Sangharsh ma Gujarat — Page 150

Original Gujarati OCR

મોકલવી વગેરે અનેક કાર્યક્રમો થતા જ.
દિ. ww જૂન ૧૯૭૧૬ને દિવસે કટોકટીને એક વર્ષ પૂરું થતું હતું. જે સમયે
કટોકટીનો નિર્ણય લેવાયો હતો તે જ સમયે wl તારીખની મધ્યરાત્રીએ કટોકટીનો
નૈતિક વિરોધ પ્રગટ કરવાનો કાર્યક્રમ નક્કી થયો. બરાબર ૧૨ના ટકોરે મધ્યરાત્રીએ
ગુજરાતની બધી જ જેલો એકસાથે કટોકટી વિરુદ્ધના સૂત્રોથી ગાજી ઊઠી! જેલ
અધિકારીઓ તો ગભરાઈ જ ગયા. તરત જ બંદોબસ્ત કડક બનાવી દેવામાં આવ્યો.
આવી વિકટ પરિસ્થિતિમાં પણ ઘણા મિત્રો જેલમાં પણ તેમના વિનોદી
સ્વભાવથી વાતાવરણ ઘણું હળવું બનાવી મૂકતા હતા. સાબરમતી જેલના તખુભાની
વાતો તો બહાર અમારા સુધી પહોંચતી ત્યારે પણ હાસ્યની છોળો ઉડાડી જતી.
એક વાર પોતે જ્યોતિષી હોવાનો દાવો કરતા મિત્રે કેટલીક ચિઠ્ઠીઓ તૈયાર કરી.
તેમાં કોણ ક્યારે છૂટશે તેની માહિતી હતી. બધાએ એક પછી As AA ઉપાડીને
વાંચવાની હતી. જેમને જે તારીખ આવે ત્યારે તે છૂટશે એવો તેમનો અભિપ્રાય હતો.
કમનસીબે એક મિત્રને જૂન '૭૮માં છૂટવાની તારીખ આવી. તેમના તો બિચારાના
હોશકોશ ઊડી ગયા. પાછળથી ખબર પડી કે પેલા જ્યોતિષી ભાઈની આ તો માત્ર
મજાક જ હતી.
એક વાર એક મિત્રે સવારે સ્નાન કરતી વખતે જેલના જમાદાર સાંભળે તે
રીતે આગલી રાતે તેમને આવેલ સ્વપ્નની વાત કહેવા માંડી. જાણે હજારો માણસો
જેલ તોડવા આવતા હતા... જેલ તૂટી... જોરદાર રમખાણ થયું... બધા જ નાસી છૂટયા.
આ પ્રકારની તેમની વાતચીતથી જેલ અધિકારીએ તેમને તેડાવ્યા. બસ, પૂછપરછ
શરૂ થઈ... જેલ તોડવા કોણ આવવાનું છે? કેટલા લોકો? કોણ કોણ આવશે ? ક્યારે
આવશે? આ માહિતી ક્યાંથી આવી? આમ પ્રશ્નો જ પ્રશ્નો, પણ જવાબ માત્ર એટલો :
“આ તો સ્વખ્ું od”... સ્વપ્નની વાત હોવા છતાં જેલ-અધિકારીઓએ સાવચેતીનાં
પગલાં શરૂ કર્યા... ઠેરઠેર સંત્રીઓ વધારી દીધા...સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી
દીધો.
આમ સરકાર સ્વપ્નની વાતોથી પણ ડરી જતી.
અત્યાચારો
ભારતની બીજી જેલોની જેમ કેદીઓ ઉપર લાઠીચાર્જ ભલે ન થયા હોય,
૧૩૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Sending etc. when many programs are done.
D. ww June 19716 marked one year of emergency. At which time
Emergency at midnight on wl date at the same time emergency was decided
A program of moral protest was decided. Exactly at 12 midnight
All the jails of Gujarat were filled with anti-crisis slogans! Jail
The officials were scared. The arrangement was immediately tightened.
Even in such a dire situation, many friends are his wit even in jail
By nature, the atmosphere was made very mild. Takhubhani of Sabarmati Jail
Even when the talk reached us outside, there would be bursts of laughter.
Once a friend who claimed to be an astrologer prepared some chits.
It contained information about who would be released when. All picking up As AA one by one
Had to read. He was of the opinion that he will be released when the date comes.
Unfortunately a friend got a release date in June '78. Poor them
Hoshkosh flew away. Later it came to know that this is only that of the astrologer brother
It was a joke.
Once a friend heard the Jail Jamadar while taking his bath in the morning
He started talking about the dream he had the night before. Like thousands of people
They were coming to break the jail... The jail was broken... There was a huge riot... All escaped.
The prison officer scolded him for this kind of conversation. That's it, inquiry
Began... Who is coming to break the prison? how many people Who will come? when
will come Where did this information come from? So the questions are the questions, but the answer is only this:
"This is a dream"... Despite the dream, the prison authorities took precautions
Initiated measures... Increased sentries everywhere... Strict security arrangements were made
gave
Thus the government was afraid even of the dream talk.
Atrocities
Even though the prisoners were not lathi-charged like in other jails in India,
134 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 150