Original Gujarati OCR
પૂરી કરવા માટે પણ જેલ અધિકારીઓ તૈયાર નહીં. એટલે એ મેળવવા માટે પણ
“ભૂખ હડતાલ' પર ઊતરી જવાનો વારો ગુજરાતની લગભગ બધી જેલોમાં આવ્યો.
પકડાયેલ સૌ રાજકીય કાર્યકરોને તેમના સ્થાનથી દૂર રાખવાની દષ્ટિથી
અમદાવાદમાંથી પકડાયેલ સૌને વડોદરા, ભાવનગર, રાજકોટ અને ભુજની જેલોમાં
વહેંચી દેવામાં આવ્યા હતા. રાજકોટના સૌને સાબરમતીમાં અને મહેસાણા જિલ્લાના
થોડાક પાલનપુર અને બાકીના મહેસાણા જેલમાં... સુરતના બધા સાબરમતીમાં અને
પંચમહાલ, ભરૂચ તથા વલસાડ જિલ્લાના કેદીઓને વડોદરા જેલમાં રાખવામાં
આવ્યા હતા.
શરૂઆતથી જ જેલોમાં એક વ્યવસ્થા ગોઠવાઈ જાય તો જેલજીવનના સમયનો
વધુમાં વધુ સદુપયોગ થાય એવું પ્રયત્નપૂર્વક થયું. સાબરમતી જેલમાં રાજકોટના
શ્રી પ્રવીણભાઈ મણિયાર, વડોદરા જેલમાં રાજકોટના શ્રી ચીમનભાઈ શુક્લ,
ભાવનગર જેલમાં શરૂઆતથી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને પાછળથી ભૂગર્ભવાસી
શ્રી શંકરસિંહ વાઘેલાની ધરપકડ થતાં તેઓ... ભુજ જેલમાં, શ્રી સૂર્યકાંત આચાર્ય...
રાજકોટ જેલમાં તો ડૉ. આર. કે. શાહ શરૂઆતમાં એકલા જ હતા, પાછળથી સંખ્યા
વધતાં શ્રી મંગલસેન ચોપરા, મહેસાણા સબજેલમાં શ્રી બાલક્રિશ્ર શુક્લ, પાલનપુર
જેલમાં ડીસાના શ્રી હરિભાઈ પ્રજાપતિ વગેરે ઈન્ચાર્જ તરીકે નક્કી થયા. કાર્યક્રમોનું
આયોજન, જેલ ઓથોરિટી સાથે વાતચીત, જેલ બહારના ભૂગર્ભકાર્યકરો સાથે સંબંધો
જાળવી રાખવાની યોજના, જેલમાંથી બધા જ સમાચારો બહાર જાય અને બહારના
સમાચારો અંદર આવે તે માટે આ સૌ પ્રમુખ વ્યક્તિઓની જવાબદારી રહેતી. જેલમાં
રાજકીય કેદીઓ અનેક કાર્યક્રમો દ્વારા વ્યસ્ત રહેવા ઉપરાંત જેલ ઓથોરિટી સાથે
સંઘર્ષ એ પણ શરૂઆતમાં નિત્યક્રમ બની ગયો હતો. અનેક નાનીમોટી કાયદેસરની
માગણીઓ માટે સંઘર્ષ કરવો પડતો.
જેલમાં સંઘના સ્વયંસેવકોની સંખ્યા ઘણી વધારે હતી... આથી બધા જ
કાર્યક્રમોમાં તેમનો ફાળો પણ સવિશેષ હતો. અંદર રહ્યે રહ્યે પણ સંઘર્ષની ચેતનવંત
ભૂમિકા જાળવી રાખવી એ પણ અગત્યની વાત હતી. એક રીતે આ જે.ટી.સી. Gail
Training Camp) હતો. આ માટે અવારનવાર અનેકવિધ વિષયો ઉપર ચર્ચાના
કાર્યક્રમો થતા હતા. સવારે ૫.૩૦ વાગે પ્રાતઃસ્મરણથી પ્રારંભ થતા કાર્યક્રમો રાત્રે
૧૦.૩૦ વાગ્યા સુધી એક પછી એક ઉત્સાહપૂર્વક ચાલ્યે જ જતા હતા. આ
સળિયા પાછળની મુક્તિયાત્રા ૧૨૯
English translation
Jail officials are not ready to finish. So to get that too
It was the turn of almost all the jails of Gujarat to go on "hunger strike".
With a view to keeping all arrested political activists away from their posts
All those arrested from Ahmedabad are in jails in Vadodara, Bhavnagar, Rajkot and Bhuj
were distributed. All of Rajkot in Sabarmati and Mehsana district
A few in Palanpur and rest in Mehsana Jail... All in Sabarmati in Surat and
Prisoners from Panchmahal, Bharuch and Valsad districts kept in Vadodara Jail
had come
If a system is set up in the prisons from the beginning, the time of prison life
Efforts were made to make maximum use of it. Rajkot in Sabarmati Jail
Shri Pravinbhai Maniyar, Shri Chimanbhai Shukla of Rajkot in Vadodara Jail,
Shri Vishnubhai Pandya was initially in Bhavnagar Jail and later underground
After the arrest of Mr. Shankarsinh Vaghela, he... in Bhuj Jail, Mr. Suryakant Acharya...
In Rajkot Jail, Dr. R. K. Shah was alone at first, later in numbers
Mr. Mangalsen Chopra, Mr. Balkrish Shukla in Mehsana Subjail, Palanpur
Shri Haribhai Prajapati etc. of Disa were appointed as in-charges in the jail. of programs
Planning, communication with prison authorities, relations with underground workers outside the prison
Plan to retain, all news from the jail and outside
It was the responsibility of all these important persons to get the news in. in prison
Political prisoners are engaged through several programs besides with the prison authorities
Struggle also became a routine in the beginning. Many minor legal ones
Had to struggle for demands.
The Confederate volunteers in the prison were outnumbered... so all of them
His contribution to the programs was also special. Conscious of the struggle while remaining within
Maintaining the role was also important. In a way this J.T.C. Gail
Training Camp) was. For this, we often discuss various topics
Programs were held. Programs at night starting with Prathassamran at 5.30 am
Until 10.30 am, one after another they were walking enthusiastically. This
Muktiatra behind bars 129