Sangharsh ma Gujarat — Page 161

Original Gujarati OCR

થતી હતી. રાત્રે ને રાત્રે તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડયો. ઝીણાભાઈએ ધાર્યું
હોત તો પોતાની જાતને બચાવવા ઘણી માહિતી આપી શક્યા હોત પણ... ના...
ગરીબ ઘરના આ યુવાનમાં પણ ખુમારી હતી. લોકશાહી માટેની વેદના હતી અને
માટે જ તે અસહ્ય યાતનાઓ સહન કરતો રહ્યો. મહેસાણામાંથી શ્રી શંકરસિંહ
વાઘેલાના નાનાભાઈ કનુસિંહ વાઘેલા અને સંઘના બીજા એક કાર્યકર શ્રીકાંત
કાટદરેની ધરપકડ થઈ. ધરપકડ કરનાર પોલીસને ઇનામ આપવામાં આવ્યું. આ
બન્નેને રિમાન્ડ ઉપર લઈ ખૂબ જ માર મારવામાં આવ્યો. તેમની ધરપકડ પછી
શ્રીકાંતના નિવાસસ્થાનની ઝડતી લીધી. એક ડાયરી હાથ આવી, જેમાં કેટલીક
મીટિંગોની વિગતો, પકડાયેલાઓનાં સરનામાં વગેરે હતું. પણ “આ તો બધું જૂનું
છે” એવા સતત જવાબથી કશી કાર્યવાહી ન થઈ શકી. ડાયરી ૧૯૭૧ના વર્ષની
હતી - પણ વિગતો તાજી હતી! આવા અત્યાચારો વચ્ચે પણ સંઘના કાર્યકરો
હિંમતપૂર્વક જહેમત ઉઠાવી ૨૧ જૂનનો વિરોધ પ્રગટ કરીને જ જંપ્યા. ૨૬મી જૂને
ગુજરાતની જેલોમાં પણ ઉપવાસ અને જેલોમાં શહીદ થયેલાઓને શ્રદ્ધાંજલિ
આપવાના કાર્યક્રમો થયા.

મોરચાના વધતા જતા પ્રભાવ અને જનતાના નિર્ભીક વ્યવહારને દબાવવા
માટે ગુજરાતમાં દિલ્હીના કૉંગ્રેસીઓનાં ધાડાં એક 'પછી એક આવવા લાગ્યાં.
મોરચાના સફળ કાર્યક્રમોથી છંછેડાયેલી કેન્દ્ર સરકારે વધુ ધરપકડોનો હુકમ કર્યો.
૨૪મી જૂને શ્રી દરુની ધરપકડ સાથે ધરપકડના બીજા દોરનો પ્રારંભ થયો. જુલાઈના
બીજા સપ્તાહ સુધીમાં તો મિસાનો આંકડો ૫૦૦ સુધી પહોંચી ગયો. મિસાનો આ
બીજો હુમલો પ્રમાણમાં જોરદાર હતો. બીજી હરોળના પણ ઘણા કાર્યકરો પકડાઈ
ગયા હતા. ભૂગર્ભકાર્ય સાથે સંબંધમાં રહી અગત્યની ભૂમિકા ભજવી રહેલ અનેકો
અંદર ચાલ્યા ગયા હતા. એક અર્થમાં અમારે ભૂગર્ભવ્યવસ્થા નવેસરથી ગોઠવવી
પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. તેમ છતાંય આ હુમલો અમારે માટે જીવલેણ
નહોતો. રપ દિવસમાં તો અમે ફરી બેઠા થઈ ગયા. નવી સાજસજ્જા સાથેનું
ભૂગર્ભતંત્ર ફરીથી ગોઠવાઈ ગયું. આ દિવસોમાં ગુજરાતની ચેતનાને અખંડ જાગ્રત
WA “સાધના' ઉપર ભયાનક આફત ઊતરી આવી. કંપોઝિટરથી માંડી ટ્રસ્ટીઓ
સુધી કોઈને પણ બાકી ન રાખતાં બધાયને પકડવામાં આવ્યા.

સરકાર તોડવામાં મશગૂલ કોંગ્રેસીઓ ફરીથી સરકાર ન બનાવી શક્યા.
વણથંભ્યો સંઘર્ષ... પ્રતિકાર ૧૪૫

English translation

was happening He had to be hospitalized night after night. Jinabhai assumed
If he had he could have given a lot of information to save himself but... no...
This young man from a poor family also had leprosy. The agony for democracy was and
That is why he continued to endure unbearable torture. Shri Shankar Singh from Mehsana
Vaghela's younger brother Kanusingh Vaghela and Srikanth, another Sangh worker
Katdare was arrested. A reward was given to the arresting police. This
Both were remanded and beaten a lot. After his arrest
Ransacked Srikanth's residence. A diary came to hand, in which some
There were details of meetings, addresses of those arrested etc. But “this is all old
No action could be taken with the continuous reply. Diary of the year 1971
Was - but the details were fresh! Even in the midst of such atrocities, union workers
They fought bravely and died by protesting on June 21. On 26th June
Fasting in Gujarat jails and tributes to martyrs in jails
There were programs to give.

To suppress the growing influence of the Front and the fearless behavior of the masses
Therefore, raids of Congressmen from Delhi started coming one after another in Gujarat.
Fed up with the Morcha's successful programs, the central government ordered more arrests.
Another round of arrests began with the arrest of Mr. Daru on 24th June. of July
By the second week, Misa's figure reached 500. This of Misano
The second attack was relatively strong. Many activists from the second line were also caught
had gone Many played an important role in connection with underground work
had gone inside. In a sense we have to reorganize the underground system
The situation was created to fall. However, this attack is fatal for us
was not Within a few days we were seated again. Newly furnished
The geological system was rearranged. In these days the consciousness of Gujarat is constantly awake
A terrible calamity befell the WA “Sadhana.” From composers to trustees
All were captured leaving no one behind.

The Congressmen, busy in breaking the government, could not form the government again.
Unceasing Struggle... Resistance 145

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 161