Sangharsh ma Gujarat — Page 196

Original Gujarati OCR

પરિવર્તનનો અજાણ અધ્યાય
Bia ભારતના નાગરિકોને પોતાના જ શાસકો સામે
ભૂગર્ભમાં રહી લડત આપવાની કમનસીબ ઘડી આવી પડશે
એવી કલ્પના પણ કોણે કરી હશે? પણ સત્તાલાલચુ શાસકોએ
કટોકટી દ્વારા આ સ્થિતિ પેદા કરી હતી. સરકારને પ્રજાનો
પડકાર હતો! અભિવ્યક્તિના બધા જ માર્ગો સદંતર કાપી
નંખાયા હતા, બંધ કરી દેવાયા હતા... અને પેલો મિસા!
ભલભલાની હિંમતને ઓગાળી દેતો હતો. મિસાના કાળપંજા
સામે ટકવું અને તે પણ Rud અનાદર કરીને એ તો
આફતોનો ઢેર ખડકવા જેવું હતું. પોતાના જ પગ પર કુહાડી
મારવાનું આ કૃત્ય હતું. મિસાના શરણે ન આવનારને પાંચ વર્ષ,
સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ, માલમિલકત પર સરકારની
જપ્તી, નોકરી-ધંધા પર સરકારી તાળાં, પોતાનું અને પરિવારનું
ભવિષ્ય એક પળમાં અંધકારમય બની જાય તેવી કડકમાં કડક
સત્તા સરકારના નિર્દય હાથોમાં... આટલું ઓછું હોય એમ
પકડાવનાર માટે ઇનામોની લહાણી! હા, આ બધી આફ્તો વચ્ચે
પણ મિસાની લટકતી તલવાર સાથે સંઘર્ષની જ્યોત સતત
જલતી રાખનાર પાંચ-દસ કે પંદર જવાંમર્દોની ભૂગર્ભટુકડીઓ
ભારતના દરેક જિલ્લે જિલ્લે ડેરાતંબૂ તાણીને પડી હતી.
આમ ગણો તો માત્ર ભૂગર્ભમાં રહી નિષ્ક્રિય દિવસો
જૂ પસાર કરવા એ બહુ મુશ્કેલ નથી. તેમાં પોલીસને થાપ આપી
છુપાઈ રહેવા સિવાય કશું જ કરવાનું રહેતું નથી... પરંતુ લડવા
માટે જ જેમણે ભૂગર્ભવાસ સ્વીકાર્યો હોય, તેમને માટે સતત
૧૮૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

The unknown chapter of change
Bia citizens of India against their own rulers
The unfortunate hour of fighting underground will come
Who would have imagined that? But the authoritarian rulers
This situation was created by the crisis. People to government
The challenge was! All avenues of expression are completely cut off
Was wrecked, was closed... and that mess!
used to dissolve the courage of Bhalbhala. Misa's Black Claws
To resist and that too by disrespecting Rud
The calamities were staggering. An ax to his own feet
This was an act of killing. Misa's non-surrender five years,
Provision for punishment up to seven years, property of Govt
Seizures, government locks on jobs and businesses, own and family
The future becomes bleak in a blink of an eye
Power is in the ruthless hands of the government... so little
Prizes for catchers! Yes, among all these plagues
But the flame of conflict with Misa's dangling sword continued
Underground squads of five to ten or fifteen men who keep fire
In every district of India, Deratambu was strained.
So count only the inactive days underground
Getting rid of lice is not very difficult. In it, the police were slapped
There is nothing to do but hide...but fight
For those who have embraced underground living, constantly
180 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 196