Original Gujarati OCR
અનુરોધ કર્યો. ૯મી ડિસેમ્બરે અમદાવાદ શહેર જનસંઘનું એક વિશાળ સંમેલન '
હેમાબહેન આચાર્યની નિશ્રામાં થયું. સંઘ પર પ્રતિબંધ હોવાથી, હિંમત છતાંયે સંઘે
બધા કાર્યક્રમોનું આયોજન જુદી રીતે કરવું પડતું. અમદાવાદ શહેરના સંઘના પ્રમુખ
કાર્યકરો જો મોટી સંખ્યામાં એકત્ર થાય તો નવા ઉત્સાહનો સંચાર થાય. એ દષ્ટિએ
પતંગ હરીફાઈનો એક કાર્યક્રમ કેમ્પના હનુમાને યોજાયો. ૩૦૦ કરતાં પણ વધારે
સંઘ-કાર્યકરો પતંગના નામે કટોકટીનો પતંગ કાપવા એકઠા થયા. ચાર કલાક સુધી
એકત્ર કાર્યક્રમ થયો. કાર્યક્રમ પૂર્ણ થયા પછી જ સરકારને ખબર પડી કે આટલી
મોટી સંખ્યામાં પ્રતિબંધિત સંસ્થાના કાર્યકરો આબાદ રીતે એકત્ર થઈ શકે છે!
જેલના આંગણે રક્ષાબંધન હોય કે દિવાળી, જન્માષ્ટમી હોય કે વિજયાદશમી,
જેલવાસીઓના પરિવારોની ઠઠ જામતી... જાણે મેળા જેવું જ દશ્ય ઊભું થતું. આ
મેદનીની દરેક વ્યક્તિ સંઘર્ષ સાથે સંબંધ ધરાવતી હોઈ તેના દિલમાં સતત એક
આગ પણ પ્રજ્વલિત રહેતી. સંઘર્ષપથના આ સાથી પરિવારોની હિંમત જ અંદરના
સાથીઓનું મનોબળ ટકાવી શકે એ વાત અમે જાણતા હતા... આથી આ મેદનીમાં
કેટલાંક વિશેષ ભાઈબહેનોને અમે મોકલતા. એકત્ર થયેલ પરિવારજનોનાં જુદાં જુદાં
ગ્રૂપ જમાવી, સૌ હિંમત, શ્રદ્ધા અને વિશ્વાસ જન્માવે એવી તરેહ તેરહની ઉત્સાહસભર
વાતોથી વાતાવરણને ભરી દેતા. જેલમુલાકાતની રાહ જોતાં ઊભેલ સૌમાં જેલના
આંગણે જ નવચેતનાનો સંચાર કરનારી અમારી આ યોજનાની સરકારને ક્યારેય
ગતાગમ ન પડી.
સરકારના પતન પછી ચાલેલ ભૂગર્ભપ્રવૃત્તિનો જ આ બધો ભાગ હતો.
યોજનાઓ ભૂગર્ભમાં બનતી હતી; પરંતુ તેનું અમલીકરણ ખુલ્લેઆમ થતું. યોજકો
ભૂગર્ભમાં હતા, પણ તેના ક્રિયાન્વયન માટે લાગેલ હજારો કાર્યકરો સામી છાતીએ
ફરતા હતા. જુદાં Yel સ્વરૂપોમાં વધુમાં વધુ જાહેર કાર્યક્રમોની યોજના ઉપરાંત
પણ જે છેવટ સુધી ભૂગભંપ્રવૃત્તિ જ રહી એવા કાર્યક્રમોનો ઉલ્લેખ આગળનાં
પ્રકરણોમાં છે જ.
૧૫૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
requested. A large convention of Ahmedabad city Jan Sangh on 9th December.
Hemabhen happened at the discretion of the principal. As the Sangh was banned, the Sangh was courageous
All programs had to be planned differently. Ahmedabad City Union President
If workers gather in large numbers, new enthusiasm is imparted. At that point
A kite competition program was held on Hanuman of the camp. More than 300
Sangh-activists gathered to cut emergency kites in the name of kites. up to four hours
Gathering program was held. It was only after the completion of the program that the government came to know
A large number of banned organization workers can gather freely!
Be it Rakshabandhan or Diwali, Janmashtami or Vijayadashami at the jail premises,
The families of the inmates were chanting... a scene like a fair was created. This
Every person in Medini has a relationship with the struggle, a constant one in his heart
The fire was also lit. The courage of these fellow families on the path of struggle lies within
We knew that the morale of the comrades could be sustained... hence in this field
We used to send some special brothers and sisters. Different family members gathered
Group jamawi, everyone is enthusiastic about tereh terah that instills courage, faith and trust
Filled the atmosphere with talk. Jailers among those waiting for a jail visit
Never to the government of our this scheme that communicates awareness at the doorstep
Gatagam did not fall.
This was all part of the underground movement that followed the fall of the government.
Plans were made underground; But its implementation was open. organize
It was underground, but thousands of workers were involved in its implementation
were moving Apart from planning more public programs in different Yel formats
But till the end the programs which remained earthquakes are mentioned next
It is in the chapters.
154 Gujarat in conflict