Original Gujarati OCR
સરકાર પાસે કોઈ નક્કર પુરાવા નહોતા; છતાંય તેમને પોસ્ટર પહોંચતાં કરવાના
ગુનાસર પકડી ૧૫ દિવસના remand પર લેવામાં આવ્યા. એક ગુનેગારની જેમ
હાથકડી પહેરાવી, દોરડાં બાંધી તેમને લઈ જવાયા. રિમાન્ડ દરમ્યાન રાતદિવસ
માનસિક ત્રાસ આપવામાં આવ્યો. તેમની મારપીટ કરતાં તેમનાં ચશ્માં ભાંગી ગયાં.
કોઈ માહિતી ન મળતાં તેમના ભાઈને પણ પકડવામાં આવ્યા. ધંધુકાનો નવયુવાન...
નામ ઝીણાભાઈ, ક્યારેક સંઘ શાખા ઉપર જવાનું થયું હશે. સંઘનું ખાસ કંઈ જ્ઞાન
પણ નહીં. સંઘના કાર્યકરોને ઓળખે. ગરીબ પરિવારના આ ઝીણાભાઈને સંઘના
અમદાવાદ વિભાગપ્રચારક શ્રી અનંતરાવજી કાળે પ્રત્યે આદરની લાગણી, તેઓ
ભૂગર્ભમાં છે એમ જાણતાં જ મદદ કરવાની તત્પરતા વ્યક્ત કરી. ઝીણાભાઈને
છૂટક કામ અંગે અમદાવાદ આવવાનું થતું આથી તેમને સંદેશાની આપલેનું કામ
સોંપાયું. ઝીણાભાઈ ખૂબ ગૌરવ અને કાળજીથી આ કામ સંભાળતા. અચાનક એક
વાર માણેકચોકમાં લીંબુ વેચનાર સાથે બોલાચાલી થતાં પોલીસ આવી ... લઘરવઘર
કપડાંમાં સાવ સામાન્ય લાગતો ગરીબ પરિવારનો ઝીણાભાઈ પોલીસની
ખફામરજીનો ભોગ બન્યો. બજારમાં જ પોલીસે ધોલધપાટ કરી.. ગુંડો છે...
ખિસ્સાકાતરુ છે.... લોફર છે... વગેરે અનેક ઉપનામોથી નવાજી.... તેની પાસેની થેલી...
ખિસ્સાં વગેરે ફંફોસ્યું. કમનસીબે તેની પાસેથી As AA અને “મુક્તવાણી'ના થોડાક
અંક પકડાયા. બસ, પછી તો પોલીસો ગેલમાં આવી ગયા. પોલીસથાણે પૂછપરછ
માટે લઈ ગયા. ઝીણાભાઈનો એક જઃ જવાબ... બસમાંથી એક કાગળની કોથળી
જડી હતી... તેમાં પાંચ રૂપિયાની નોટ હતી એટલે મેં લઇ લીધી... બાકી આ બધું
શું છે તેની મને ખબર નથી... હું ભણેલો નથી. પણ, પોલીસ માને તો ને? કશું.
જ જાણવા ન મળતાં પોલીસે third degree treatment શરૂ કરી. ખૂબ જ માર
મારવામાં આવ્યો. મારતાં મારતાં પોલીસો પણ થાકી ગયા, પણ ઝીણાભાઈ ન ડગ્યો
તે ન જ ડગ્યો. ઝીણાભાઈની સહનશક્તિ પણ ગજબની. પોલીસને પણ હવે તેઓ
નિર્દોષ હશે એમ માનવાની ફરજ પડી. મોડી રાત્રે તેને છોડી દીધો. શારીરિક
અત્યાચારોથી ઝીણાભાઈ લગભગ બેહોશ જ થઈ ગયો હતો. પણ ધંધુકામાં આ
બધી વાત પહોંચાડવી જોઈએ એ ઇરાદાથી શરીર અને મનને મજબૂત બનાવી રાત્રે
ને રાત્રે ટ્રકમાં ધંધુકા પહોંચ્યો. બધી વાત કરી... જાણે ઝીણાભાઇનું કર્તવ્ય પૂરું થયું
હશે એમ વાત પૂરી થતાં તે નંખાઈ ગયો.. બેહોશ થઈ ગયો. શરીરમાં અસહ્ય પીડા
૧૪૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
The government had no concrete evidence; However, the poster should be delivered to them
Arrested for crime and taken on 15 days remand. Like a criminal
Handcuffed, roped and taken away. Day and night during remand
Mentally tortured. His glasses were broken during the beating.
His brother was also arrested without any information. Young businessman...
Name Jhinabhai, may have gone up to the Sangh branch sometime. Special knowledge of Sangha
but not Identify union workers. This younger brother from a poor family belongs to the Sangh
Ahmedabad Division Pracharak Mr. Anantaravji Feeling respect for Kale, he
Knowing that he is underground, he expressed his willingness to help. with a smile
He used to come to Ahmedabad for retail work, hence the task of exchanging messages with him
handed over Jinabhai handled this work with great pride and care. suddenly one
After a fight with a lemon seller in Var Manekchowk, the police came ... Lagharvaghar
A policeman's younger brother from a poor family who looked normal in clothes
became a victim of greed. The police raided the market itself.. there are thugs...
Is a pickpocket....is a loafer...etc.
Pockets etc. flapped. Unfortunately a few As AA and “Muktwani” from him
Digit caught. Well, then the police came to the jail. Interrogation at the police station
took to Jinabhai's only answer: a paper bag from the bus
It was thick... it had a five rupee note so I took it... everything else
I don't know what it is... I'm not educated. But, the police believe it, right? nothing
Unable to find out, the police started third degree treatment. very beaten
was killed Even the policemen got tired after beating, but Jinabhai did not budge
He didn't even flinch. Jhinabhai's stamina was also strong. Even the police now they
Forced to believe that he would be innocent. Left him late at night. physical
Jinabhai almost fainted from the atrocities. But this in business
Strengthen body and mind at night with the intention that everything should be delivered
Dhanduka arrived in the truck at night. After all the talk... as if Jinabhai's duty is over
After finishing the talk, he collapsed.. Fainted. Unbearable pain in the body
144 Gujarat in conflict