Sangharsh ma Gujarat — Page 155

Original Gujarati OCR

કર્યો... આથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં
આવ્યા.

સિવિલમાં પણ એ જ દશા. ત્યાં કૉફેપોસા નીચે આવેલ તંદુરસ્ત દાણચોરોને
બાદશાહી સારવાર મળતી અને મિસા હેઠળ આવેલ આ રાજકીય કાર્યકર મૃત્યુની
પથારીએ પડ્યો હતો ત્યાં સુધી કમળાના રોગની જરૂરી દવાઓ પણ આપવામાં
આવી નહીં. કમળા માટે ખરીદાયેલ ખાસ ઇન્જેક્શનો પણ તેમને અપાયાં નહોતાં,
આવશ્યક ગ્લુકોઝ સૅલાઈન પણ આપવામાં આવ્યું નહોતું.

ગંભીર માંદગીના બિછાને પડેલા સ્વાતંત્ર્યસેનાની બ્રિટિશ સલ્તનત સામેની
લડત કરતાં વધારે વ્યાકુળતા આ વખતે અનુભવતા હતા. આથીયે વધુ દુઃખ એ
વાતનું છે કે માંદગીના બિછાનેથી મૃત્યુ પહેલાં તેમણે તેમનાં પત્ની શ્રીમતી
સુશીલાબહેનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી; પરંતુ કોઈ કહેતાં કોઈએ એ તરફ
ધ્યાન આપ્યું નહીં. માનવતાથી પ્રેરાઈ છેવટે એક બીમાર રાજકીય કેદીએ જેલમાં
સુરતના અટકાયતી ધારાસભ્ય શ્રી કાશીરામ રાણાને પત્ર લખ્યો. આ પત્ર પણ જેલમાં
ક્યાંક દબાઈ ગયો, જે ભટ્ટકાકાના મૃત્યુ પછી જ શ્રી રાણા સુધી પહોંઓ. અનેક
માનસિક વેદનાઓ વચ્ચે ભટ્ટકાકાએ આખરે ૧૩મી એપ્રિલે સંઘર્ષનો ભાર
સાથીઓના ખભે મૂકી આ દુનિયામાંથી વિદાય લીધી.

શ્રી ભેરુમલ ગેહાણી જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામના એક નાનકડા સિંધી
વ્યાપારી. ભારત દેશના ભાગલા પછી પોતાની જન્મભૂમિ સિંધ છોડીને મા ભારતીની
ગોદમાં જ જીવન વિતાવવાની અમર આશાથી નિર્વાસિત બની ગુજરાતને આંગણે
આવ્યા અને બાંટવા જેવડા નાનકડા ગામમાં સ્થિર થયા. નાનપણથી જ સંઘના સક્રિય
કાર્યકર પ્રેમાળહૃદયી શ્રી ગેહાણી પરિશ્રમ કરવામાં પણ એવા જ કઠોર, પડછંદ
શરીર, માથે ટૂંકા વાળ, ભરાવદાર અણિયાળી મૂછો, પ્રભાવી વ્યક્તિત્વ. ૧૦મી
જુલાઈની રાત્રીના ૪ વાગ્યે “તમારું અગત્યનું કામ છે' તેમ કહી પોલીસસ્ટેશને લઈ
જવામાં આવ્યા. ભેરુમલજી પ્રથમથી જ ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દી તો હતા
જ. આવી બીમાર અવસ્થામાં તેઓ થાણે પહોંચ્યા. ત્યાં તેમને Rau નીચે ધરપકડ
કરવામાં આવ્યાના સમાચાર આપવામાં આવ્યા. તેમનો ગુનો એક જ હતો કે તેઓ
સંઘ પરના પ્રતિબંધ પૂર્વે બાંટવામાં સંઘના નગર - કાર્યવાહ તરીકે કામ કરતા હતા.
પોલીસથાણેથી જ તેમને જૂનાગઢ મોકલી આપવામાં આવ્યા.
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૩૯

English translation

Done... Hence sending him to Civil Hospital Ahmedabad for further treatment
came

Same situation in civil too. To the healthy smugglers down there at Coffeeposa
The death of this political activist who received imperial treatment and was under MISA
Also given the necessary medicines for jaundice till he was lying in bed
did not come Special injections bought for jaundice were also not given to him.
The essential glucose saline was also not administered.

Against the British Sultanate of the Freedom Army, which was on the bed of serious illness
This time he was feeling more anxious than fighting. This is more sad
It is to be noted that before his death due to illness, his wife Smt
Wished to meet Sushilabehan; But someone says that
Didn't pay attention. Humanely motivated, finally a sick political prisoner in prison
Wrote a letter to the detained MLA of Surat Mr. Kashiram Rana. This letter also in prison
Somewhere suppressed, which reached Sri Rana only after Bhattakaka's death. Many
Amidst mental agony, Bhattaka finally gave up the struggle on 13th April
Leaving this world on the shoulders of friends.

Mr. Bherumal Gehani a small Sindhi from Bantwa village in Junagadh district
Commercial. Mother Bharti left her native Sindh after the partition of India
With the immortal hope of spending life in the womb, she became an exile in Gujarat
Came and settled in a small village like Bantwa. Active in the Sangh since childhood
Mr. Gehani, a worker with a loving heart, is also tough in hard work
Body, short hair on head, full bushy moustache, imposing personality. 10th
At 4 o'clock in the night of July, "You have important work" to the police station
were sent Bherumalji was a patient of diabetes and blood pressure from the beginning
J. He reached Thane in such a sick condition. There arrested them under Rau
The news was given. Their crime was the same that they
Before the ban on union, Bantwa was functioning as a union town - Karyavah.
He was sent to Junagadh from the police station itself.
Muktiatra behind bars 139

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 155