Original Gujarati OCR
એક વધુ નિશાન...ગુજરાત
ચર મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં મોરચાના જ્વલંત
વિજ્ય પછી જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં નાનાંનાનાં ગામો
સુધી મોરચાનો પ્રવેશ અને ગુજરાતના જિલ્લે જિલ્લે ગુંજેલ
સત્યાગ્રહનો નાદ ગુજરાતના કોંગ્રેસી આગેવાનોને ઊંચાનીચા
કરી મૂકતા હતા. છેક નવનિર્માણ આંદોલનથી ગુજરાતની પ્રજાને
પાઠ ભણાવવા તલપાપડ બનેલ કોંગ્રેસીઓએ દિવસરાત
ગુજરાતની મોરચા સરકાર વિરુદ્ધ કાદવ ઉછાળવામાં કશું જ
બાકી નહોતું રાખ્યું. તામિલનાડુની જેમ જ ગુજરાત સરકારને
પણ પદભ્રષ્ટ કરાવવા માટે તેઓ થનગની રહ્યા હતા.
તામિલનાડુનો માર્ગ ગુજરાતમાં મોંઘો પડશે તેવું કેન્દ્ર
સરકાર જાણતી હતી...આથી પક્ષપલટા પ્રવૃત્તિને વેગ મળે તે
માટે લીલી ઝંડી અપાઈ ગઈ હતી અને આવશ્યક સાધનસામગ્રી
પૂરી પાડવાનાં વચનો પણ અપાઈ ગયાં હતાં. આ પરિસ્થિતિમાં
“લોકસંઘર્ષ-સમિતિ' અને જનતા મોરચા પક્ષે પણ જનજાગૃતિના
કાર્યક્રમો દ્વારા પક્ષપલટા સામે ગુજરાતની જનતાનો અણગમો
પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો.
૧૧મી જાન્યુઆરીએ મળેલી જનસંઘની કારોબારીમાં આ
અંગે rs જાન્યુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી “જનજાગૃતિ
પખવાડિયું' ઊજવવાનું નક્કી થયું. આ કાર્યક્રમ મુજબ જિલ્લા
અને તાલુકાઓનાં ૨૦૦ જેટલાં સંમેલનો યોજી, ગામડે ગામડે
સભાઓ કરી, લોકોને જાગ્રત કરવાનો વ્યાપક કાર્યક્રમ હાથ
ધરવામાં આવ્યો. જનસંઘના આ કાર્યક્રમને ખૂબ સફળતા મળી.
૧૧૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
One more mark...Gujarat
Char Municipal Corporations Election Front Flares
Villages of Nananna in Zilla Panchayat Elections after Vijaya
Entry of the front till and echoed from district to district of Gujarat
The tone of Satyagraha was heard by the Congress leaders of Gujarat
were doing Even to the people of Gujarat since Navnirman movement
Day and night Congressmen are eager to teach lessons
There is nothing in mud slinging against the Morcha government of Gujarat
There was no rest. Same as Tamil Nadu to Gujarat Govt
But he was adamant to be deposed.
Tamil Nadu's route to Gujarat will be expensive at the centre
The government knew...thereby spurring deviant activity
The green light was given and the necessary equipment
Promises to provide were also made. In this situation
"Loksangarsha-Samiti" and Janata Morcha party also of public awareness
Aversion of the people of Gujarat against defection through programs
Tried to reveal.
In the meeting of Jan Sangh on 11th January, this
rs from January to February 11 regarding “public awareness
A fortnight was decided to be celebrated. According to this program the district
And held about 200 meetings of taluks, village by village
Conducted meetings, carried out a comprehensive program to sensitize the people
carried out. This program of Jan Sangh was very successful.
112 Gujarat in conflict