Sangharsh ma Gujarat — Page 168

Original Gujarati OCR

નથી. સાચું બોલવું એટલે મિસાના ઇનામના અધિકારી બનવું! ઘેટાંના ટોળામાં રહી
આત્મભાન ખોઈ બેઠેલા હે સિંહપુત્રો! તમે તમારી સિંહગર્જના ભૂલી ગયા? સાવજ
સરદારનો સંદેશ પણ ભૂલી ગયા? અંગ્રેજ સલ્તનતને નાકે દમ લાવી દેનાર લોખંડી
પુરુષનો માર્ગ તમે તજ્યો અને શરણ સ્વીકાર્યું! મારી આ પવિત્ર ભૂમિ ઊંઝામાંથી
જ મારા ચાર પુત્રો મિસામાં છે અને તમે ag તમારી મસ્તીમાં રાચો છો!

“તમારું કર્તવ્ય કસોટીની એરણ પર છે. એમાં તમારે હેમખેમ પાર ઊતરવાનું
છે. માટે જ આજે તમને નિમિત્ત બનાવું છું. સાથે મળી કામે લાગી જાઓ...વિજયની.
વરમાળા તમારી ડોકમાં જ આવી પડશે.'

આ સંદેશાએ ધારી અસર કરી. ગુજરાત અને ગુજરાત બહારનાં ગામડાં સુધી
એવો વિશ્વાસ સર્જાયો કે હજારો પોલીસ વચ્ચે પણ લડવાનું જોમ ધરાવનારા
નરબંકાઓ ક્યારેક તો વિજયી થઈને જ જંપશે. હજારોની સંખ્યામાં પોલીસની હાજરી
વચ્ચે પણ આ સંદેશો વહેંચાયો. અનેક કાર્યકરોને આ કામમાં લગાડવા પડ્યા.
પકડાઈ જવાય તો જે અત્યાચારો ભોગવવા પડે તે સહેવાની તૈયારીમાં જ કાર્યકરો
હતા, પરંતુ “ઉમિયા માતા'નું નામ હોવાથી પોલીસ ગફ્લતમાં પડી ગઈ. કોઈ કરતાં
કોઈ પકડાયું નહીં, બધા ઠેકઠેકાણે પહોંચી ગયા... પરંતુ બીજે દિવસે મેળાની વ્યવસ્થા
કડક બની. સી.આઈ.ડી.નો કાફલો ઊતરી પડ્યો. ચારેતરફ દોડધામ... ક્યાંક પત્રિકા
દેખાય, પૂછપરછ પણ થાય. પોલીસોનાં ભવાં ચડે, ઓફિસરો નીચલા અમલદારોને
ધધડાવે, છતાંય હાથ ચોળતા રહી જાય.... અને મેળામાં જ વેશપરિવર્તન કરી
યોજનાને માર્ગદર્શન આપી રહેલ ભૂગર્ભકાર્યકરો પોલીસની સ્થિતિ જોઈ મનોરંજન
પણ મેળવી લે.

બંધારણસુધારા પરના પરિસંવાદો પર સરકાર તરફથી કોઈ રોક નહોતી;
આથી ગુજરાતમાં ઠેર ઠેર આવી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું - જોકે આ
કામમાં અમને વક્તાઓની ત્રુટિ રહેતી, જેઓ જાણીતા હતા તેઓ જેલમાં હતા. જેલમાં
જતાં રહી ગયા તેઓ ડરતા હતા. બાકીના કેટલાક ભૂગર્ભમાં હતા. કેટલાક
ભૂગર્ભપ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈ જાહેરમાં ન આવે તેવી સૂચના પણ અપાઈ હતી.
આખરે શ્રી કે.ડી.દેસાઈ, શ્રી એચ.એમ. પટેલ, શ્રી ઉમાશંકર જોશી, શ્રી માવળંકર,

શ્રી ચંદ્રકાંત શાહ વગેરે વક્તાઓની મર્યાદિત સંખ્યા છતાં પણ ઠેરઠેર કાર્યક્રમો થયા.
ઓકટોબરના અંતમાં દિલ્હીમાં શ્રી તારકુંડેના પ્રયત્નથી શરૂ થનાર People’s
૧૫૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

not To speak the truth is to be an officer of Misa's prize! Lived among the flock of sheep
Losing self-consciousness, O lions! Did you forget your roar? careful
Forgot the Sardar's message too? The iron that brought down the British Sultanate
You forsook the path of man and took refuge! From this sacred land of mine, Unjha
My four sons are in Misa and you are having fun!

"Your duty is on the anvil of the test. In it you must pass the Hemkhem
is That's why I am making you instrumental today. Get to work together...Victory.
Varmala will come to your dock.'

This message had the expected effect. Gujarat and to villages outside Gujarat
A belief was created that even among thousands of policemen who had the courage to fight
Cannibals will sometimes jump in triumph. Thousands of police presence
This message was also shared among. Many workers had to be employed in this work.
Activists are prepared to face the atrocities they will face if they are caught
But the name of "Umiya Mata" got the police confused. Than anyone
No one was caught, all reached the destination... But next day fair arrangement
became strict. CID convoy landed. Running around... leaflets somewhere
Seen, questioned. Cops frown, officers lower bureaucrats
Dhaddave, still rubbing his hands.... and changed his clothes in the fair itself
Underground workers guiding the plan are amused by the police situation
But get it.

There was no stoppage from the government on the conferences on constitutional amendment;
Hence such conferences were organized all over Gujarat - though this
In the work we had an error of speakers, who were known to be in prison. in prison
They were afraid to leave. Some of the rest were underground. Some
An instruction was also given not to appear in public being connected with underground activities.
Finally Shri K.D.Desai, Shri H.M. Patel, Mr. Umashankar Joshi, Mr. Mavlankar,

Despite the limited number of speakers such as Shri Chandrakant Shah etc., programs were held everywhere.
People's, which began with Mr. Tarkunde's effort in Delhi in late October
152 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 168