Original Gujarati OCR
કાર્યક્રમોના સ્વરૂપ પણ વિવિધ રહેતાં. ઉત્સાહપૂર્વકની રમતો, રમતો ન રમી
શકનારાઓનો સતત બેત્રણ કલાક ચાલવાનો કાર્યક્રમ, વ્યક્તિગત રીતે
શરીરવિકાસમાં રસ ધરાવનારાઓના આસનો, યોગ વગેરેના એકધારા પ્રયાસો,
અવારનવાર રમતગમતની સ્પર્ધાઓ-ક્યારેક એક વોર્ડના રાજકીય કેદીઓ બીજા
વોર્ડના રાજકીય કેદીઓ સાથે તો ક્યારેક રાજકીય કેદીઓ વિરુદ્ધ સજા પામેલ
ગુનેગાર કેદીઓ વચ્ચે યોજાતી.
આધ્યાત્મિક ઉન્નતિમાં રસ ધરાવતા અનેક મિત્રો પૂજા, પાઠ અને ધ્યાનમાં
સમય ગાળતા. સાબરમતી જેલમાં શ્રી દિલાવરસિંહજી રાણા દ્રારા ચાલતા ગીતા,
WHAM અને મહાભારતના સામૂહિક પાઠો તો કેટલાક સાથીઓની જપ, જાપની
કઠોર તપશ્ચર્યા જેલના વાતાવરણને સૂક્ષ્મતા તરફ દોરી જતી.
જેલના વાતાવરણને હર્યુભર્યું રાખવા માટે અનેકવિધ હળવા કાર્યક્રમો તો ખરા
જ. ગીતોની મહેફ્લિમાં હૃદયસ્પર્શી ગીતોથી માંડી જુસ્સાદાર દેશભક્તિનાં ગગનભેદી
ગીતો, શ્રી બ્રહ્મકુમાર ભટ્ટનો ખૂબ જ લોકપ્રિય બનેલ શાસ્ત્રીય સંગીતનો જલસો,
તો ભક્તિરસથી સભર ભક્તિગીતોની રમઝટ જામતી.
આપણે ત્યાં તો વાર-તહેવાર પણ ક્યાં શોધવા જવા પડે છે? જેલમાં ગમે
ત્યાંથી પણ આવા પ્રસંગો શોધી કાઢતા. સાથીઓના જન્મદિન, નેતાઓના જન્મદિન,
ઈતિહાસની વિશાળ તવારીખો, એતિહાસિક મહાપુરુષોના જીવનસંબંધિત વિશેષ
દિવસો વગેરેની એક લાંબી યાદી તૈયાર કરી તદ્અનુસાર અનેકવિધ ચર્ચાના કાર્યક્રમો
ગોઠવાતા. ક્યારેક વ્યક્તિગત જીવનના વિશેષ પ્રસંગો કહેવાના કાર્યક્રમો અનેકો માટે
પ્રેરણાદાયક બની રહેતા.
જુદી જુદી વિચારધારા ધરાવનાર સૌ અહીં એકત્ર આવેલ હોવાથી એકબીજાના
દષ્ટિકોણ સમજવાના સામૂહિક પ્રયાસો પણ થતા. દરેક પક્ષની કોઈ ને કોઈ વ્યક્તિ
આ ભૂમિકા સમજાવવાનો પ્રયત્ન કરતી. સામેથી પ્રશ્રોત્તરી તો ખરી જ. મુક્તચર્ચા
દ્વારા એકબીજા અંગેના અનેક પૂર્વગ્રહો દૂર થયા, સમાન વૈચારિક તત્ત્વો સાથે નજદીક
આવવાનું પણ સરળ બન્યું.
જેલજીવનમાં કશુંય કૃત્રિમ લાંબો સમય ચાલી શકે જ નહીં. જેલ તો એક્સ-
ર્ મશીન જેવી છે. થોડાક જ સમયમાં વ્યક્તિ તેના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા
વગર રહી શકે જ નહીં. જેલમાં નાની વ્યક્તિઓની મોટાઈ અને મોટી વ્યક્તિઓની
૧૩૦ સંઘર્ષમાં ગુજરાત
English translation
The format of the programs also varied. Exciting games, not playing games
A continuous two-hour program of the able-bodied, individually
Asanas, yoga, etc., of those interested in physical development,
Frequent sports competitions—sometimes political prisoners from one ward against another
Ward with political prisoners and sometimes against political prisoners
Conducted among criminal prisoners.
Many friends interested in spiritual advancement worship, recite and meditate
spending time Gita walking by Sri Dilawarsinhji Rana in Sabarmati Jail,
Collective recitations of WHAM and Mahabharata, chanting and chanting by some colleagues
Rigorous penance led to subtlety in the prison environment.
There are many light programs to keep the environment of the prison green
J. From soulful songs to soulful patriotism at the song festival
Songs, Sri Brahmakumar Bhatt's very popular classical music concert,
So the hum of devotional songs would be heard.
Where do we have to go to find the festival every now and then? Like in jail
From there also such events were found. Birthdays of friends, birthdays of leaders,
Huge chronicles of history, special biographies of historical figures
Prepared a long list of days etc. and accordingly various discussion programs
arranged. Sometimes programs to tell special events of personal life for many
Be inspiring.
Since all those with different ideologies are gathered here, each other
There would also be collective efforts to understand the vision. Someone from every party
Trying to explain this role. The motivation from the front is true. free speech
By overcoming many prejudices about each other, close to the same ideological elements
It also became easier to come.
Nothing artificial can last long in prison life. Jail is ex-
It is like a machine. Within a short time the person appeared in his true form
Can't live without. The size of the minors and the majors in prison
130 Gujarat in conflict