Sangharsh ma Gujarat — Page 177

Original Gujarati OCR

થોડાક સમય પછી મકરંદભાઈની ગતિવિધિનું મુખ્ય મથક અમેરિકા બન્યું. '
હવે “સત્યવાણી' પણ અમેરિકાથી પ્રસિદ્ધ થતું હતું. અમદાવાદના પ્રસિદ્ધ ખાડિયાનો
મહેતા પરિવાર (સર્વશ્રી મહેશ મહેતા, સુભાષ મહેતા, રાગિણીબહેન વ.) અમેરિકામાં
મકરંદભાઈનો યજમાન બન્યો. ન્યૂ જર્સીનું મહેશભાઈનું ઘર વિદેશમાં ચાલતી
ચળવળનું એક વધુ કેન્દ્ર બની ગયું. અમેરિકામાં વસતા પારસી સદ્ગૃહસ્થ ડૉ. ફારૂક
પ્રેસતાળાએ ભારતના નાગરિકો પર જેલમાં થતા ટોર્ચરની સવિસ્તર માહિતી
“યુનાઇટેડ નેશન્સ હ્યૂમન રાઇટ્સ એસોસિયેશન' સામે રજૂ કરી. આ માહિતીમાં aka
થયેલ વ્યક્તિનું નામ, તેની ઉંમર, જ્યાં ટોર્ચર થયેલ તે જેલ અથવા પોલીસમથકનું
સરનામું, ટૉર્ચરની તારીખ અને ટોર્ચર માટે અખત્યાર કરવામાં આવેલ પદ્ધતિનું પૂરેપૂરું
બયાન હતું. ભૂગર્ભવ્યવસ્થા દ્વારા જ આ વિગતો વિદેશમાં પહોંચતી કરવામાં આવી
હતી. આ વિગતો એટલી ચોક્કસ હતી કે તેની સામે સરકારનું કોઈ જૂઠાણું ચાલી
શકે તેમ નહોતું.

શ્રી મહેશ મહેતાનો પરિવાર સંઘર્ષની અમેરિકાની પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો.
તેમના પરિવાર સાથે જ રહેતાં બહેન અંજલિ પંડ્યા એક સારાં આર્ટિસ્ટ હોઇ
“સત્યવાણી'ના પ્રકાશનમાં તેમનું વિશેષ યોગદાન રહેતું. અંજલિબહેન પણ મૂળ
ખાડિયાનાં... અતિ સંવેદનશીલ... દૂર બેઠાં પણ ભારતની બીજી આઝાદીના સંગ્રામમાં
સક્રિય ફાળો આપતાં હોવા છતાં મનને સંતોષ નહીં! એક કદમ આગળ વધવાનો
તેમણે નિર્ણય કર્યો. ભોજનમાં ભાત વગર એક પણ દિવસ ન ચાલે તેવાં આ ગુજરાતી
બહેને ભાત ન ખાવાનું વ્રત લીધું. સંપૂર્ણ Rover પછી જ તેઓ ભાત wai. હજારો
માઇલ દૂર બેઠેલ આ ભારતીયોના હૃદયમાં ભારતનું સ્થાન પણ અનેરું જ હશે ને!

અમદાવાદના વતની અને ન્યૂયોર્ક સ્ટેટમાં ધીકતી પ્રેક્ટિસ ધરાવતા ડૉ.
મુકુંદભાઈ મોદીએ પોતાના ધંધાની કદીયે પરવા ન કરી. નાના-મોટા બધા જ
કાર્યક્રમોમાં તેમની હાજરી હોય જ. શ્રી મુકુંદભાઈએ લડતમાં સક્રિય રહેવા ઉપરાંત
અમેરિકાની ચળવળના ભામાશા તરીકેનું કામ પણ કર્યું. તેમણે પોતે આ લડતમાં
રૂ. એક લાખની રકમ ખર્ચી. વિદેશમાં વસતા ભારતીયોમાં 1151નું નામ એટલું,
પ્રચલિત બન્યું હતું કે બોસ્ટનના કેટલાક યુવાનોએ જાતે જ આ સંસ્થાનો પ્રારંભ
કરી દીધો. અમેરિકામાં ગુજરાતી પરિવારો પણ ઘણા! બધાયનું કાંઈક ને કાંઈક
યોગદાન તો હોય જ. ડૉ. હસમુખ શાહ તથા સર્વશ્રી અશોક ઝવેરી, કલા ઝવેરી,
પરદેશમાં પ્રતિકાર ૧૬૧

English translation

After some time the headquarters of Makarandbhai's movement became America. '
Now "Satyavani" was also famous from America.The famous Khadiya of Ahmedabad
The Mehta family (Sarvashri Mahesh Mehta, Subhash Mehta, Ragini sisters) in America
Makarandbhai became the host. Maheshbhai's house in New Jersey was run abroad
became one more center of the movement. Dr. Parsi Sadgrihastha living in America. Farook
Press release detailing torture of Indian citizens in prisons
Presented before the “United Nations Human Rights Association”. aka in this information
Name of the person, age, jail or police station where the torture took place
Complete with address, date of torture and method adopted for torture
Was serious. These details were made to reach abroad only through the underground system
was These details were so precise that any government lie ran against it
Couldn't.

Mr. Mahesh Mehta's family was at the forefront of American activities of the struggle.
Living with his family, sister Anjali Pandya was a good artist
His special contribution was in the publication of "Satyavani" Anjalibehn also original
Khadia's... ultra sensitive... sat aloof but in India's second freedom struggle
Despite actively contributing, the mind is not satisfied! A step forward
He decided. This Gujarati who does not go a day without rice in his meal
The sister took a vow not to eat rice. Only after full rover they wai rice. thousands
The place of India in the hearts of these Indians sitting miles away will be different!

A native of Ahmedabad and with a Dhikti practice in New York State, Dr.
Mukundabhai Modi never minded his business. All big and small
Their presence must be in the programs. Shri Mukundabhai besides being active in the struggle
He also worked as a spokesperson for the American movement. He himself in this fight
Rs. An amount of one lakh was spent. 1151 name among Indians living abroad,
It became popular that some young people from Boston started this organization themselves
done Many Gujarati families in America! Something for everyone
There is contribution. Dr. Hasmukh Shah and Sarvashree Ashok Zaveri, Kala Zaveri,
Resistance abroad 161

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 177