ! પન્નાલાલની
સ્થિતિ વધારે બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા... એટલે જેલવાસી
કાંતિભાઈ મોદીને મળી વિગતો જાણી સીધો હૉસ્પિટલ પહોંચય. ત્યાં પણ પોલીસ-
પહેરો! પોલીસને સમજાવી-પટાવી પન્નાલાલને મળી શકાયું. ક્યાં એ પડછંદ શરીર
અને ક્યાં અર્ધું થયેલ નિસ્તેજ ખોળિયું... બોલવાની શક્તિ પણ નહીં, ઊભા થવાનો
તો પ્રશ્ન જ ક્યાંથી હોય? અમારી આંખો મળી. તેમને આશ્ચર્ય થયું. આંખમાં પાણી
આવી ગર્યાં. હું કમકમી ઊઠ્યો... પણ આ તો ભડવીર! મને કહે છે : “આવું જોખમ
શા માટે લીધું? મારું તો જોયું જશે! તમારે ઘણું કરવાનું છે.” આશ્વાસન આપનારને
જ આશ્વાસન મળતું હતું. પન્નાલાલભાઈની હિંમત જોઈ આંખમાં આંસુ સાથે વિદાય
થયો! ચૂંટણીની જાહેરાત પછી પણ શંકરસિંહ વાઘેલાને છોડવામાં સરકાર
પરિવર્તનનો અજાણ અધ્યાય ૧૮૩

English translation

Trying to use every opportunity from wherever opposition can be manifested
living Keeping in constant contact with the jail will not shake the confidence of the people of the jail
So constantly inform them of any news, programs, plans
to be tasted. The main reason for this was that those in prisons were forever one
The psychological question haunts whether there is really a struggle going on outside? This
Therefore, many times risks have to be taken. Once some important work
Contacted Mr. Shankarsinh Vaghela and Mr. Vishnubhai Pandya in Bhavnagar Jail
was necessary. It was not possible with private letters. I have to go to jail and think
A plan was made to come back. Visiting an underground worker in prison
So it is right to go to the face of death! Mid September ose with all preparations
I reached Bhavnagar. In Bhavnagar itself, we at the jail with a visiting sister
away The visit was also found. An hour's imprisonment and free satsang settled
I came out unscathed. Once my trip to Jamnagar district...
During the journey, there was news in Jamnagar that Mr. Pannalal was in jail there
Shah's condition is critical. A lot of worries started happening... what about this dead body
Could it have happened? A war raged in the mind between responsibility and emotion! from going
Liability will be risked and not going will cause untold pain in the mind. Finally the spirit
Tijayi became a liability. Jail about Bhai Dinesh with preparations for dangers
Get on. No preparation. It will be paid as it is! But it happened! of Pannalal
As the condition worsened, he was admitted to the hospital... ie jailed
Kantibhai Modi reached the hospital after knowing the details. There too the police-
wear it! Pannalal was found after persuading the police. Where is that shadowy body
And where is the pale lap cut in half... Not even the strength to speak, to stand
So where does the question come from? Our eyes met. He was surprised. Watery eyes
came I was creeped out... But this is Bhadveer! Says to me: “Such a danger
Why took? Mine will be seen! You have a lot to do.” To the comforter
That was the consolation. Seeing Pannalalbhai's courage, he left with tears in his eyes
Done! Even after the election announcement, the government released Shankarsinh Vaghela
The Unknown Chapter of Change 183

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 199