Original Gujarati OCR
આ જપ્રમાણે ૧૫મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં “લોકસંઘર્ષ સમિતિ'ના સભ્યો
અને નિમંત્રિતોની એક મીટિંગ શ્રી નારાયણ દેસાઈના પ્રમુખપદે મળી, જેમાં
સત્યાગ્રહની સમીક્ષા થઈ, આગામી કાર્યક્રમો વિચારાયા અને સરકાર તોડાવવાના
કોંગ્રેસી પ્રયત્નો જોતાં વ્યાપક જનસંપર્ક અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવાનું નક્કી
થયું; ઉપરાંત ૨૯મી ફેબ્રુઆરીએ શ્રી મોરારજીભાઈનો જન્મદિવસ હોવાથી તે દિવસે
વિશિષ્ટ કાર્યક્રમો યોજવાનું પણ નક્કી થયું. ગુજરાતમાં જે.પી. સ્વાસ્થ્યનિધિની પણ
વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી.
૭મી ફેબ્રુઆરીને દિવસે “લોકશાહી બચાવો' દિવસ ઊજવવાનું નક્કી થયું.
આ દિવસે ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ અને બેઠકો યોજી કોંગ્રેસીઓ cia રચાઈ
રહેલા કાવતરાથી પ્રજાને અવગત કરવી અને ગુજરાતના રાજ્યપાલને હજારો તાર-
પત્રો-ઠરાવો મોકલી તેમ જ સરઘસો કાઢી લોકશાહીને શોભે તેવો વ્યવહાર કરવા
આગ્રહ કરવામાં આવ્યો.
આમ, જાન્યુઆરી માસથી જ ગુજરાત પર આવી પડનાર આફતનાં એંધાણ
વરતાતાં હતાં. હવે જાણે કુદરત પણ ગુજરાતની કસોટી કરવા ઈચ્છતી હોય તેમ
જનતા મોરચાની રચનામાં જેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો, જેઓ મોરચા
સરકારને સંઘર્ષપથ પર દોરનારાઓ પૈકીના એક હતા અને કટોકટી જાહેર થયા
પછી સતત સંઘર્ષ કરતા જ રહ્યા હતા એવા શ્રી વસંતભાઈ ગજેન્દ્રગડકરનું ૧૬મી
ફેબ્રુઆરીએ અવસાન થયું. ગુજરાતના જાહેર જીવનમાંથી સેવાનું વ્રત લેનાર એક
રાજકારણી ઓછો થયો. શ્રી ચીમનભાઈ શુક્લે તેમને શોકાંજલિ આપતાં પ્રવચનમાં
કહ્યું તેમ “જ્યારે લોકતંત્રના સંઘર્ષ માટે એક-એક સિપાહીની જરૂર છે ત્યારે એક
સેનાપતિનું ચાલ્યા જવું એ સૌથી વધારે કમનસીબ અને દુઃખદ છે. કટોકટીના કારણે
તેમના વર્ષોજૂના મિત્રો શ્રી વકીલસાહેબ વગેરે ભૂગર્ભમાં હોવાને કારણે અંતિમ દર્શન
માટે પણ ન આવી શક્યા! '' (જોકે વાસ્તવિકતા તો એ હતી કે શ્રી વકીલસાહેબ
ભૂગર્ભમાં હોવા છતાં આ પ્રસંગે ચુપચાપ એમનાં અંતિમ દર્શન કરી શક્યા હતા.
પરંતુ સાવચેતીની દષ્ટિએ આ બાબતને ગુપ્ત રાખવામાં આવી હતી
આ જ દિવસોમાં લડતને માથે પણ આફત ઊતરી આવી. એક પછી એક
નેતાઓ પકડાવા લાગ્યા. ૧૨મી ફેબ્રુઆરીએ “લોકસંઘર્ષ સમિતિ'ના મંત્રી શ્રી રવીન્દ્ર
વર્મા પકડાઈ ગયા અને તેમની સાથે તેમની વ્યવસ્થા સંભાળતા સંઘના મુંબઈના
એક વધુ નિશાન...ગુજરાત ૧૧૩
English translation
On 15th February in Ahmedabad, the members of "Lok Sangarsh Samiti".
And a meeting of invitees met under the presidency of Shri Narayan Desai, in which
The satyagraha was reviewed, the next programs were considered and the dissolution of the government
In view of the Congress efforts, it was decided to conduct extensive public relations and public awareness programmes
happened; Also, 29th February was the birthday of Mr. Morarjibhai on that day
It was also decided to hold special programs. JP in Gujarat Even the health fund
A massive campaign was carried out.
It has been decided to observe "Save Democracy" day on 7th February.
On this day, meetings and meetings were held all over Gujarat and Congressmen cia was formed
To warn the people about the conspiracy and send thousands of telegrams to the Governor of Gujarat.
Send letters and resolutions as well as take out processions to behave in a manner that befits democracy
It was insisted.
Thus, the calamity that will befall Gujarat from the month of January itself
used to behave. Now as if even nature wants to test Gujarat
Who played an important part in the formation of Janata Morcha, who Morcha
He was one of those who led the government on the path of conflict and emergency was declared
Then the 16th of Mr. Vasantbhai Gajendragadkar who continued to struggle
Died on Feb. One who took the vow of service from the public life of Gujarat
A politician has become less. Shri Chimanbhai Shukla in his condolence speech
As said “When the struggle for democracy requires one soldier, one
The departure of the general is most unfortunate and sad. Because of the emergency
Last darshan due to his old friends Mr. Vakilsaheb etc. being underground
Couldn't even come! (However, the reality was that Shri Vakilsaheb
Even though he was underground, on this occasion he was able to have his last darshan quietly.
But the matter was kept secret as a precaution
In these days, disaster also befell the fight. one by one
The leaders started to get caught. On 12th February, the minister of "Loksangarsh Samiti" Mr. Ravindra
Verma was caught and the Sangh of Mumbai handling his arrangements with him
One more mark...Gujarat 113