Original Gujarati OCR
આ સંઘર્ષમાં શ્રી સી. ટી. દરુનું નામ સુવર્ણકડી જેમ જોડાયેલું છે. માનવતા
પર થતા વજાઘાતો સામે તેમને પોતાના સર્વસ્વને હોડમાં મૂકી જંગ આદર્યો.
રાજકારણ સાથે કશીવે લેવાદેવા તેઓને ન હોવા છતાં તેઓ મૂલ્યોના જતન કાજે
ઝઝૂમતા રહ્યા. સરકારના સેન્સરશિપના અન્યાયી કાયદાને તો તેઓ થકવીને જ રહ્યા.
વિશ્વની માનવતાવાદી વ્યક્તિનું સોહામણું બિરુદ પામનાર શ્રી વી. એમ. તારકુંડેએ
હમણાં જ તેમના એક પ્રવચનમાં શ્રી દરૂનો ઉલ્લેખ કરતાં કહ્યું, “ભારતમાંથી “વિશ્વની
માનવતાવાદી વ્યક્તિ” તરીકે પસંદ કરવા માટે બે વ્યક્તિઓનાં નામ પસંદ થયાં
હતાં. બીજી વ્યક્તિ શ્રી દરુ હતા, પરંતુ હું (તારકુંડે) સીનિયર હોવાને કારણે આ
માન મને મળી ગયું.'”
શ્રી દરુસાહેબની આ સેવાઓની નોંધ સમગ્ર દેશે લેવી પડે તેવી ઉમદા હતી.
જેલવાસ દરમ્યાન પણ તેમણે બંધારણસુધારાવિષયક પુસ્તક અને લેખો લખ્યા, જેની
અસર સત્તાધારીઓ ઉપર સારી એવી પડી.
શ્રી બી. કે. મજમુદારે પણ વધતી જતી ઉંમર અને સ્વાસ્થ્યની પરવા કર્યા
વગર પ્રતિકાર જાળવી રાખ્યો. તેના ઇનામમાં તેમને મિસા મળ્યો. લાંબા સમય સુધી
સુરતની જેલમાં તેમને એકલાને રાખવામાં આવ્યા.
“સાધના” સાપ્તાહિકના તંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ “સાધના'ના માધ્યમ
દ્વારા તો જંગ માંડ્યો જ હતો. સાથે સાથે તેમના પુસ્તક “હથેળીનું આકાશ'ને મળેલ
પુરસ્કાર તેમણે સરકારને પાછો વાળ્યો હતો. “ગુજરાત સમાચાર'ના ચંદ્રકાંત શાહની
દિલ્હીની કોલમ બંધ પડી. તેમને દિલ્હી છોડવું પડ્યું. કલકત્તામાં વસતા શ્રી શિવકુમાર
જોશી પણ ચૂપ ન રહ્યા. વડોદરાના શ્રી સુરેશ જોષી “જનસત્તા' દૈનિકમાં છપાતા
“માનવીનાં મન'ને ચેતનવંત રાખતા રહ્યા. તેમને મળેલો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક
તેમણે જયપ્રકાશ સ્વાસ્થ્ય ABA આપી દીધો. “જનસત્તા'માં oud શ્રી શિવ
પંડ્યાનાં કાર્ટૂનો જનતામાં ધારી અસર કરતાં હતાં. જનસત્તાના “અક્ષરની આબોહવા”
વિભાગમાં ડૉ. રમણભાઈ જોશી (ગુજરાત યુનિ. ભાષાતિભાગના વડા)એ પોતાના
લેખોમાં નવજાગૃતિનો પ્રયાસ કર્યો. કટોકટી પછી ૧૪ સપ્ટે. oun તેમના લેખમાં
તેમણે “પઢો રે પોપટ રાજા રામના, સતી સીતા પઢાવે”ના વાક્ય સાથે શબ્દની
સ્વતંત્રતા ઉપરની તાનાશાહી આફ્તનો સુંદર ચિતાર આપ્યો. “સરસ્વતીચંદ્ર'નાં
કેટલાંક વાક્યો પરિસ્થિતિનો પડકાર ઝીલવાની પ્રેરણા આપે તે રીતે આ લેખમાં
૧૭૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
In this struggle Mr. C. T. Daru's name is associated with Suvarnakadi. Humanity
He risked his all to fight against the repercussion.
Although they have nothing to do with politics, they uphold values
Kept struggling. They were tired of the government's unjust censorship laws.
Shri V., who was awarded the title of World Humanitarian M. At Tarkunde
Recently in one of his lectures, referring to Mr. Daru, he said, “From India to the world
The names of two persons were selected to be selected as "Humanitarian Person".
were The other person was Mr. Daru, but because I (Tarkunde) was senior
I got the respect.'”
These services of Shri Darusaheb were so noble that the whole country should take note of them.
Even during his imprisonment he wrote books and articles on the subject of constitutional amendment, which
The effect was good on the authorities.
Shri B. K. Majmudar also cared about advancing age and health
maintained without resistance. He got Misa as his prize. for a long time
He was kept alone in Surat jail.
Mr. Vishnubhai Pandya, editor of “Sadhana” weekly, has introduced the medium of “Sadhana”.
The war had already started. Also found in his book “Palm Sky”.
He returned the award to the government. Chandrakant Shah of Gujarat News
The Delhi column stopped. He had to leave Delhi. Shri Sivakumar residing in Calcutta
Joshi also did not remain silent. Mr. Suresh Joshi of Vadodara used to publish in “Janasatta” daily
"Continued to keep the mind of man alive. Shri Ranjitram Suvarnachandrak awarded to him
He gave Jaiprakash Swasthya ABA. oud Shri Shiva in “Janasatta'
Pandya's cartoons had a definite impact on the public. The “Climate of Letters” of Jansatta
Dr. in the department. Ramanbhai Joshi (Head of Department of Languages, Gujarat Univ.)
Attempted renaissance in articles. After the emergency, 14 Sep. oun in his article
He punctuated the phrase with the phrase "Padho Re Popat Raja Ramna, Sati Sita Padhave".
Gave a beautiful picture of the plague of despotism on freedom. "Saraswatichandra's".
Some sentences in this article will inspire you to challenge the situation
174 Gujarat in conflict