Sangharsh ma Gujarat — Page 90

Original Gujarati OCR

માહિતીવાળી નાનીનાની પુસ્તિકાઓ અંગ્રેજી ભાષામાં તૈયાર કરવી અને જો સરકાર
AS srw આશરો લેવાનું શરૂ કરે તો આ સાહિત્ય તેમની વચ્ચે વહેંચવું એમ
નક્કી થયું. આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે પુસ્તિકાઓ તૈયાર કરવી એ પણ
જવાબદારીભર્યું અને મુશ્કેલ કામ હતું. કેન્દ્રીય લો. સં. સમિતિ તરફથી આ કામ
ગુજરાતમાં સંઘના કાર્યકરોને સોંપવામાં આવ્યું. પુસ્તકો છપાવી દિલ્હી સુધી
પહોંચાડવાની જવાબદારી અમારે માથે હતી.

આ માટે પાંચ પુસ્તિકાઓ તૈયાર રાખવાની હતી :

1. Indian Press Gagged

2. Facts (Nail Indira’s Lies)

3. 20 Lies of Mrs. Anti-Gandhi

4. ‘When Disobedience to Law is a Duty’ - Mahatma

Gandhi

5. A Decade of Economic Chaos

જનસંઘના કાર્યાલય-મંત્રી શ્રી બચુભાઈ ઠાકરની મદદથી અમે આ કામ પાર
પાડ્યું. એ દિવસોમાં ગુજરાતમાં મોરચા સરકાર હોવા છતાંય ભૂગર્ભ સાહિત્યની
શોધખોળ માટે અવારનવાર પ્રિન્ટિંગ પ્રેસ પર દરોડા પડતા જ હતા. આવી
મુસીબતોમાં પણ ગુજરાતમાં કેટલાંક પ્રેસ ગમે તે મુસીબતો આવે તોયે સહન કરવાની
તૈયારી સાથે હજારોની સંખ્યામાં આ પુસ્તકો છાપવા માટે તૈયાર થયાં.

પુસ્તકો તૈયાર તો થયાં, પણ આટલી મોટી સંખ્યામાં તે દિલ્હી પહોંચાડવાં
એ પણ એક સમસ્યા હતી. આ માટે પણ હિંમતવાન અને ચપળ કાર્યકર્તાઓને
રેલવેમાર્ગે દિલ્હી મોકલવામાં આવ્યા. કપડાંની બેગમાં, બિસ્તરામાં એમ છુપાવીને
પુસ્તકો દિલ્હી સુધી પહોંચાડ્યાં. આ પુસ્તકોનો ઉપયોગ કૉન્ફરન્સમાં આવેલ વિદેશી
પ્રતિનિધિઓ ઉપરાંત ચંડીગઢમાં ભરાનાર શાસક કોંગ્રેસના અધિવેશનમાં પણ
કરવાનો હતો.

પુસ્તકો સહીસલામત દિલ્હી પહોંચ્યા પછી પણ કૉન્ફરન્સમાં આવેલ સદસ્યો
સુધી આ સાહિત્ય પહોંચાડવામાં મુશ્કેલી હતી. એક તો સરકાર બધી રીતે જાગ્રત
હતી; ઉપરાંત કૉન્ફરન્સમાં ભાગ લઈ રહેલા ભારતીય પ્રતિનિધિઓમાં ઘણું કરીને
શાસક કોંગ્રેસી સભ્યો જ હતા. આ કૉન્ફરન્સમાં ગુજરાત વિધાન સભાના પ્રતિનિધિ
તરીકે મોરચાના જનસંઘ ઘટકના કચ્છ માંડવીના ધારાસભ્ય શ્રી સુરેશ મહેતાને.
૭૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Preparation of informative pamphlets in English language and if Govt
If AS srw starts resorting then this literature should be distributed among them
decided Also preparing such a large number of illegal booklets
It was a responsible and difficult job. Take central. No. This work from the committee
Handed over to union workers in Gujarat. Printed books till Delhi
The responsibility to deliver was on us.

Five booklets were to be prepared for this:

1. Indian Press Gagged

2. Facts (Nail Indira's Lies)

3. 20 Lies of Mrs. Anti-Gandhi

4. 'When Disobedience to Law is a Duty' - Mahatma

Gandhi

5. A Decade of Economic Chaos

With the help of Shri Bachubhai Thakar, office-minister of Jan Sangh, we completed this work
made Even though there was a front government in Gujarat in those days, underground literature
Printing presses were frequently raided for discovery. came
Even in trouble, some press in Gujarat should bear whatever trouble they face
With preparation thousands of these books were ready to be printed.

The books were prepared, but they were not delivered in such a large number to Delhi
That was also a problem. For this also to courageous and agile workers
Sent to Delhi by rail. Hiding it in a bag of clothes, in the bed
Delivered the books to Delhi. These books are used by foreigners in conferences
Apart from the representatives also in the convention of the ruling Congress to be held in Chandigarh
had to do

Even after the books reached Delhi unscathed, the members of the conference
There was difficulty in delivering this literature. One is that the government is vigilant in every way
was; Also by doing many of the Indian delegates participating in the conference
The ruling Congress members were the same. A representative of the Gujarat Legislative Assembly in this conference
As the MLA of Kutch Mandvi of the Jana Sangh component of the Front Mr. Suresh Mehta.
74 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 90