Sangharsh ma Gujarat — Page 137

Original Gujarati OCR

પહેલા દિવસથી જ રોજબરોજની સ્થિતિનો વિચાર કરવા માટે ભૂગર્ભ-
આંદોલન ચલાવનાર પૈકી શ્રી કેશવરાવજી દેશમુખ, શ્રી નાથાભાઈ ઝઘડા, શ્રી
શંકરસિંહ વાઘેલા, શ્રી વિષ્ણુભાઈ પંડ્યા અને હું નિયમિત રીતે મળતા હતા; પરંતુ
સરકારના પતન પછી બીજે જ દિવસે અમારા એક પ્રમુખ સાથી શ્રી વિષ્ણુભાઈ
પંડ્યાને પકડવામાં પોલીસને સફળતા મળી. ભૂગર્ભમાં રહી છેવટ સુધી લડત
ચલાવવાના વિચારવાળાઓમાંથી તેમની ધરપકડ સૌપહેલી હતી. શ્રી વિષ્ણુભાઈની
ઠીકઠીક પૂછપરછ થઈ. નવા પકડાનાર દરેકને કંઈક નવા પ્રશ્નો તો પુછાતા જ અને
તે પ્રશ્નો ભૂગર્ભ કાર્યકર્તાઓ વિશેની માહિતીને લગતા જ રહેતા. કલાકો સુધી
પૂછપરછ ચાલતી, પણ એકેય કાર્યકર્તા જરાય મચક આપતા નહોતા.
ધરપકડ પછી પણ પકડાયેલ કાર્યકરોના મનોબળ ઉપર કોઈ અસર નહોતી.
શ્રી વિષ્ણુભાઈએ પકડાતાની સાથે જ પોતાના અધિકાર માટે સંઘર્ષ
આદર્યો...રાજ્યપાલને તાર કરી પોતે પીએચ.ડી. કરતા હોઈ પ્રથમ વર્ગ આપવા
માગણી કરી - તો ખંભાતમાંથી પકડાયેલ કાર્યકર્તાઓએ. હાથકડીઓ પહેરવાનો
ઇનકાર કરી દીધો. અમદાવાદમાં રાજકીય કાર્યકરોના પણ Made તરીકે એક
ગુનેગારની જેમ ફોટા પાડવામાં આવતા. સંઘના એક પ્રમુખ કાર્યકર ડો. શ્રી વિનોદે
પોલીસ સ્ટેશનમાં જ ફોટા પાડવાની પદ્ધતિ સામે જંગ માંડ્યો. સરકારનાં દરેક જાતનાં.
દબાણો પછી પણ તેમણે ફોટા ન પડાવ્યો તે ન જ પડાવ્યો. તેમને શિક્ષા કરવાની
અનેક ધમકીઓ આપવામાં આવી. અંતે પોલીસને પોતાની મમત છોડવી પડી. મોટા
ભાગના કાર્યકરોએ સર્ચવોરંટ વગર ઘરની ઝડતી ન લેવા દીધી. કેટલાક કાર્યકરોએ
મિસા વૉરંટ જ્યાં સુધી ન બતાવવામાં આવે ત્યાં સુધી પોલીસવાનમાં બેસવાનો સ્પષ્ટ
ઇનકાર કરી દીધો અને પોલીસને વૉરંટ રજૂ કરવાની ફરજ પડી... તો ડીસાના
હરિભાઈ પ્રજાપતિ જેવા સંઘના કેટલાક કાર્યકરોએ પોલીસ સમક્ષ હાજર થવાની
પત્રિકાઓ તૈયાર કરીને વહેંચી હજારોની જનમેદની એકત્ર કરી અને સૌની વચ્ચે
જ ધરપકડ થાય તેવો પ્રયત્ન કરી Misa સામે પણ હિંમતથી ઊભા રહી શકાય
છે તેવો ઉત્કૃષ્ટ દાખલો બેસાડી, નિર્ભય વ્યવહાર દાખવ્યો ને હાજર રહેલી
જનમેદનીમાં પણ નિર્ભયતાનો સંચાર કર્યો.
અણધારી ધરપકડોએ કેટલાક પરિવારોને હતાશ પણ બનાવી મૂક્યા હતા.
જેલનાં દુઃખોની કલ્પના કરતાં પણ મિસાની અચોક્કસ yea ભલભલા પરિવારોને
મિસાનો કોરડો વીંઝાયો ૧૨૧

English translation

From day one, underground to consider the day-to-day situation.
Among those who carried out the movement were Mr. Keshavraoji Deshmukh, Mr. Nathabhai Vukran, Mr
Shankarsinh Vaghela, Shri Vishnubhai Pandya and I used to meet regularly; But
On the very next day after the fall of the government, one of our chief comrades, Mr. Vishnubhai
The police succeeded in arresting Pandya. Fight until the end of the underground
His arrest was the first of the executioners. Shri Vishnubhai's
A good inquiry was made. Every new catcher asks some new questions
Those questions remained related to information about underground workers. for hours
Inquiries were going on, but not a single activist was giving a damn.
Even after the arrest there was no effect on the morale of the arrested activists.
As soon as Sri Vishnubhai was caught, he fought for his rights
Reverend...the Governor himself got a Ph.D. To give first class
Demanded - So the workers caught from Khambhat. Wearing handcuffs
refused. One of the political activists in Ahmedabad as Made
Being photographed like a criminal. A chief worker of the union Dr. Mr. Vinode
A fight broke out against the method of taking photographs in the police station itself. All forms of government.
Even after pressure, he did not take the photo. To punish them
Several threats were made. Finally the police had to give up their opinion. big
Some of the workers did not allow the house to be searched without a search warrant. Some workers
Clear to sit in police van until misa warrant is shown
refused and the police were forced to serve a warrant... So Disana
Some union workers like Haribhai Prajapati to appear before the police
Pamphlets were prepared and distributed and a crowd of thousands was gathered and among all
You can stand against Misa with courage by trying to get arrested
She set an excellent example, showed fearless behavior and was present
Instilled fearlessness even in the public square.
The unexpected arrests also left some families depressed.
Misa's uncertain yea better families than imagine the sufferings of prison
Misa was whipped 121

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 137