Original Gujarati OCR
ગભરાતા હોઈ “ટૂંકું સમાચાર બુલેટિન' કહીને અમારો સંઘર્ષ-ગાઈડ ચાલતો થતો.
મિસામાં ગયેલાઓના પરિવારોને એકબીજાની નજીક લાવવાની, લડત સામે ટકી
રહેવાની તેમની હિંમતમાં વધારો થાય એ દષ્ટિથી પણ અનેકવિધ પ્રયત્નો થયા.
અમદાવાદમાં પણ *રાષ્ટ્રસેવિકા સમિતિ'ની બહેનોએ શ્રીમતી શાંતાબહેન
ગજેન્દ્રગડકરના નેતૃત્વમાં બહેનોની ઊંધિયા પાર્ટીનો કાર્યક્રમ યોજ્યો. સાબરમતી
આશ્રમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં મિસાનો ભોગ બનેલ પરિવારોની ૨૫૦ જેટલી
બહેનોએ ભાગ લીધો. સમૂહજીવને તેમનામાં એક નવો ઉત્સાહ આણ્યો.
આ જ દિવસોમાં મહેસાણા જિલ્લાના ઊંઝા ગામમાં કડવા પાટીદારોનાં કુળદેવી
ઉમિયામાતાના સાંનિધ્યમાં દૂર દૂર વસતા કડવા પાટીદાર હજારોની સંખ્યામાં
આવવાના હતા. તેની વ્યવસ્થા એ પણ એક મોટો પ્રશ્ન હતો. અમે સૌ આવી તકોની
રાહ જોઈને જ બેઠા હતા. વ્યવસ્થાના કામમાં અમારા કાર્યકરો પહોંચી ગયા. વ્યવસ્થા
પણ થઈ અને સંઘર્ષનો વિચાર પણ થયો. વ્યવસ્થાની સાથે સાથે દર્શનાર્થીઓને
સંઘર્ષના સમાચારો આપવાનો વ્યાપક પ્રયાસ પણ થયો. આટલી મોટી સંખ્યામાં લોકો
એકત્ર થવાના હોઈ પોલીસનો પણ કાફલો ઘણો હતો. વ્યવસ્થા પણ ઠીક ઠીક કડક
હતી. બીજી તરફ સાથીઓ પણ આટઆટલી મોટી જનમેદનીના હૃદયમાં સંઘર્ષનું
બી વાવવા માટે saa હતા. એક યોજના બનાવવામાં આવી. “ઉમિયામાતાનો
સંદેશ' એ નામની ઉમિયામાતાના ફોટાવાળી એક પત્રિકા હજારોની સંખ્યામાં એ
વિસ્તારમાં છાપવામાં આવી અને કાળજીપૂર્વકના આયોજન દ્વારા લગભગ ૨૦૦
જેટલા શિશુસ્વયંસેવકોએ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે, એમને ખબર પડે એ
પહેલાં તો માત્ર ૧૫ જ મિનિટમાં હજારો પત્રિકાઓ વહેંચી દીધી! ખુદ પોલીસોને
પણ એ આપવામાં આવી હતી. પણ જ્યારે એ વાંચી ત્યારે પોલીસતંત્ર ખૂબ સાવધાન
બની ગયું; પણ કામ તો પતી ગયું હતું! આ પત્રિકામાં એવી હાકલ કરવામાં આવી
હતી કે -
“હે સુપુત્રો! તમે કડવા પાટીદારો, આદિઅનાદિથી મને માતારૂપે માનતા અને
પૂજતા આવ્યા છો. તમે આજે શાસનના દાસ બન્યા છો. ઠેર ઠેર તમારું અપમાન
થાય છે! મારા પુત્રોની આ દશા! ક્યાં ગયું તમારું આર્યતેજ ? શું તમે કાયર, નિર્બળ,
Addl ofl ગયા છો? હે આર્યપુત્રો! છેલ્લા એકાદ દસકાથી સરકારની તમારા
પર નજર બગડી છે. આજે તમને બાલવાનો અધિકાર નથી, લખવાનો અધિકાર
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૫૧
English translation
Our struggle-guide used to walk away with a panicked “short news bulletin”.
To bring the families of those who went to Misa closer to each other, to withstand the fighting
Several attempts were made to increase their courage to stay.
Also in Ahmedabad, the sisters of *Rashtra Sevika Samiti' Mrs. Shantabhen
Under the leadership of Gajendragadkar, Sisters' Undhiya Party program was held. Sabarmati
About 250 families of misa victims attended this program held at the ashram
Sisters participated. The mass brought a new vigor in him.
In these days, Kuldevi of the bitter Patidars in Unjha village of Mehsana district
Tens of thousands of bitter peasants living far and wide in the vicinity of Umiyamata
were to come. Its arrangement was also a big question. We all have such opportunities
Was sitting waiting. Our workers have reached the arrangement work. arrangement
But it happened and the thought of conflict also occurred. Along with the arrangements, the visitors
There was also a widespread effort to provide news of the conflict. Such a large number of people
There was a large contingent of police to gather. The arrangement is also quite strict
was On the other hand, the comrades are also struggling in the heart of such a large crowd
were saa to sow seeds. A plan was made. “Umiamata's
A pamphlet with Umiyama's photo called 'Sandesh' was circulated in thousands
Around 200 were printed in the area and through careful planning
As many child volunteers as possible amid strict police presence, they know
Earlier, thousands of leaflets were distributed in just 15 minutes! to the police themselves
But it was given. But when they read that, the police force was very cautious
became; But the work was done! In this leaflet it was called
was that -
"O sons! You bitter Patidars, from time immemorial you have regarded me as your mother and
You have been worshiping. You have become a servant of the regime today. Your insults everywhere
It happens! This condition of my sons! Where did your Aryatej go? Are you cowardly, weak,
Addl ofl gone? O sons of Arya! Yours of the government for the last decade or so
The eye has deteriorated. Today you don't have the right to baal, the right to write
Unstoppable Struggle... Resistance 151