Original Gujarati OCR
જ AMA લેવા માટે જતી હતી.
૧૨મી પહેલાં તો સર્વશ્રી સુંદરસિંહજી ભાંડારી, સ્વામી, ખુરાના, ધનરાજ
ઓઝા, જગદીશપ્રસાદ માથુર, રાજેન શર્મા વગેરે અનેક ભૂગર્ભ નેતાઓ અમદાવાદમાં
આવી ગયા અને સલામત સ્થળે પહોંચી પણ ગયા.
નિવાસસ્થાન સંબંધમાં પણ વિશેષ કાળજી લેવામાં આવતી. એક નિવાસસ્થાન
પર બેથી વધુ કાર્યકરોને ન રાખવા, જેથી એકીસાથે વધારે લોકોને પકડવાના સંજોગો
ઊભા થતા રોકી શકાય. જેઓ જાહેરમાં કામ કરી રહ્યા હતા તેમની નિવાસવ્યવસ્થા
પણ જાહેર રીતે ગોઠવવામાં આવી.
મીટિંગનું સ્થળ ખૂબ જ કાળજીપૂર્વક નક્કી કરવામાં આવ્યું જેથી આસપાસના
લોકોને પણ ખબર ન પડે. જેઓ જાહેરમાં કામ કરી રહ્યા હતા તેવા કાર્યકર્તાઓને
સવારે અર્ધા કલાક માટે એચ. કે. કૉલેજના હૉલમાં યોજાયેલ નાગરિક પરિષદના
કાર્યક્રમમાં મોકલવામાં આવ્યા, જેથી દેશભરમાંથી અમદાવાદમાં ઊતરી પડેલ
ઇન્ટેલિજન્સ સ્ટાફ તેમની નોંધ લે અને શંકાનું કોઈ વાતાવરણ ન બને. થોડોક સમય
ત્યાં રહ્યા પછી કાળજીપૂર્વક નક્કી કરેલા કાર્યકર્તાઓ સાથે ત્યાંથી વિદાય થઈને
જુદા-જુદા નક્કી કરેલા ઘરે પહોંચવાનું અને આમ સફળતાપૂર્વક સૌને મીટિંગના સ્થળે
પહોંચવાનું હતું. ભૂગર્ભ કાર્યકર્તાઓને મીટિંગના સ્થળે લઈ આવવાનું પ્રમાણમાં વધારે
સરળ હતું. આ કામ સફળતાપૂર્વક પાર પડયું.
આટલી ઝીણવટભરી કાળજી રાખ્યા પછી પણ આવા સ્થળે મીટિંગ ત્રણ
કલાકથી વધારે સમય નહોતી રખાતી. સવારની મીટિંગનું સ્થાન એક, ભોજન-
Aan સૌની પોતપોતાના નિવાસસ્થાન પર અને ભોજન પછીની મીટિંગ બીજે
સ્થળે એવી વ્યવસ્થા હતી. આમ દરેક મીટિંગ વખતે મીટિંગનું સ્થળ પણ બદલાઈ
જતું.
એ દિવસોમાં કેન્દ્ર સરકાર એવો દઢ મત ધરાવતી હતી કે બધા ભૂગર્ભ
નેતાઓ ગુજરાતમાં રહે છે... આથી ગુજરાતના પ્રવેશમાર્ગો પર પણ કડક જાપ્તો
રહેતો; ઉપરાંત “અખિલ હિંદ નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ'માં અન્ય પ્રાંતોમાંથી
આવનાર સભ્યોની માહિતી એકત્ર કરવા દરેક રાજ્યનો ઇન્ટેલિજન્સ સ્ટાફ તેમ જ
કેન્દ્રીય ગુપ્તચર ખાતાના અધિકારીઓનો મોટો sisal અમદાવાદમાં ખડકાયો હતો.
સરકારની આટલી બધી તકેદારી હોવા છતાંય અમદાવાદમાં ૩૦ કરતાંય
કારોબારીથી કૉમનવેલ્થ ૭૧
English translation
Was going to take the same AMA.
Before 12th Sarvashree Sundarsinghji Bhandari, Swami, Khurana, Dhanraj
Ojha, Jagdishprasad Mathur, Rajen Sharma etc many underground leaders in Ahmedabad
Came and reached a safe place.
Special care was also taken in relation to residence. a residence
Not to have more than two workers on board, so as to catch more people at once
Can be stopped from standing. Accommodation of those who were working in public
But organized publicly.
The meeting place was very carefully decided so that the surroundings
People don't even know. To the workers who were working in public
H for half an hour in the morning. K. of the civic council held in the college hall
They were sent to the program, so they landed in Ahmedabad from all over the country
Intelligence staff take note of them and there is no atmosphere of suspicion. some time
After staying there, departing from there with carefully selected cadres
Reaching different designated houses and thus successfully all at the meeting place
was to arrive. More likely to bring underground workers to the meeting place
was easy. This work was successfully completed.
Meeting three in such a place even after taking such meticulous care
It did not last more than an hour. Morning meeting place one, meal-
Aan all at their respective residences and after meal meeting elsewhere
There was such an arrangement at the place. Thus the place of meeting also changed at every meeting
going away
In those days, the central government was of the firm opinion that all underground
Leaders live in Gujarat...hence strict seizure on entry routes to Gujarat as well
resided; Also from other provinces in “All India Civil Liberties Council”.
Intelligence staff of each state to collect information on incoming members as well
The big sisal of Central Intelligence Agency officials was rocked in Ahmedabad.
In spite of all the vigilance of the government, there are 30 in Ahmedabad
Executive to Commonwealth 71