Sangharsh ma Gujarat — Page 103

Original Gujarati OCR

યાદગાર સત્યાગ્રહ પર્વ
Plena શરૂઆત કરતાં પહેલાં જ સત્યાગ્રહના ઉદ્દેશોની
માહિતી સરકારને જણાવવાનો સંઘર્ષ સમિતિએ નિર્ણય કર્યો.
“લો. સં. સમિતિ'ના મંત્રી શ્રી રવીન્દ્ર વર્માએ આ અંગે ૪
નવેમ્બર '૭પના રોજ શ્રીમતી ગાંધીને એક પત્ર લખ્યો. આ
પત્રમાં તેમણે આખીયે પરિસ્થિતિની વિશદ છણાવટ કરી
“લો. સં. સમિતિ'એ સત્યાગ્રહનો માર્ગ પસંદ કરવાનાં કારણો
જણાવ્યાં. તેમણે પત્રમાં લખ્યું કે “કટોકટી જાહેર કર્યાને આજે
ચાર માસની અવધિ વીતી ગઈ છે. અમે એવી આશામાં રાહ
જોતા હતા કે આખરે સદ્બુદ્ધિનો જય થશે અને તમે તમારાં
પગલાં પાછાં ખેંચશો, પણ અમારી આશા ઠગારી નીવડી છે.
આજે જ્યારે અમારા માટે ન્યાયના બધા જ માર્ગો બંધ થયા
છે ત્યારે લોકો દુઃખદાયક પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે ને ધીમે
ધીમે સ્વાતંત્ર્યથી વંચિત થતા જાય છે, ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા
ગાંધીજીનાં જીવન અને ઉપદેશ સિવાય બીજો કોઈ માર્ગ અમને
દેખાતો નથી. ગાંધીજીએ આપણને નિર્ભય બનવાનું અને
અસત્ય તથા અન્યાય સામે નહીં ઝૂકવાનું તથા ગુલામીમાં
ભાગીદાર ન બનવાનું કહ્યું છે. એમણે આપણને લોકોના હકોનું
રક્ષણ કરવાનું શીખવ્યું અને સત્યાગ્રહ દ્વારા સાચા સમાજને
માટે ઝઝૂમવાનું શીખવ્યું. આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી,
બીજું કોઈ હથિયાર નથી. ઘસાતી જતી આપણી સ્વતંત્રતાના
સરમુખત્યારશાહી તરફ ઝોકના અને જે તંત્રમાં કર્મચારીઓ
ઉપરાંત પદદલિત લોકોને ચૂસવામાં આવે છે અને પૈસાદાર,
યાદગાર સત્યાગ્રહ પર્વ ૮૭

English translation

A memorable satyagraha festival
Objectives of Satyagraha even before starting Plena
The conflict committee decided to share the information with the government.
"The Minister of the Law Commission, Mr. Ravindra Verma said in this regard 4
Wrote a letter to Mrs. Gandhi on November 7th. This
In the letter, he explained the entire situation in detail
“Take it. No. Reasons for the Committee to Choose the Path of Satyagraha
told He wrote in the letter that “Declaring emergency today
A period of four months has passed. We wait in hope
Seeing that eventually good will prevail and you will be yours
Retrace steps, but our hopes are dashed.
Today when all avenues of justice are closed for us
People have been put in a painful situation and slowly
Gradually deprived of freedom, the father of the nation, Mahatma
There is no other way for us except the life and teachings of Gandhiji
does not appear Gandhi taught us to be fearless and
Not bowing down to lies and injustice and in slavery
Said not to be a partner. He gave us the rights of the people
Taught to protect and true society through Satyagraha
Taught to fight for. We have no other way,
No other weapon. Of our eroding freedom
Tendency towards authoritarianism and employees in the system
Also the downtrodden are sucked in and the rich,
A memorable Satyagraha festival 87

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 103