Sangharsh ma Gujarat — Page 140

Original Gujarati OCR

બીજી તરફ ગુજરાતનાં તેમ જ દેશભરનાં બધાં જ ભૂગર્ભકેન્દ્રોને અમદાવાદનો
સંપર્ક કાપી નાખવાની સૂચના આપવાના કામમાં અમે પ્રવૃત્ત થયા. સરકાર હવે
આગળ વધારે પગેરું ન શોધી શકે તે માટે લગભગ એક અઠવાડિયા સુધી ગુજરાતમાં
આવતા બધા જ બહારના સંદેશા બંધ થઈ ગયા. લગભગ એક જ સપ્તાહમાં નવી
પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભૂગર્ભસંપર્ક ફરીથી ગોઠવી દેવાયા.

આ ઓછું હોય તેમ બીજી જ મધ્યરાત્રિએ અમારા એક અગત્યના સ્થાન
પર પણ પોલીસનાં ધાડાં ઊતરી આવ્યાં. અર્ધી રાત્રે ઘરની ઝડતી લેવામાં આવી.
સદ્ભાગ્યે કોઈ પણ કાર્યકર્તા ત્યાંથી ન પકડાયા; પરંતુ ઘરમાંથી કટોકટી વિરુદ્ધની
એક પુસ્તિકાનું બંડલ પોલીસને હાથ લાગ્યું. ઘરમાલિક શ્રી ગોવિંદરાવ તાંબેની
ધરપકડ કરવામાં આવી. બીજી બાજુ સંદેશા અંગેના કેટલાક અગત્યના પત્રો શ્રીમતી
વિજુબહેન તાંબે પાસે હતા. તે તેમણે ૫૦ પોલીસની આંખમાં ધૂળ નાખી વગે કરી
દીધા હતા. આમ તેમણે અમારી ઘણી મોટી ચિંતા હળવી કરી નાખી હતી. શ્રી તાંબેની
ખૂબ જ પૂછપરછ કરવામાં આવી. પ્રશ્નો પણ એક જ ધારા... ભૂગર્ભ કાર્યકરોની
માહિતી અને આ પુસ્તકો ક્યાંથી આવ્યાં? અમારી તરફથી પણ એક લાઈન નક્કી
કરી દેવામાં આવી હતી કે ખૂબ પૂછપરછ થાય તો “સ્વ. શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકર
તેમના સ્વર્ગવાસ પહેલાં આ સાહિત્ય આપી ગયા હતા' એમ કહેવું અથવા જેઓ
મિસામાં પકડાઈ ગયા છે તેવાનાં નામ આપી દેવાં, જેથી નવા પ્રશ્નો ઊભા જ ન
થાય. બધા પાસેથી એકધારા જવાબો સાંભળીને પોલીસ અધિકારીઓ પણ અકળાઈ
ઊઠતા હતા!

“કટોકટી' પુસ્તિકા છાપનાર પ્રેસને શોધવા માટે સરકાર આતુર હતી. શ્રી
dA પાસેથી પકડાયેલ બંડલ ઉપર બાંધવા માટે ઝીલ ટ્રેડર્સની બિલબુકોનાં રફ
પેપર્સ વપરાયાં હતાં... આથી પોલીસે રિલીફ રોડ ઉપરના “ઝીલ ટ્રેડર્સ' પર રેડ
પાડી. ત્યાંથી કંઈ ન મળ્યું, પણ “ઝીલ ટ્રેડર્સ' Rags જ્યાં oud છે તે પ્રેસની
ઝડતી લેવાનું નક્કી થયું. ઝીલ ટ્રેડર્સની બિલબુકો “સાધના પ્રકાશન મુદ્રણાલય'માં
છપાતી હતી... આથી ફરી પોલીસનો sisal “સાધના પ્રકાશન મુદ્રણાલય' પર ઊતરી
આવ્યો, પણ કાંઈ જ હાથમાં ન આવ્યું. ચારેતરફ્થી ધરપકડોના સમાચારો આવતા
ગયા. ધરપકડો પણ આડેધડ થતી હતી. જૂનાગઢના જનસંઘી આગેવાન શ્રી :
નારસિંહભાઈ પઢિયારની ધરપકડ કરીને સંતોષ ન માનનાર સરકારે તેમના ૧૬
૧૨૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

On the other hand, all underground centers of Gujarat as well as across the country of Ahmedabad
We have been active in giving notice of termination of contact. Government now
In Gujarat for about a week without finding much trail ahead
All incoming external messages are stopped. New in about a week
Considering the situation, underground links were re-arranged.

At least this is another important place in the middle of the night
Police raids were also carried out. The house was ransacked at midnight.
Thankfully none of the activists were caught; But against the crisis from home
A bundle of booklets was found by the police. Homeowner Mr. Govinda Rao Tambeni
was arrested. On the other hand some important letters regarding the message Smt
Vijubehan was with Tambe. He did it like dust in the eyes of 50 policemen
had given Thus he eased our great anxiety. Mr. Tambeni
A lot of inquiries were made. Questions also same thread... of underground workers
Where did the information and these books come from? A line has been decided from our side as well
It was done that if much inquiry is made, “Sr. Vasantbhai Gajendragadkar
These literatures were given before his death' or those who
Give the names of those who have been caught in the misa, so that new questions do not arise
happen Even the police officers were stunned after hearing the same answers from everyone
Getting up!

The government was eager to find a press that would print the “Emergency” booklet. Mr
Roughs of bills of Zeal Traders to tie over bundles caught from dA
Papers were used... So the police raided "Zeel Traders" on Relief Road
said Nothing came of it, but the press of “Zeal Traders' Rags where the oud is
It was decided to hurry. Billbooks of Zeal Traders in “Sadhana Prakashan Mudranalaya”.
was printed... So again the police sisal landed on "Sadhna Prakashan Mudranalaya".
Came, but nothing came in hand. News of arrests came from all sides
gone Arrests were also indiscriminate. Jana Sangh Leader of Junagadh Mr.
The government was not satisfied with arresting Narsinghbhai Padhiar
124 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 140