Sangharsh ma Gujarat — Page 133

Original Gujarati OCR

ગુજરાત સરકારના પતનની શક્યતાઓના બે દિવસ પૂર્વે જ “સુરંગ પ્રકરણ' સંબંધી
વ્યક્તિઓ અને તેમના નેતા શ્રી જ્યોર્જ ફર્નાન્ડિઝ વગેરેને મુદ્દામાલ સાથે પકડી
પાડવા. આમ થાય તો સરકારના પતનની સાથે જ મોરચાને બદનામ કરવાનો જરૂરી
મસાલો પણ મળી જાય. અમુક કારણોસર તેમને સફળતા પણ મળી, પરંતુ શ્રી જ્યોર્જ
તેમના હાથમાં ન આવ્યા. સુરંગની શક્તિથી કેન્દ્ર સરકાર જેટલી ચિંતિત હતી તેના
કરતાં શ્રી જ્યોર્જના બહાર રહેવાથી તે વધારે ચિંતિત હતી.

અંતે કોંગ્રેસીઓ તેમની વ્યૂહરચનામાં સફળ થયા. મોરચાના ધારાસભ્યો
પાટલી બદલીને કાંઈક અંશે સ્વાર્થ, કાંઈક અંશે સત્તાલોલુપતા તો વળી કાંઈક અંશે
મિસા વગેરેના ભયને કારણે લોકશાહીનો નાશ કરવામાં નિમિત્ત બન્યા. દિન-પ્રતિદિન
મોરચાના ધારાસભ્યોની સંખ્યા ક્રમશઃ ઘટતી જ ગઈ અને અંતે મોરચા સરકારનો
૧૨મી માર્ચે વિધાનસભામાં પરાજ્ય થતાં મુખ્યપ્રધાન શ્રી બાબુભાઈ જ. પટેલે સામે
ચાલીને રાજ્યપાલને સરકારનું રાજીનામું સુપરત કરી દીધું. આ બાજુ સરકારનું
ચજીનામું અપાયા પછી કોંગ્રેસીઓએ “સુરંગ પ્રકરણ'ની કાગારોળ ચારે બાજુ શરૂ
કરી મૂકી.

સરકારનું પતન નિશ્ચિત બનતાં જ નવી પરિસ્થિતિનો વિચાર કરવા ૧૧મી
માર્ચે શ્રી બી. કે. મજમુદારને ત્યાં “લોકસંઘર્ષ સમિતિ'ની એક મીટિંગ મળી. આ
બેઠકમાં “ગુજરાત લોકસંઘર્ષ સમિતિ'ના કન્વીનર શ્રી ભોગીલાલ ગાંધી હાજર
નહોતા; કારણ કે તેમનું સ્વાસ્થ્ય ખૂબ કથળી ગયું હતું. સરકારના પતન પછી જેલમાં
જવાનું થાય તો ત્યાં સારવારની શક્યતા પણ નહિવત્ હશે એમ માની તેઓ સરકારના
પતન પૂર્વે જ અજાણ્યે સ્થળે ચાલ્યા ગયા હતા.

આ મીટિંગમાં અમે સૌ મિત્રો નવી પરિસ્થિતિનો વિચાર કરી રહ્યા હતા. અનેક
વિષયો પર ચર્ચા ચાલતી હતી...ત્યાં જ જનસંઘના પ્રદેશમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા
આવી પહોંઆ. તેઓ ગાંધીનગરથી આવતા હતા અને તેમની પાસે ઘણી માહિતી
હતી. સરકારના પતનની તેમણે aa કરી. અમે પણ ઝડપથી વાતચીતો-
ચર્ચાવિચારણા પૂરી કરી. હવે ફરી ક્યારે મળાશે તે વિશે બધાય અનિશ્ચિતતા
અનુભવતા હતા. બેઠકમાં હાજર રહેલા સૌ કાર્યકર્તાઓ થોડા સમય પછી જેલમાં
હશે તે પણ ચોક્કસ હતું... આથી આ સભા એક અર્થમાં તો વિદાયસભા જેવી
જ બની ગઈ. સ્વતંત્ર ભારતમાં જ હવે તો ફરી એકમેકને ચળીશું એવી પારસ્પરિક
એક વધુ નિશાન...ગુજરાત ૧૧૭

English translation

Two days before the likely fall of the Gujarat government regarding the “tunnel case”.
Individuals and their leader Mr. George Fernandez etc. were caught with the material
to put If this happens, it is necessary to discredit the front along with the collapse of the government
Spices are also found. For some reason he also succeeded, but Mr. George
did not come into their hands. As much as the central government was concerned with the power of the tunnel
She was more worried about Mr. George being out.

Finally the Congressmen succeeded in their strategy. Front MLAs
By changing the path to some extent selfishness, to some extent authoritarianism and to some extent
The fear of Misa etc. became instrumental in destroying democracy. Day by day
The number of Morcha MLAs gradually decreased and finally the Morcha government
Chief Minister Shri Babubhai himself after being defeated in the assembly on 12th March. Patel vs
Chalin submitted the resignation of the government to the governor. This side of the government
After the challenge was given, the Congressmen started shouting about the "tunnel issue".
done

11th to consider the new situation as the downfall of the government becomes certain
March Shri B. K. Majmudar received a meeting of the “Loksangarsh Samiti” there
Convener of "Gujarat Lok Sangharsh Samiti" Mr. Bhogilal Gandhi was present in the meeting
were not; Because his health was very bad. In prison after the fall of the government
He believed that if he had to go there, the possibility of treatment there would be negligible
Before the fall, they went to an unknown place.

In this meeting, all of us friends were thinking about the new situation. Many
Discussions were going on on the topics...there was Jan Sangh State Minister Mr. Shankarsinh Vaghela
Come here. He used to come from Gandhinagar and he had a lot of information
was He did aa of the fall of the government. We also talk quickly-
Finished the discussion. Now all uncertainty about when we will meet again
were feeling All the activists present at the meeting were jailed after some time
It was certain that there would be... So this meeting is like a farewell meeting in a sense
Just became Reciprocal that we will meet each other again only in independent India
One more mark...Gujarat 117

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 133