Original Gujarati OCR
બધા જ જિલ્લાઓમાં ૧૮ સ્થળે સત્યાગ્રહ થયો ને ૧૭૦ સત્યાગ્રહીઓએ આગેકદમ
કર્યા. ગુજરાતે પણ દેશ સાથે તાલ મિલાવ્યો. ૧૫મીની બપોર સુધીમાં તો દેશનાં
બધાં જ રાજ્યોના સમાચાર મળી ગયા. આ સમાચારની સર્વત્ર જાણ કરવા માટે
જનતા મોરચાનું પ્રથમ પ્રાદેશિક સંમેલન બરાબર કામમાં આવી ગયું. “સત્યાગ્રહ
સમાચાર' નામની ૧૦,૦૦૦ પત્રિકાઓ તૈયાર કરીને મોરચાના સંમેલનમાં દૂરદૂરથી
આવેલા હજારો કાર્યકરો વચ્ચે વહેંચી દેવામાં આવી.
આ જ પ્રકારે બીજા સપ્તાહમાં સત્યાગ્રહ આરંભાયો. લગભગ બધાં જ સ્થળો
ઉપર ૨૧મીએ સત્યાગ્રહ થયો. અમદાવાદમાં અધ્યાપક શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી
સિદ્ધાર્થ ભટ્ટ અને વિધાર્થી કાર્યકર શ્રી રાજેન્દ્ર દવે તથા શ્રી વરદરાજ પંડિતની
આગેવાનીમાં ૨૩ સત્યાગ્રહીઓએ સત્યાગ્રહ કર્યો. આવી રીતે વડોદરામાં ૧૧,
રાજકોટમાં ૧૬, નડિયાદમાં ૧૧, મહેસાણામાં ૧૪, ભાવનગરમાં ૭, જૂનાગઢમાં 20,
દાહોદમાં ૧, પાલનપુરમાં ૭, જામનગરમાં ૩ અને સુરેન્દ્રનગરમાં ૪ સત્યાગ્રહીઓએ
પોતાની માગણીના સમર્થનમાં ધરપકડ વહોરી લીધી.
૨૬મી નવેમ્બરે શ્રીમતી ગાંધીની તાનાશાહીને પાંચ વર્ષ પૂરાં થતાં હતાં. એ
દિવસે ગુજરાતભરની બહેનોએ સત્યાગ્રહમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. કુકર્મોથી
કુખ્યાત બનેલ એક મહિલાને ગુજરાતની બહેનોના પડકારનો આ દિવસ હતો.
TMA અમદાવાદના રાયપુર ચકલામાંથી બહેનો અને ભાઈઓની એક ટુકડી
સત્યાગ્રહ માટે વિદાય લેવાની હતી, ત્યાંના સત્યાગ્રહીઓનો આંકડો ૩૩ બહેનો
અને ૨૧ ભાઈઓ સુધી પહોંચ્યો.
સત્યાગ્રહમાં ભાગ લેનારાંમાં ખાડિયાની ચડતીપડતીનાં સાક્ષી સમાન ૭૫
વર્ષનાં વૃદ્ધા શારદાબહેન ભટ્ટ પણ હતાં, તો વળી ૧૫-૧૭ વર્ષની કન્યાઓ પણ
હતી. સંઘ પરિવારમાં ઉછેર પામેલ કૉલેજકન્યા ઊર્મિલાબહેન રાવલ હતાં, તો છેલ્લાં
૨૦ વર્ષથી ગુજરાતના જાહેર જીવન સાથે સંકળાયેલ સંઘ પરિવારમાંથી
સૌ. શાંતાબહેન ગજેન્દ્રગડકર, સૌ. કમળાબહેન પંચાલ, સૌ. વિજુબેન તાંબે પણ હતાં.
આમ બહેનો પણ મેદાને ચડી હતી.
ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો રે,
માથું મેલો સાચવવા well 262 રે/
અને
લ્ર સંઘર્ષમાં ગુજરાત
English translation
Satyagraha was held at 18 places in all the districts and 170 satyagrahis participated
done Gujarat also struck a chord with the country. By the afternoon of the 15th, of the country
Got the news of all the states. To report this news everywhere
The first regional convention of the Janata Morcha came to fruition. “Satyagraha
By preparing 10,000 leaflets named 'Samachar' from far and wide in the Morcha convention
It was distributed among the thousands of workers who came.
In the same way, the Satyagraha started in the second week. Almost all places
Satyagraha was held on 21st above. Professor Mr. Jayantibhai Patel in Ahmedabad, Mr
Siddharth Bhatt and student activists Mr. Rajendra Dave and Mr. Varadaraj Pandit
In the lead, 23 satyagrahis did satyagraha. Thus in Vadodara 11,
16 in Rajkot, 11 in Nadiad, 14 in Mehsana, 7 in Bhavnagar, 20 in Junagadh,
1 in Dahod, 7 in Palanpur, 3 in Jamnagar and 4 in Surendranagar.
He was arrested in support of his demand.
On November 26, five years of Mrs. Gandhi's dictatorship were completed. A
On that day, sisters from all over Gujarat decided to participate in Satyagraha. From mischief
This was the day of the challenge of the sisters of Gujarat to a woman who became infamous.
A group of sisters and brothers from Raipur Chakla, TMA Ahmedabad
Had to leave for satyagraha, the number of satyagrahis there were 33 sisters
And reached 21 brothers.
Witness the rise of Khadiya among the participants in Satyagraha 75
There was also Shardabhen Bhatt, the old woman of the year, and also girls of 15-17 years
was Urmilabhen Rawal, a college girl brought up in a Sangh family, was the last
From a Sangh family associated with the public life of Gujarat for 20 years
Everyone. Shantabhen Gajendragadkar, Hon. Kamalabhen Panchal, all. Vijuben Tambe was also there.
Thus the sisters also entered the field.
Dunko vagyo fighters wake up,
To save the head well 262 Re/
And
Gujarat in conflict