Original Gujarati OCR
કાર્યકરોને તેમની સાથે ખાલી બિસ્તર લઈને અમદાવાદ પહોંચવાની સૂચનાઓ
મોકલી દીધી. સૂચના પ્રમાણે નિશ્ચિત તારીખે કાર્યકરો નિર્ધારિત સ્થળે આવી પહોંચ્યા.
દરેકને તેમના જિલ્લા પ્રમાણેનું સાહિત્ય ફાળવી આપવામાં આવ્યું. આ સાહિત્ય તેમણે
તેમની સાથેના બિસ્તરામાં કાળજીપૂર્વક ગોઠવવાનું હતું, જેથી બહારથી જોનારને કશો
ખ્યાલ ન આવે. બબ્બે વ્યક્તિની ટુકડીમાં બધાએ રેલવે તેમ જ બસના જુદા જુદા
માર્ગો દ્વારા પોતાના સ્થાન પર જવાનું હતું; વળી સાથેના કાર્યકરે આ કામમાં સક્રિય
સહાય ન કરવી, પ્રવાસ દરમ્યાન પણ જેમની પાસે સાહિત્ય છે તે કાર્યકર્તા સાથે ;
અપરિચિતની જેમ જ વ્યવહાર કરી તેની સુરક્ષિતતા અંગે ધ્યાન રાખવું એમ નક્કી
થયું. સંજોગોવશાત્ જો કદાચ એક કાર્યકર પકડાઈ જાય તો સાથેના કાર્યકરે યોગ્ય
જગાએ માહિતી પહોંચાડવાના કામમાં લાગી જવું-એમ પણ નક્કી થયું.
આમ સુરક્ષાનો બધો જ વિચાર કરીને સૌને વિદાય કરવામાં આવ્યા. સદ્ભાગ્યે
એટલા મોટા પ્રમાણમાં બે પ્રાંતો વચ્ચે હેરફેર થવા છતાં એક પણ જગાએ કોઈ
કમનસીબ બનાવ ન બન્યો. ૧૪મી નવેમ્બર પહેલાં તો રાજસ્થાનનાં ગામડાં સુધી
ઢગલાબંધ સાહિત્ય હેમખેમ પહોંચી ગયું. જ્યારે આ સાહિત્યનું વિતરણ થયું ત્યારે
પોલીસ આશ્ચર્યમાં પડી ગઈ અને તેણે રાજસ્થાનનાં છાપખાનાં પર આડેધડ દરોડા
પાડવા માંડ્યા.
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનું સાહિત્ય પણ ગુજરાતમાં ud, હતું. મહારાષ્ટ્રનું
સાહિત્ય સુરતમાં અને મધ્યપ્રદેશનું સાહિત્ય દાહોદ-ગોધરામાં છાપવામાં આવ્યું.
દાહોદ-ગોધરામાં તૈયાર થયેલ પત્રિકા અને પોસ્ટરો મધ્યપ્રદેશ મોકલવાનું પ્રમાણમાં
ઘણું સરળ હતું, પરંતુ સુરતથી મુંબઈ માટે રાજસ્થાનની જેમ જ કાળજી લેવી પડે
તેમ હતું. સુરતમાં બધું સાહિત્ય છાપવાની વ્યવસ્થા સંઘના વિભાગપ્રચારક શ્રી
નરેન્દ્રભાઈ પંચાસરાએ અને શ્રી ચંપકભાઈ સુખડિયાએ સંભાળી લીધી હતી.
સુરતમાં છપાયેલ સાહિત્ય કાર્યકર્તાઓ સાથે મુંબઈ મોકલવું પ્રમાણમાં જોખમી
લાગતાં આ સાહિત્ય રેલવે-પાર્સલો દ્વારા મોકલવાનો નિર્ણય લેવાયો. આ માટે સુરતમાં
પાર્સલ રવાના કરનાર પેઢી તરીકે એક બોગસ કંપની ઊભી કરવામાં આવી.
સેલ્સટૅક્સ નંબર સહિતનાં તેનાં લેટરપૅડ તૈયાર કર્યાં, બિલબુકો બનાવી. તે જ પ્રમાણે
મુંબઈમાં માલ લેનાર એક કંપની ઊભી કરી ભળતું જ પાટ્યું લગાવી થોડાક દિવસ
માટે કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું. આમ બંને બોગસ કંપનીઓનાં નામથી
૮૪ સંઘર્ષમાં ગુજરાત
English translation
Instructions to workers to reach Ahmedabad taking empty beds with them
Sent. As per the instructions, the workers arrived at the designated place on the fixed date.
Everyone was allotted literature according to their district. This literature he
Beds with them had to be carefully arranged, so as to hide the outside observer
Do not realize. All in a group of 20 people, all in different railways as well as buses
had to go to his place by way; Also, the accompanying worker is active in this work
Not assisting, even during the journey with the worker who has the literature;
Decided to treat him like a stranger and take care of his safety
happened Incidentally, if one worker is caught, the accompanying worker should
It was also decided to start the work of delivering information at the place.
Thus everyone was sent away after thinking about security. thankfully
Despite the traffic between the two provinces on such a large scale, no one at any one place
The unfortunate incident did not happen. Before 14th November even to the villages of Rajasthan
Heaps of literature reached Hemkhem. When this literature was distributed
The police were taken by surprise and raided the print shop in Rajasthan indiscriminately
started to make
The literature of Maharashtra and Madhya Pradesh was also ud, in Gujarat. of Maharashtra
Literature was printed in Surat and the literature of Madhya Pradesh was printed in Dahod-Godhra.
Regarding sending leaflets and posters prepared in Dahod-Godhra to Madhya Pradesh
Much easier, but Surat to Mumbai requires care just like Rajasthan
It was like that. Arrangements for printing all the literature in Surat were made by the Sangh's Divisional Pracharak Shri
Narendrabhai Panchasara and Shri Champakbhai Sukhdia took over.
It is relatively risky to send literature printed in Surat to Mumbai with workers
It was decided to send this literature by railway-parcel. For this in Surat
A bogus company was set up as a parcel dispatch firm.
Prepared his letterpads including salestax numbers, bill books. Likewise
A few days after setting up a company to buy goods in Mumbai
Work was also started for this. Thus both in the name of bogus companies
84 Gujarat in conflict