Original Gujarati OCR
Union for Civil Liberty (300))ની પ્રથમ પરિષદમાં હાજરી આપવા
ગુજરાતમાંથી શ્રી ઉમાશંકર જોશી; શ્રી એમ.ડી.ભટ્ટ અને પ્રા. ચીમનભાઈ શેઠ દિલ્હી
ગયા. ગુજરાતમાં પણ ૧૪મી નવેમ્બરે PUCLH રચના કરવા શ્રી ઉમાશંકર જોશીના
અધ્યક્ષસ્થાને કાર્યક્રમ થયો. ગુજરાતના જાણીતા રાજકીય અને બિનરાજકીય કાર્યકરો
૬૦ જેટલી સંખ્યામાં હાજર રહ્યા. શ્રી એમ. ડી. ભટ્ટ અને જનતંત્ર સમાજના
શ્રી દશરથભાઈ ઠાકરના કન્વીનરપદે ગુજરાતમાં એક એડહોક કમિટી રચવામાં
આવી, પાછળથી PUCL તરફથી શ્રી સી. કે. દફતરી, શ્રી એમ. સી. ચાગલા વગેરે
દ્વારા “જેલમુક્તિ અભિયાન' માટે બહાર પાડવામાં આવેલ નિવેદન ઉપર ગુજરાતના
Yoo જેટલા પ્રતિષ્ઠિત સમાજ્સેવીઓ અને આગેવાન નાગરિકોની સહીઓ લેવાની
ઝુંબેશ ચલાવવામાં આવી.
સત્યાગ્રહ પછીના સંઘર્ષના બીજા તબક્કામાં પ્રજાનું ઘડતર અને નિર્ભીક
વ્યવહાર - આ જ મુખ્ય કાર્યક્રમો હતા. આ કાર્યક્રમ માટે વધુમાં વધુ ખુલ્લેઆમ
મતપ્રદર્શન થાય એ જરૂરી હતું અને માટે જ લોકસંઘર્ષના વ્યાપક કાર્યક્રમો જુદી
જુદી રીતે પાર પાડવામાં આવ્યા. જેલમાંથી છૂટેલા નેતાઓમાં શ્રી પીલુ મોદીનું ઠેરઠેર
સ્વાગત થયું. આને કારણે ગોધરામાંથી સંઘના ત્રણ કાર્યકરોને મિસામાં જવું પડ્યું.
અનેક ઉપર ડી.આઈ.આર.ના કેસ થયા, છતાં આવા કાર્યક્રમો ઠેરઠેર યોજાયા. આખરે
પોલીસ થાકી. વધુ ને વધુ લોકો કાર્યક્રમોમાં ભાગ લેતા થયા.
જેલમાં બેઠેલાઓ પણ જનહિત માટે અવિરત લડતા જ રહ્યા. ૩૧મી ઓગસ્ટે
ગુજરાત સરકારના માજી પ્રધાનો સર્વશ્રી પોપટભાઈ વ્યાસ, કેશુભાઈ પટેલ,
મોતીભાઈ ચૌધરી, શ્રી ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર તથા શંકરભાઈ વાઘેલાએ
રજ્યપાલશ્રીને એક આવેદનપત્ર મોકલી વધતા જતા ભાવો અને તેલ તેમ જ
વનસ્પતિ ઘીની અછત સામે તત્કાલ પગલાં લેવા માગણી કરી.
૪થી સપ્ટેમ્બરે જેલમાં રહેલા ધારાસભ્યોએ એક આવેદનપત્ર રાજ્યપાલને
મોકલી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લંબાવવા સામે વિરોધ કર્યો અને તત્કાળ
પ્રજાકીય સરકારની રચના માટે આગ્રહ રાખ્યો. મિસાના અંચળા નીચે ગુજરાતનાં
ચાર કૉર્પોરેશનોને તોડવાના કોંગ્રેસીઓના પ્રયત્નો સામે રાજકોટના કૉર્પોરેટરોએ
વિરોધ કર્યો. શ્રીમતી હેમાબહેન આચાર્યના નેતૃત્વમાં રાજકોટના ૨૦ જેટલા
કૉર્પોરેટરોએ રાજ્યપાલશ્રીની મુલાકાત લઈ બિનલોકશાહી પદ્ધતિઓને રોકવાનો
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૫૩
English translation
to attend the first conference of the Union for Civil Liberty (300)).
Mr. Umashankar Joshi from Gujarat; Shri MD Bhatt and Pvt. Chimanbhai Seth Delhi
gone Shri Umashankar Joshi to form PUCLH in Gujarat also on 14th November
The program was held in the chair. Prominent political and non-political activists of Gujarat
About 60 were present. Shri M. d. Bhatt and Janantra Samaj
In forming an ad hoc committee in Gujarat under the convenorship of Mr. Dasharathbhai Thakar
Came, later from PUCL Mr. C. K. Daftari, Shri M. C. Chagla etc
of Gujarat on the statement issued by the “Jelmukti Abhiyan”.
To get the signatures of distinguished social workers and leading citizens like Yoo
The campaign was launched.
In the second phase of the post-Satyagraha struggle, the creation of the people and Nirbhik
Practice - These were the main programs. More and more open to this program
It was necessary that there should be a vote demonstration and that is why the comprehensive programs of the Lok Sanghras were different
Done differently. Among the leaders released from jail, Mr. Pilu Modi is everywhere
Welcomed. Due to this, three Sangh workers from Godhra had to go to Misa.
Many cases of DIR have occurred, yet such programs are held everywhere. Finally
Police tired. More and more people participated in the programs.
Even those who were in jail continued to fight for public interest. On 31st August
Former Ministers of Gujarat Government Sarvashree Papatbhai Vyas, Keshubhai Patel,
Motibhai Chaudhary, Mr. Bhailalbhai Contractor and Shankarbhai Vaghela
A petition was sent to the Governor regarding rising prices and oil as well
Demanded immediate action against shortage of vegetable ghee.
On September 4, the jailed MLAs submitted a petition to the Governor
Sent and immediately protested against the extension of President's rule in Gujarat
Insisted for the formation of a People's Government. of Gujarat under Misa belt
Rajkot corporators against Congressmen's attempt to break up the four corporations
protested. Around 20 from Rajkot under the leadership of Mrs. Hemabhen Acharya
The corporators visited the Governor to stop undemocratic practices
Unceasing Struggle... Resistance 153