Sangharsh ma Gujarat — Page 176

Original Gujarati OCR

લેસ્ટરમાં રહેતા એક ગુજરાતી બંધુ શ્રી કોટેચા ખૂબ જ ભાવનાશાળી વ્યક્તિ!
આ સંઘર્ષમાં વધુમાં વધુ મદદ કરવા માટે તત્પર! શરૂઆતમાં સમય ઓછો મળે.
કામ ન કરી શકવાનું દુઃખ પણ ઘણું. અંતે રાતપાળીની નોકરી મેળવી. રાત્રે નોકરી
કરવાની અને દિવસ દરમ્યાન સંઘર્ષરત રહેવું. એમણે રાતદિવસ ઉજાગરાની થતી
અસરની કશી પરવા જ ન કરી... બસ, વણથંભી કૂચ જ ચાલુ રાખી.

શ્રી મકરંદભાઈના તંત્રીપદે શરૂમાં લંડનમાંથી અને પાછળથી અમેરિકામાંથી
એક અંગ્રેજી પખવાડિક “સત્યવાણી'નો પ્રારંભ થયો. લંડનમાં વસતા એક ગુજરાતીએ.
નવા જ શરૂ કરેલ પ્રેસનું ઉદ્ઘાટન પણ “સત્યવાણી'નો પ્રથમ અંક છાપીને જ કર્યું.

“સત્યવાણી'ના સમાચારોનો પુરવઠો ભારતમાંથી પહોંચતો હતો અને
“સત્યવાણી'ની સેંકડો નકલો ભારતમાં પહોંચી જતી હતી. આ ઉપરાંત વિશ્વના જે
કોઈ અખબારમાં ભારતની કટોકટી અંગે સમાચાર આવ્યા હોય તે બધાં જ કટિંગ્ઝની
ફોટોસ્ટેટ નકલો ભારતમાં આવતી. વિશ્વનાં બધાં છાપાં ખરીદવાનું તો શક્ય નહોતું...
આથી એક વિશેષ યોજના બનાવવામાં આવી હતી. લંડનમાં વસતા પરિવારોના
દીકરાદીકરીઓને દરેકને એક એક લાઇબ્રેરી સોંપવામાં આવી હતી. તેમણે નિયમિત
લાઇબ્રેરી પર પહોંચી, જે અખબારોમાં ભારતના સમાચારો હોય તે શોધવાના રહેતા.
ત્યાંની લાઇબ્રેરીમાં ફોટોસ્ટેટ નકલ માટેનાં મશીન પણ હોય છે (આપણે ત્યાં વજન
કરવાનાં મશીન હોય છે તેમ). સમાચાર મળી જાય તો તેમાં મુકરર કરેલ “કોઇન'
(સિક્કો) નાખવાથી સંબંધિત સમાચારોની ફોટોસ્ટેટ નકલ મળી જાય. આ સાહિત્ય
ભારત પહોંચતું. અહીં તેની વધારે નકલો તૈયાર કરી મુખ્ય મુખ્ય લોકો સુધી
પહોંચાડવામાં આવતી. વિદેશમાં વસતા ગુજરાતીઓની ચહલપહલ નોંધપાત્ર બની
હંતી અને માટે જ એ બધા પર દબાણ લાવવા ભારતમાંથી અનેક મંત્રીઓ ઉપરાંત
બે ગુજરાતી આગેવાનો શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અને શ્રી જયસુખલાલ હાથીને ઇંગ્લૅન્ડ
મોકલવામાં આવ્યા હતા. શ્રી દેસાઈને અનેક સંસ્થાઓ તરફથી શ્રી મકરંદભાઈ
દેસાઈ સાથે એક જ પ્લૅટફૉર્મ પર આવી પ્રવચન કરવા નિમંત્રણો આવ્યાં, પરંતુ
તેઓ હિંમત ન કરી શક્યા. તેમણે પોતપોતાના અલગ કાર્યક્રમો ગોઠવ્યા (હિતુભાઈ
અને શ્રી હાથીએ). તેમાં પણ તેમની ફ્જેતીઓ થઇ અને સફળતા મળી નહીં! આથી
ધીમે ધીમે તેમણે જાહેરમાં આવવાનું જ છોડી દીધું. હોંશેહોંશે લંડન પહોંચેલા બિચારા
હિતેન્દ્રભાઈને તેમના ઇંગ્લૅન્ડના રોકાણ દરમ્યાન ‘under ground’ જ રહેવું પડ્યું.
૧૬૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

A Gujarati friend living in Leicester, Mr. Kotecha, a very emotional person!
Willing to help as much as possible in this struggle! In the beginning the time will be less.
The pain of not being able to work is also a lot. Finally got a night shift job. night job
To do and struggle through the day. He used to expose day and night
Didn't care about the impact... just kept on marching unabated.

Mr. Makarandbhai's editorship initially from London and later from America
An English fortnightly “Satyavani” was started by a Gujarati living in London.
The newly started press also inaugurated by printing the first issue of Satyavani.

The supply of "Satyavani" news was arriving from India and
Hundreds of copies of 'Satyavani' used to reach India. In addition, J. of the world
All the cuttings that have appeared in a newspaper about the crisis in India
Photostat copies arrive in India. It was not possible to buy all the prints in the world...
Hence a special plan was made. of families living in London
A library was assigned to each of the sons and daughters. He regularly
Reached the library, looking for newspapers that had news from India.
The library also has photostat duplicating machines (we weigh there
as there are machines to do). If the news is found, the "Coin" marked in it
A photostat copy of the relevant news is obtained by inserting (a coin). This literature
Arriving in India. Here more copies are prepared to the main key people
Delivered. The movement of Gujaratis living abroad became significant
Apart from many ministers from India to put pressure on all of them for Hanti and Me
Two Gujarati leaders Shri Hitendrabhai Desai and Shri Jaysukhlal Hathi to England
were sent. Mr. Makarandbhai from several institutions to Mr. Desai
Invitations came to deliver such lectures on the same platform with Desai, but
They could not dare. He arranged separate programs of his own (Hitubhai
and Mr. Elephant). Even in that, they were frustrated and did not get success! Hence
Gradually he stopped appearing in public. Poor people who have reached London willingly
Hitendrabhai had to stay 'under ground' during his stay in England.
160 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 176