Original Gujarati OCR
શ્રી ચૂનીભાઈ હરિયા, શ્રી અશ્વિન માંકડ, શ્રી માણેકભાઈ રુગાણી, શ્રી તનસુખ પોટા
વગેરે અનેક મિત્રોએ કેનિયા, નૈરોબીમાં નવજાગૃતિ આણવા સાથે સાથે પૈસાનો ધોધ
વહાવ્યો.
લંડન વિદેશી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું. તેમાંય નવસારીના શ્રી રમણભાઈ
ખત્રી...જેઓ લંડનમાં ઘડિયાળ રિપેરિંગનો પોતાનો વ્યવસાય ચલાવે છે...તેમનું ઘર
પ્રવૃત્તિનું કેન્દ્ર બની ગયું. લંડનનાં માતબર અખબારો પણ ભારતના સમાચારો જાણવા
માટે રમણભાઈનો સંપર્ક સાધતાં. એમના પરિવારનાં બધાં જ સભ્યો આ સંઘર્ષનાં
સાથી બન્યાં. રમણભાઈનો એક દીકરો અશ્વિન - જેનામાં યૌવનસહજ સાહસિકતા
પણ ખરી જ - ગમે તેવા કાર્યક્રમોમાં પહોંચી જાય. ભારતમાંથી ગયેલ કોંગ્રેસી
મંત્રીઓની નિમંત્રિતોની મીટિંગમાં પણ સાહસ કરીને પહોંચી જાય. કટોકટીનાં
જૂઠાણાંનો પર્દાફાશ કરતા wade ઝડી વરસાવે... બિચારા નેતાઓને મૂંઝવી નાખે!
અશ્વિનની સાથે જ બીજા એક કાર્યકર શ્રી ભૂપેન્દ્રભાઈ હોય જ. તેઓ પણ
પરિવારની અનેકવિધ જવાબદારીઓ હોવા છતાં કોઈ પણ કામમાં પાછા ન પડે.
શ્રી ભૂપેન્દ્રભાઈનાં એક પુત્રી કલ્લનાબહેન પણ બધા જ કામમાં ખડે પગે તૈયાર
જ હોય.
લંડનમાં પણ અવારનવાર નાનાંમોટાં પ્રદર્શનોના આંદોલનાત્મક કાર્યક્રમો દ્વારા
વિશ્વનું ધ્યાન આકર્ષિત કરવાનો એક પ્રયત્ન થયો. આવા આંદોલનાત્મક કાર્યક્રમોના
સંગઠનની સંપૂર્ણ જવાબદારી ખેડા જિલ્લામાંથી વર્ષો પહેલાં લંડન પહોંચેલા શ્રી
જયંતીભાઈ પટેલે સંભાળી. વિદેશમાં જન્મેલ અને અગાઉ પોતાની માતૃભૂમિનાં દર્શન
કંદી પણ નહોતાં suf એવા એક ભાઈ શરદ શાહે એક વર્ષ લગાતાર સંઘર્ષકાર્યમાં
જ ખર્ચ્યું. યુગાન્ડાથી લંડન આવી વસેલ શ્રી ગિરીશભાઈ પટેલ, શ્રી જે. સી. પટેલ,
શ્રી હસમુખ પટેલ વગેરે પણ ક્યાંય પાછળ ન રહ્યા. એક સંદેશો મળતાં જ શ્રી
હસમુખ પટેલ અને શ્રી જે. સી. પટેલે શ્રી મકરંદભાઈ માટેની વિદેશપ્રવાસની ટિકિટ
કઢાવીને મોકલી આપી હતી.
બી.બી.સી. લંડનના હિન્દી કાર્યક્રમોમાં સૌથી વધારે જાણીતા થયેલા શ્રી
રત્નાકર ભારતીયનાં પત્ની શ્રીમતી પૂણિમાબહેન ભાવનગરના ગુજરાતી પરિવારનાં
પુત્રી છે. સંઘર્ષરત સૌ કોઈની આગતારવાગતામાં તેમણે પણ કદીયે કચાશ રાખી
નહોતી.
પરદેશમાં પ્રતિકાર ૧૫૯
English translation
Mr. Chunibhai Haria, Mr. Ashwin Mankad, Mr. Manekbhai Rugani, Mr. Tansukh Pota
Etc. Many friends bring new awareness to Kenya, Nairobi as well as money falls
flowed
London became the center of overseas activities. Among them Shri Ramanbhai of Navsari
Khatri...who runs his own watch repairing business in London...his home
Became a hub of activity. Even the leading newspapers of London to know the news of India
For contacting Ramanbhai. All the members of his family are from this struggle
Became friends. Ashwin, a son of Ramanbhai - with youthful entrepreneurship
But really - reach any program. Congressman from India
Even ventured to the meeting of ministers' invitees. of emergency
Wade exposes the lies... confounding the poor leaders!
Along with Ashwin, another worker is Mr. Bhupendrabhai. They too
No one should fall back on work despite having multiple family responsibilities.
One daughter of Mr. Bhupendrabhai, Kallanabhein, is also ready for all the work
Be the same.
Even in London through frequent agitational programs of small demonstrations
An attempt was made to attract the attention of the world. of such agitational programs
The entire responsibility of the organization was Mr. who arrived in London years ago from Kheda district
Jayantibhai Patel took over. Foreign-born and formerly visionary of his motherland
One brother Sharad Shah, who was not even a suf, in continuous struggle for a year
Spent only. Mr. Girishbhai Patel who came to London from Uganda, Mr. J. C. Patel,
Mr. Hasmukh Patel etc also did not lag behind. On receiving a message, Mr
Hasmukh Patel and Shri J. C. Patel Foreign travel ticket for Shri Makarandbhai
Kadavi was sent.
BBC Shree, who became the most popular Hindi program in London
Mrs. Poonimabehan wife of Ratnakar Bharatiya from Gujarati family of Bhavnagar
have a daughter He also never kept raw in the struggle of everyone
was not
Resistance abroad 159