Original Gujarati OCR
પણ કાર્યકર્તાઓએ અજમાવ્યા. કોઈ છાપાના ફેરિયાના વેશમાં એકાદ સ્ટેશન સુધી
સાથે રહ્યું તો વળી કોઈ પેન વેચવાના બહાને બધી તપાસ કરી આવ્યું.
નિશ્ચિત સમયે સુભગાબહેનને લેવા માટે, નક્કી કરેલ અજની સ્ટેશન પર,
જાણે તેમનાં જ સગાંવહાલાં હોય એમ એક પરિવાર નાનાં બાળકો સહિત આવ્યો.
બહારના કોઈ સગાને લેવા માટે સ્વજનો આવ્યાં છે એમ જોનારને લાગે તેવું કુદરતી
વાતાવરણ ઊભું કરવામાં સૌ સફળ થયાં. બધું જ કાર્ય નિર્વિઘ્ને પાર પડ્યું. પવનારમાં.
સાહિત્ય વહેંચવાની બધી વ્યવસ્થા નાગપુરના સ્વયંસેવકોએ સંભાળી.
સુભગાબહેન નાગપુર જવા વિદાય થયાં, એ દિવસ પણ યાદ રહી જાય એવો
છે. બહેનની હિંમત પણ જબરી! જતા પહેલાં જ એ પકડાઈ જાય તો શું? તેમ
ન થાય એ માટે તેમની પૂરતી વ્યવસ્થા કરી લીધી. કદાચ વર્ષે બે વર્ષે પણ પાછાં
ન અવાય! પોલીસ રિમાન્ડ પર લેવાય તેની પણ પૂરી તૈયારી, મનમાં જરા પણ
ભય નહીં... કર્તવ્ય કરવાનો મોકો મળ્યાનો અદ્દભુત આનંદ!
એમના વિદાય થતા પહેલાં હું એમને મળવા ગયો હતો. એમનો. જુસ્સો જોઈ
મને પણ આનંદ થયો હતો. મેં પણ જુસ્સાદાર વાતો કરી, ચહેરા પર હિંમતનાં કૃત્રિમ
આવરણો પણ ચડાવ્યાં, તેમ છતાં હદયમાં સતત ચિંતા હતી. એક બહેનને સિંહના
દાંત ગણવા મોકલનાર પૈકી હું પણ એક હતો. ન કરે નારાયણ ને કાંઈ અશુભ
થાય તો આ પરિવાર ઉપર કેટકેટલી આફતો ઊતરશે તેની કલ્પનામાત્રથી પણ મન
હચમચી ઊઠતું હતું. બીજી તરફ મનમાં અહોભાવ પણ હતો - સંઘના કાર્યનો
અને સંઘના સંસ્કારોનો!
યોજકોના શબ્દ ઉપર દેશ માટે ફના થવા માટે દરેક પળે તૈયાર રહેનાર
કેટકેટલા પરિવારો સંઘે નિર્માણ કર્યા હશે! હા, દેશ માટે કુરબાન થવાની તક શોધતા
હજારો પરિવારો અમારા વિજયના વિશ્વાસની મૂડી હતા, એની પતીજ તો આવી
કસોટીની કારમી પળે જ થઈ શકે ને!
પ્રાર્થના, પૂજા અને યજ્ઞો
૭મી ડિસેમ્બરે રા. સ્વ. સંઘના સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસનો
જન્મદિવસ હતો. તેઓ કટોકટીની શરૂઆતથી જ યરવડા જેલમાં હતા. તેમના દીર્ઘાયુ
માટે દેશવ્યાપી પ્રાર્થનાઓ યોજવાનો અને શુભેચ્છા-સંદેશા મોકલવાનો કાર્યક્રમ
૧૦૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
But activists tried. to a station in the guise of a print fair
If it stayed together, all investigations were done on the pretext of selling a pen.
To pick up Subhgabhain at fixed time, at designated Ajni station,
A family with small children came as if they were their own relatives.
It is natural for the viewer to think that relatives have come to pick up a relative from outside
Everyone succeeded in creating the atmosphere. Everything went smoothly. In Pawanar.
All arrangements for distribution of literature were handled by volunteers from Nagpur.
Subhgabehn left for Nagpur, that day will be remembered
is The courage of the sister forced! What if he is caught before he leaves? As
They have made adequate arrangements to prevent it from happening. Maybe even a year or two back
Don't go! Fully prepared to be taken on police remand, even in mind
Fear not... the wonderful joy of getting a chance to do duty!
I went to see him before he left. His See the passion
I was happy too. I also spoke passionately, with a fake face of courage
Even though the covers were put up, there was constant worry in the heart. A lion to a sister
I was also one of those sent to count the teeth. Don't do anything bad to Narayan
If it happens, how many calamities will befall this family even from the imagination
It was shaking. On the other hand, there was also a lack in the mind - of the work of the Sangh
And of the rites of union!
Ready at every moment to perish for the country on the word of Yojko
How many families the union would have created! Yes, looking for an opportunity to sacrifice for the country
Thousands of families were the capital of our belief of victory, it paid off
The crushing of the test can be done right away!
Prayers, Pujas and Yajnas
On 7th December self Sangh leader Shri Balasaheb Devaras
It was a birthday. He was in Yerwada Jail since the beginning of the Emergency. Long live him
A nationwide program of prayers and greetings for
102 Gujarat in conflict