Sangharsh ma Gujarat — Page 112

Original Gujarati OCR

ભણતા સ્વયંસેવકોને પણ એવી સૂચના આપવામાં આવી હતી કે દરેક ક્લાસના
બ્લૅકબોર્ડ ઉપર લડતના સમાચારો અને કાર્યક્રમની સૂચનાઓ લખવી. આ પદ્ધતિ
કશા પણ ખર્ચ વગરની, જોખમો પણ ઓછાં અને બહોળો પ્રચાર સહેલાઈથી કરી
શકાય તેવી પુરવાર થઈ. મોરચા સરકારના પતન પછી પણ આ પદ્ધતિનો ઉપયોગ
સતત ચાલુ રહ્યો. આમ વ્યાપક પ્રચારબળ ધરાવતાં આવાં નાનાં નાનાં સાધનો ઉપર
સરકારનું ધ્યાન કદી ન ગયું.
સત્યાગ્રહનો વિશેષ પ્રભાવ

સંઘર્ષના પ્રારંભકાળથી લઈને પરિવર્તન સુધી થયેલ પ્રતિકારના અનેકવિધ
કાર્યક્રમોમાં સંઘર્ષનું આગવું મહત્ત્વ રહ્યું છે. સામર્થ્યહીન સદ્વિચાર પણ અંતે નપુંસક
થઈ જતો હોય છે. સદ્વિચાર ભલે થોડાક સમય માટે દુર્વિચારોને પરાજિત ન કરી
શકે, પણ અંત સુધી પૂરા સામર્થ્ય સાથે સદ્વિચારનું અડગ ઊભા રહેવું એ જ
પરિણામકારી હોય છે. સત્યાગ્રહ દ્વારા લોકશાહી જીવન-મૂલ્યોના જતન માટે ફના
થઈ જવાની ખેવના રાખનારાઓએ પુરવાર કર્યું કે તેમનો સદ્દવિચાર ફક્ત સુષુપ્ત
વિચાર જ નહીં, એક સક્રિય સામર્થ્યવાન વિચાર છે. ગમે તેવા કપરા સંજોગોમાં
પણ તે પોતાના પ્રભાવ દ્વારા સમાજને નિર્ભીક બનાવીને જ જંપશે. સત્યાગ્રહ
દરમિયાન જ કોઈ પરિવર્તન આવી જશે અને શુભ પરિણામો જોવા મળશે એવી
આશા સત્યાગ્રહ કરનારને કે સત્યાગ્રહનું આયોજન કરનાર “લો. સં. સંમતિ'ને પણ
નહોતી. સત્યાગ્રહના વિચાર પાછળ સમાજના નિર્ભીક મરજીવાઓની સાત્ત્વિક
શક્તિનો સાક્ષાત્કાર સરકારને કરાવવાનો હેતુ હતો - અને બન્યું પણ તેવું જ.
સમાજનો વિશ્વાસ és થયો કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ માણસ ધારે તો
પોતાની માન્યતાઓ માટે અડગપણે ઊભો રહી શકે છે.

ગુજરાતના સત્યાગ્રહની એક ઊણપનો ઉલ્લેખ પણ કરવો જેવો છે. બીજા
અર્થમાં એ રાજકીય પક્ષોની મનોવૃત્તિની ખામી દર્શાવે છે. પ્રારંભમાં સત્યાગ્રહ અને
ચૂંટણીઓ સાથે સાથે હતાં. રાજકીય કાર્યકરો ચૂંટણીમાં પરોવાયેલા હતા, પણ
ચૂંટણીઓ પૂરી થયા પછી પણ સત્યાગ્રહ ખાસા એક મહિના સુધી ચાલુ હતો.
ચજકીય કાર્યકરોએ પોતાની જવાબદારી સમજીને સત્યાગ્રહને પણ મહત્ત્વ આપવું
જોઈતું હતું, જે ન થયું. રાજકીય કાર્યકરોના ઘડતરની કચાશનાં એમાં દર્શન થાય
લ્દ સંઘર્ષમાં ગુજરાત

English translation

Study volunteers were also instructed that each class
Writing fight news and program instructions on the blackboard. This method
Cost-free, low-risk and easy to promote widely
It was proved possible. This method was used even after the fall of the Front government
Continued continuously. Thus on such small tools with wide propagation power
The government never noticed.
Special influence of Satyagraha

A multiplicity of resistances from the early stages of the conflict to transformation
Conflict has been prominent in the programs. Impotent good will but impotent in the end
is happening Good thoughts did not conquer evil thoughts even for a while
It can be, but it is the same to stand firmly of good faith with full strength till the end
are consequential. Fana for preservation of democratic life-values through Satyagraha
Those who wished to be done proved that their good intentions were only latent
Not just a thought, but an active capable thought. In any dire circumstances
But he will survive only by making the society fearless through his influence. Satyagraha
Meanwhile, some change will come and good results will be seen
Asha to the Satyagraha doer or even to the “take no. consent” who organized the Satyagraha
was not Sattvik of the fearless divers of the society behind the idea of Satyagraha
Power was meant to be revealed to the government - and so it happened.
The trust of the society is gained that even in difficult circumstances, if a person assumes
Can stand firm for his beliefs.

One shortcoming of Gujarat's satyagraha is also worth mentioning. second
In a sense, it shows the lack of mentality of political parties. Initially satyagraha and
Elections were held simultaneously. Political activists were involved in the election, too
Even after the elections were over, the satyagraha continued for a month.
Chajakiya workers should understand their responsibility and give importance to Satyagraha
Wanted, which did not happen. The rawness of political workers' creation can be seen in it
Gujarat in Ld conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 112