Sangharsh ma Gujarat — Page 158

Original Gujarati OCR

બેવડી જવાબદારી સંભાળી રહ્યાં હતાં. તેમના પતિ શ્રી સૂર્યકાંતભાઈને પહેલેથી જ
મિસામાં પકડી લેવાયા હતા... આથી તેમને બધા મોરચે કામ સંભાળવું પડતું.

૧૬મીએ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટાયેલ ગુજરાતના
બધા જ સભ્યોનું એક સંમેલન શ્રી બાબુભાઈની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ
સંમેલનમાં શ્રી બાબુભાઇએ સ્પષ્ટ વાત કરી કે સ્થાનિક સ્વરાજ્યની આ કે તે સંસ્થા
ઉપર આપણો કબજો રહે યા નહિ તે અગત્યનું નથી; પરંતુ ન્યાય અને નીતિમત્તાનાં
ધોરણો ટકી રહે તે આપણે હંમેશાં જોતા રહેવાનું છે, કારણ કે ખરેખર તો તે જ
મહત્ત્વપૂર્ણ બાબત છે.

કટોકટીનું ૧ વર્ષ પૂર્ણ થતું હોઈ ૨૬મી જૂને “ગુજરાત જનતા મોરચા'નું એક
વિશાળ સંમેલન અમદાવાદમાં કટોકટી વિરુદ્ધ લડવાની તેની શક્તિનાં દર્શન કરાવી
ગયું. આ સમેલનમાંથી ઊભો થનાર જનજાગૃતિનો સંદેશ ગુજરાતને ચૂપ નહીં રહેવા
દે એ ભયથી સત્તાધીશો તેને નિષ્ફળ બનાવવા મેદાને પડ્યા. પોલીસવાનોએ શેરીએ.
શેરીએ ફરી સરઘસ પર પ્રતિબંધ જાહેર કર્યો, અખબારોને સંમેલન અંગેના સમાચાર
છાપવા માટે મનાઈ ફરમાવવામાં આવી, શહેરની પોળોમાં લખાતાં બ્લૅકબોર્ડ પાસે
સરકારી સંત્રી ગોઠવાઈ ગયા અને છતાંય ગુજરાતનાં ગામેગામથી ફના થવાનું પણ
લઈ બેઠેલા કાર્યકરોનાં ટોળેટોળાં અમદાવાદમાં સરદાર કોંગ્રેસ ભવનના પટાંગણમાં
ઊતરી પડ્યાં હતાં. બહાર ખૂંખાર પોલીસ બંદોબસ્ત હતો - જાણે મોટો જંગ જીતવા
નીકળ્યા ન હોય!

આ સંમેલનમાં શ્રી કૃપાલાણીજી, મહેન્દર કૌર અને તરતમાં જ જેલમાંથી છૂટેલ
શ્રી અશોક મહેતા પણ આવી પહોંચ્યાં. આ ઉપરાંત આ વિશાળ સંમેલનને શ્રી
બાબુભાઈ પટેલ, શ્રી આર. કે. અમીન, શ્રી મનુભાઈ પટેલ અને શ્રી બ્રહ્મકુમાર ભટ્ટ
વગેરેએ સંબોધ્યું હતું.

સંમેલનને અંતે માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈના નેતૃત્વમાં જનતા મોરચાના
ધારાસભ્યો, સંસદસભ્યો તથા ગુજરાત મોરચાની પ્રાંતિક કારોબારીના સભ્યો
સરઘસાકારે રાજભવન જવા નીકળ્યા. વચ્ચે જ તેમને અટકાવવામાં આવ્યા. હજારો
નાગરિકોના જયનાદો વચ્ચે ૬૧૨ નેતાઓએ ધરપકડ વહોરી લીધી.

આ કાર્યક્રમની સફળતા માટે ભૂગર્ભસંપર્ક કેન્દ્રો દ્રારા ગામડે ગામડે સમાચારો
પહોંચી ગયા હતા... ઉપરાંત પ્રાંતભરમાં કટોકટી અને તાનાશાહી વિરુદ્ધ પોસ્ટર્સ
૧૪૨ સંઘર્ષમાં ગુજરાત

English translation

He was handling dual responsibility. Already to her husband Mr. Suryakantbhai
were caught in misa... so he had to handle the work on all fronts.

Gujarat elected in the local self-government elections in Ahmedabad on 16th
A meeting of all the members was held under the chairmanship of Mr. Babubhai. This
Shri Babubhai clearly spoke in the convention that this or that institution of local self-government
It is not important whether we possess it or not; But of justice and righteousness
We always have to see to it that standards endure, because indeed they do
It is important.

One of the "Gujarat Janata Morcha" on 26th June marks the 1st year of emergency
A massive convention in Ahmedabad demonstrated its power to fight the crisis
gone The message of public awareness that will arise from this convention is that Gujarat will not remain silent
Fearing this, the authorities rushed to thwart it. Policemen on the street.
The street again banned the procession, news about the convention to the newspapers
Forbidden to print, near blackboards written in city squares
Government sentries were set up and even though Gujarat was being destroyed from village to village
Crowds of sit-in activists in Patangan of Sardar Congress Bhawan in Ahmedabad
had come down. There was a heavy police presence outside - as if to win a big battle
Have not left!

In this convention Shri Kripalaniji, Mahender Kaur and immediately released from jail
Shri Ashok Mehta also arrived. In addition to this huge convention, Shri
Babubhai Patel, Shri R. K. Amin, Mr. Manubhai Patel and Mr. Brahmakumar Bhatt
etc. addressed.

At the end of the convention, Janata Morchana led by former Chief Minister Mr. Babubhai
MLAs, Members of Parliament and members of the Provincial Executive of the Gujarat Front
The procession left for the Raj Bhavan. He was stopped in between. thousands
612 leaders were arrested in the midst of citizens' protests.

village to village news through underground contact centers for the success of this programme
had reached... Also posters against emergency and dictatorship across the province
142 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 158