Original Gujarati OCR
યુવાનો!
આપ ભારતમાતાના લાડીલા છો, ભાવિ ભારતના આશા-અંકુર છો.
વિશ્વવિજયી ભારતમાતાનાં સંતાનો, વિચારો! આજે આપણને કઇ દિશામાં ધકેલવામાં
આવી રહ્યા છે? આપનું ભવિષ્ય શું છે? અને જો આજે નહીં ચેતો તો કાલે તમારે
કોનો અને કઇ પરિસ્થિતિનો સામનો કરવાનો છે તેનો પણ વિચાર કરી લેજો.
આપ ભાવિ ભારતના કર્ણધાર છો, કારણ, આજનો યુવાન કાલના સમાજનો
અને દેશનો નેતા છે... તો પછી આજની સમસ્યાઓનું નિરાકરણ કરી રાષ્ટ્રને તેજસ્વી
બનાવવાની જવાબદારી કોની છે? જવાબ સ્પષ્ટ છે - આપની.
આજે છળકપટો દ્વારા દેશને મૂંગો બનાવી દેવાયો છે. આવતી કાલે આવી
દ્ાસતામાં કોને જીવવું પડશે? આપને જ. આજની ગરીબી, બેરોજગારી, અશિક્ષા,
અનૈતિકતા, ભ્રષ્ટાચાર અને દમનની પરાકાષ્ઠા કાલે કોને પરેશાન કરશે? આપને.
આજે લોકશાહીને નષ્ટ કરી તાનાશાહીનો જે પથ પ્રશસ્ત કરવામાં આવી રહ્યો છે,
કાલે તે પથ પર ઘેટાંબકરાંની જેમ કોને ચાલવું પડશે ? આપને. આજે દેશમાં ચાલી
રહેલ સ્વાતંત્યની બીજી લડાઈમાં આપે આપનું ઉચિત યોગદાન ન આપ્યું તો આવતી
કાલે લખાનારો SAGA કોને ભાંડશે? આપને જ. એ શહીદોના રક્તની કિંમત
આંકવામાં અસમર્થ લોકોની સૂચિમાં ઇતિહાસકાર કોનું નામ લખશે? આપનું.
યુવાનો! આપ હંમેશાં યાદ રાખો, આપની ભૂમિકા ઇતિહાસના લેખક કે
પાઠકની નહીં, ઇતિહાસના નિર્માતાની છે. કાળપુરુષ પોતાના કાળપટ પર પ્રતિદિન
ભાવિ ઇતિહાસના અક્ષરો અંકિત કરે છે. તેને સામગ્રી પૂરી પાડવાનું કામ કોનું છે?
- આપનું.
આ દેશનો ઇતિહાસ સૂકી શાહી અને કલમથી લખાય કે ભારતીય તરુણના
હૃદયરક્તથી ? બહેનોની રાખીની પવિત્રતાથી અને સતીઓના Regal? એનો નિર્ણય
કોણ કરશે? - આપ.
લોકશાહીના વિજય અને તાનાશાહીના પરાજય વચ્ચે માત્ર એક કદમનું અંતર
રહી ગયું છે. તે કદમ આગળ ધપાવીને વિજયશ્રીને વરવાનું કામ કોનું છે? - આપનું.
આજે અબળાની જેમ અસહાય બની ઊભેલી ભારતમાતાના બંદી લાડલાઓને
મુક્ત કરવાનું પવિત્ર કાર્ય કોનું છે? આપનું. આટલું મોટું કર્તવ્ય, આટલો મોટો પડકાર,
આટલા વ્યાપક અને અસહ્ય અત્યાચારો, આટલી બધી બેચેની અને વિવશતા વચ્ચે
૧૪૮ સંઘર્ષમાં ગુજરાત
English translation
Youth!
You are the offspring of mother India, the hope of future India.
Children of the world-conquering Mother India, think! Pushed us in what direction today
coming? What is your future? And if not today, tomorrow you will
Also think about whom and what situation you have to face.
You are the cornerstone of future India, because today's youth is tomorrow's society
And the leader of the country is... Then solve the problems of today and brighten the nation
Who is responsible for creating? The answer is clear - yours.
Today the country has been made dumb by deception. Tomorrow came
Who will have to live in slavery? Only you. Today's poverty, unemployment, illiteracy,
Who will be disturbed tomorrow by the height of immorality, corruption and oppression? to you
Today the path of despotism which is being praised by destroying democracy,
Who will have to walk like sheep on that path tomorrow? to you Walked in the country today
If you do not give your due contribution in the second fight for freedom, it will come
Who will write SAGA tomorrow? Only you. The price of the blood of those martyrs
Who will the historian write in the list of unaccountable people? your
Youth! Always remember, your role as the writer of history
It belongs not to the reader, but to the maker of history. Kaalpurush on his kaalpat daily
The future inscribes the letters of history. Whose job is it to provide the material?
- Yours.
The history of this country is written with dry ink and pen or by Indian youth
From the heart? The chastity of Rakhi of sisters and the regal of Satis? Its decision
Who will? - You
Only one step between the victory of democracy and the defeat of dictatorship
has remained Whose job is it to take that step forward and marry Vijayashree? - Yours.
To the captives of Mother India who are helpless like Abla today
Whose is the holy work of liberating? your Such a great task, such a great challenge,
Amidst such widespread and intolerable atrocities, so much restlessness and distress.
148 Gujarat in conflict