Sangharsh ma Gujarat — Page 162

Original Gujarati OCR

ગુજરાતનાં લોકહિતોને ધ્યાનમાં લઈ મોરચાએ છાયા મંત્રીમંડળની રચના કરી, જે
વખતોવખત ભેગા મળી ગુજરાતના પ્રશ્નો અંગે વિચાર કરી રાજ્યપાલશ્રીને યોગ્ય
પગલાં લેવા માટે પોતાનો અભિપ્રાય મોકલતું.

મોરચા સંમેલનમાં નક્કી થયા પ્રમાણે ગુજરાતમાં ૧,૦૦૦ જનસભાઓના
લક્ષ્યાંકને પૂરો કરવા માટે શ્રી બાબુભાઈ ઠેરઠેર જઇ સભાને સંબોધતા હતા. તેમણે
નિર્ભયતાથી અહાલેક જગાવી. હવે તેમની ધરપકડ કરવા માટે કોંગ્રેસીઓ કાગારોળ
મચાવી રહ્યા હતા.

૯મી ઓગસ્ટે અમદાવાદમાં વિનોદ કિનારીવાળાની ખાંભીએ કાંતિદિન
ઊજવવાનો હતો, ત્યાં સરકારે પ્રતિબંધ ફરમાવી શ્રી બાબુભાઈ અને તેમની સાથેના
૫૧ કાર્યકરોને પકડી લીધા, જેમાંથી ૪૬ને DIRAL અને બાબુભાઈ સહિત પાંચ
વ્યક્તિઓને Misaki રાખવામાં આવ્યા. વારંવારની ધરપકડોથી જેલો પણ ભરાઈ
ગઈ. સાબરમતી જેલની સંખ્યા એટલી બધી વધી ગઈ કે ત્યાં રહેવા માટે તંબૂ બાંધવા
પડ્યા અને કેટલાક રાજકીય કેદીઓને તંબૂમાં રહેવું પડતું.

“સાધના' બંધ થતાં સંઘર્ષના સમાચારો લોકો સુધી પહોંચાડવા માટે હવે
ગુજરાતમાં પણ એક નિયમિત ભૂગર્ભપત્રની આવશ્યકતા ઊભી થઈ; આથી તરત
જ “મુક્તવાણી' નામનું એક ભૂગર્ભપત્ર શરૂ કરવામાં આવ્યું. “ખબરદાર'ના નામથી
આ પુસ્તકના લેખકે “મુક્તવાણી'ના તંત્રી તરીકેની કામગીરી પણ સંભાળી. હવે
ગુજરાતમાં સાચા સમાચારો માટે “મુક્તવાણી' એક માત્ર આધાર બની ગયું.

જનતા મોરચા દ્રારા ૧૫ ઓગસ્ટથી go ઓગસ્ટ દરમ્યાન દાંડી સુધીની
સંઘર્ષકૂચ યોજાઈ. ૬૭૦ કિ.મી.ની આ લાંબી કૂચનું નેતૃત્વ સરદારપુત્રી કુ. મણિબહેન
પટેલે કર્યું. અમદાવાદના સરદાર પટેલ ભવનથી પ્રારંભ થયેલ આ કૂચમાં જોડાતા
સાથીઓને ડી.આઈ.આર. હેઠળ પકડી લેવામાં આવતા હતા. કુ.મણિબહેનની
ધરપકડનાં જોખમો પણ સરકાર જાણતી હતી, આથી તેમની ધરપકડ ન કરાઈ.
કૂચ દરમ્યાન સેંકડો પોલીસોની હાજરી છતાં વિશાળ જનસમૂહની હાજરી, ગભરાટનું,
નામનિશાન પણ નહીં. આ લાંબી કૂચ દરમ્યાન ૫૬ સ્થાનો પર પ્રતીક સત્યાગ્રહો
થયા, જેમાં ૯૬ કાર્યકરો પકડાયા. સંઘર્ષની આ sd નવ જિલ્લાઓમાં નવું જોમ
આણ્યું. સંપૂર્ણ અહિંસક રીતે પાર પડેલ આ sar બદનામ કરવા અંતિમ દિવસે
પોલીસે પોતાનું પોત પ્રકાશ્યું. વલસાડના નાગરિકોને ઉશ્કેરવા માટે ફળિયામાં બેઠેલ
૧૪૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

Considering the interests of the people of Gujarat, the Morcha formed a shadow cabinet, which
Meeting from time to time and thinking about the issues of Gujarat suitable for the Governor
Sending his opinion for action.

1,000 Janasabhas in Gujarat as decided in the Morcha Convention
To fulfill the target Shri Babubhai used to go everywhere and address the meeting. He
Fearlessly awakened Ahalek. Now the Congressmen are clamoring to arrest him
were making

Vinod Kinariwala's Khambi Kantidin in Ahmedabad on 9th August
was going to celebrate, the government banned Mr. Babubhai and his companions there
51 activists were arrested, 46 of whom were DIRAL and five including Babubhai
Individuals were kept in Misaki. Jails were also filled with repeated arrests
gone The number of Sabarmati Jail swelled to such an extent that tents were erected to accommodate them
fell and some political prisoners had to live in tents.

Now to bring the news of the struggle to the people as the 'Sadhana' closes
In Gujarat also the need for a regular land survey arose; Hence forthwith
An underground paper named “Muktwani” was started. By the name of "Khabdar".
The author of this book also served as the editor of “Muktwani”. Now
"Muktwani" became the only basis for real news in Gujarat.

Janata Morcha to Dandi from August 15 to August 20
Struggle march was held. This long march of 670 km was led by Sardarputri Ms. Manibehan
Patel did. Join this march which started from Sardar Patel Bhavan in Ahmedabad
D.I.R. to colleagues. were caught under Ms. Manibehan's
The government was also aware of the dangers of arrest, so they were not arrested.
Despite the presence of hundreds of policemen during the march, the presence of large crowds, panic,
Not even a nomination. Symbolic satyagrahas at 56 places during this long march
Happened, in which 96 workers were caught. New vigor in these sd nine districts of struggle
brought On the last day to discredit this sar crossed completely non-violently
The police revealed themselves. Sitting on a plank to provoke the citizens of Valsad
146 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 162