Original Gujarati OCR
સંગઠનમાળખું વધારે વ્યવસ્થિત કરવાના પ્રયત્નમાં લાગી ગયા. ગુજરાતનાં મુખ્ય
મુખ્ય સ્થાનો UR આ અંગે ચર્ચાવિચારણા કરવા માટે દિ. ૭, ૮ અને ૯મી સપ્ટેમ્બરે
રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત વગેરે બધા જ જિલ્લાઓના કાર્યકરોની
અલગ અલગ મીટિંગો રાખવામાં આવી. આ સંગઠન-સંમેલનમાં સર્વશ્રી દિનેશભાઈ,
આર. કે. અમીન, શંકરસિંહ વાઘેલા, બ્રહ્મકુમાર ભટ્ટ તથા ભોગીલાલ ગાંધીએ હાજર
રહી માર્ગદર્શન આપ્યું હતું.
સત્યાગ્રહના દિવસો દરમિયાન જ ગુજરાતમાં ચૂંટણીઓ આવતી હોવાથી મોટા
ભાગના રાજકીય પક્ષોના કાર્યકરોનું ધ્યાન ચૂંટણીઓમાં હતું. ચૂંટણી પણ સંઘર્ષના
એક ભાગ તરીકે જ લડવાનો મોરચાએ નિર્ણય લીધો હતો. ચૂંટણીઓની સાથે સાથે
સત્યાગ્રહનું પણ આગવું મહત્ત્વ હોઈ સર્વશ્રી ભોગીભાઈ અને વસંતભાઈ ચૂંટણીઓ
ઉપરાંત સત્યાગ્રહ માટે પણ એટલા જ આગ્રહી હતા.
સત્યાગ્રહની ઘણી મોટી જવાબદારી સંઘના સ્વયંસેવકોએ પણ લીધી હતી.
દરેક જિલ્લામાં નિયમિત રીતે નક્કી કરેલ ટુકડીઓ પહોંચે, સંઘર્ષ સમિતિએ નક્કી
કરેલ પદ્ધતિ પ્રમાણે જ અહિંસક સત્યાગ્રહ થાય, સત્યાગ્રહ પછી જો સરકાર તરફથી
ખોટાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે તો લડી લેવા વકીલોની પૅનલ તૈયાર રાખવી
વગેરે અનેક વિષયોની ચર્ચા માટે સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી ભોગીભાઈ ગાંધી
સંઘના પ્રાંતપ્રચારક કેશવરાવજીને પણ મળ્યા. સંઘર્ષકાર્ય દરમ્યાન તેમનું અવારનવાર
મળવાનું થતું અને યોજનાઓ ઘડી કાઢવામાં આવતી.
'શાદી તય હો ગઈ હૈ'
સત્યાગ્રહના પ્રારંભની તારીખ તથા તેનાં સ્વરૂપ અને સમયમર્યાદા નક્કી કરવા
માટે ઓક્ટોબરના અંતમાં દિલ્હીમાં “લો. સં. સમિતિ'ની ભૂગર્ભ બેઠક યોજાઈ.
આ બેઠકમાં અનેક ચર્ચાઓને અંતે ૧૪મી નવેમ્બરે સત્યાગ્રહનો પ્રારંભ
કરવાનો નિર્ણય લેવાયો. આ દિવસનું પણ ભારતના જાહેર જીવનમાં વિશિષ્ટ મહત્ત્વ
હતું. લોકશાહી જીવનમૂલ્યો માટે જીવન પર્યત સંઘર્ષ ખેલનાર સ્વ. શ્રી પંડિત નહેરુનો
આ જન્મદિવસ હોઈ તેમની જ દીકરી શ્રીમતી ગાંધી સામે એ જ જીવનમૂલ્યોની
પુનઃસ્થાપના માટે અતિવ્યાપક સત્યાગ્રહનો પ્રારંભ કરવાનું નક્કી કરવામાં આવ્યું
હતું.
૮૨ સંઘર્ષમાં ગુજરાત
English translation
Efforts were made to organize the organizational structure more. Chief of Gujarat
Main places UR to discuss this. On 7th, 8th and 9th September
Workers from all districts like Rajkot, Vadodara, Ahmedabad and Surat etc
Different meetings were held. Sarvashree Dineshbhai in this organization-meeting,
R. K. Amin, Shankar Singh Vaghela, Brahmakumar Bhatt and Bhogilal Gandhi were present
Gave guidance.
Big as the elections are coming in Gujarat only during the days of Satyagraha
The workers of some political parties were focused on the elections. Elections are also a struggle
The front decided to fight as a unit. Along with elections
Sarvashree Bhogibhai and Vasantbhai elections were also important for Satyagraha
Also, he was equally adamant about Satyagraha.
Sangh volunteers also took a big responsibility of Satyagraha.
Regularly fixed contingents arrive in each district, decided by the Sangharsh Samiti
Non-violent satyagraha should be done according to the method, if from the government after satyagraha
Have a panel of lawyers ready to fight if a false charge sheet is presented
etc. Convenor of Sangharsh Samiti Mr. Bhogibhai Gandhi for discussion of many topics
Provincial Pracharak of the Sangh also met Keshavraoji. His frequent during the struggle
There were meetings and plans were made.
'Shaadi Tay Ho Gayi Hai'
To determine the date of commencement of Satyagraha and its form and time frame
Therefore, at the end of October, an underground meeting of the "Law Committee" was held in Delhi.
After many discussions in this meeting, Satyagraha started on 14th November
It was decided to do. This day also has special importance in the public life of India
was A lifelong struggler for democratic values. Shri Pandit Nehru
This is the birthday of his own daughter Mrs. Gandhi of the same life values
It was decided to launch a massive satyagraha for restoration
was
82 Gujarat in conflict