Sangharsh ma Gujarat — Page 86

Original Gujarati OCR

આવી સ્થિતિમાં ગુજરાતનું વાતાવરણ ઓછું ભયજનક હોઈ ઓક્ટોબરની
૧૨મીએ. અમદાવાદમાં એક ભૂગર્ભ મીટિંગ ગોઠવવાનું નક્કી થયું. ૧૨મી તારીખે
મીટિંગ રાખવાની પાછળ. એક ખાસ કારણ હતું. જનસંઘની કારોબારી માટે આવનાર
સભ્યોમાંના મોટા ભાગના સભ્યો ભૂગર્ભ પ્રવૃત્તિ સંભાળી રહ્યા હતા. તે બધાને
પકડવા સરકાર આકાશપાતાળ એક કરી રહી હતી. બીજા કેટલાક કારોબારીના
સભ્યો એવા હતા કે જેમની પર વોરંટ નહોતાં, પરંતુ તેઓ ખૂબ જાણીતા હતા.
આવા બંને પ્રકારના કાર્યકરોની મીટિંગો સાથે રાખવામાં અનેક જોખમો હતાં; વળી
જે નેતાઓ ભૂગર્ભમાં નહોતા તેમની પર પોલીસનો જાપ્તો તો હતો. જ. તેમની દરેકે-
દરેક ગતિવિધિની સરકાર માહિતી રાખતી હતી. બે-ચાર કલાક માટે આવો જાપ્તો
રાખનારને અંધારામાં રાખવાનું શક્ય હતું, પરંતુ બે-ચાર દિવસ માટે આમ કરવાથી
સરકાર વધારે જાગ્રત થાય અને તપાસ કરે તો કાંઈક નવી મુશ્કેલીઓ આવી પડે
એવો સંભવ હતો.

આ બધી મુશ્કેલીઓનો વિચાર કરી ગુજરાત જનસંઘના નેતાઓએ એક
આબાદ યોજના ઘડી કાઢી. આ યોજના પ્રમાણે જેમના પર વૉરંટ નથી તેવા કાર્યકરોને
૧૨મી ઓક્ટોબરે અમદાવાદમાં મળેલ “અખિલ હિન્દ નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ'નાં
નિમંત્રણ મોકલવામાં આવ્યાં અને તેમણે પણ “નાગરિક સ્વાતંત્ર્ય'માં ભાગ લેવા
માટે જ અમદાવાદ જઈ રહ્યા છે તેવું વાતાવરણ ઊભું કર્યું.

બીજી બાજુ જે ભૂગર્ભ નેતાઓ હતા તેમણે બની શકે તો બે દિવસ પહેલાં
જ અમદાવાદ આવી જવું એમ નક્કી થયું. દિલ્હીથી અમદાવાદ આવનારે સાબરમતી
ઊતરવાનું હતું અને મુંબઈથી અમદાવાદ આવનારે મણિનગર સ્ટેશને ઊતરવાનું હતું.
આવનાર નેતાઓ ગુજરાત માટે પરિચિત હોવા છતાં વેશ-પરિવર્તનને કારણે ન
ઓળખી શકાવાની શક્યતાઓ પણ હતી; આથી આવનાર દરેક ભૂગર્ભ કાર્યકરને
સ્ટેશન પર ઊતર્યા પછી “ઇલસ્ટ્રેટેડ વીકલી'નો એક અંક હાથમાં રાખીને ઊતરવાની
સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમને સામા લેવા જનાર કાર્યકરના
હાથમાં સફેદ રૂમાલ રાખવામાં આવ્યો હતો, જેથી આવનાર વ્યક્તિ પણ તેમને
ઓળખી શકે. આ પ્રકારની સૂચનાઓ વ્યવસ્થિત રીતે અપાઈ ગઈ હતી.

નિશ્ચિત તારીખે સૌ કાર્યકરો અમદાવાદ આવવા રવાના થયા. કોઈ જાણીતા
કાર્યકરો તેમને લેવા જાય તે ઠીક નહીં, તેથી ઓછા પરિચિત મિત્રો અથવા બહેનો
૭૦ સંઘર્ષમાં ગુજરાત

English translation

In such a situation, the climate of Gujarat is less dangerous in October
On the 12th It was decided to organize an underground meeting in Ahmedabad. On the 12th
Behind holding a meeting. There was a special reason. Coming to Jan Sangh business
Most of the members were handling underground activities. to all of them
The government was uniting the sky to catch up. Some other executives
Members were those who did not have warrants, but were well known.
There were many dangers in holding meetings of both types of activists together; Also
Those leaders who were not underground were seized by the police. J. Each of them-
The government kept information of every movement. Such seizure for two-four hours
It was possible to keep the retainer in the dark, but only by doing so for two to four days
If the government becomes more vigilant and investigates, some new problems may arise
It was possible.

Thinking of all these difficulties, the leaders of Gujarat Jan Sangh united
Abad made a plan. Under this scheme the workers who are not warranted
"Akhil Hind Citizen Freedom Council" met in Ahmedabad on 12th October
Invitations were sent and he too participated in the “civil liberties”.
That is why they created an atmosphere that they are going to Ahmedabad.

On the other hand, those who were underground leaders could have done it two days ago
It was decided to come to Ahmedabad. Sabarmati coming from Delhi to Ahmedabad
Had to get down and get off at Maninagar station coming from Mumbai to Ahmedabad.
Although the upcoming leaders are familiar to Gujarat, not because of disguise
There were also possibilities to be identified; Hence to every underground worker who comes
After alighting at the station, alight with a copy of Illustrated Weekly
Notice was given. Apart from this, of the workers who are going to take care of them
A white handkerchief was kept in hand, so that the person who came also them
can recognize Such instructions were systematically given.

All the workers left for Ahmedabad on the fixed date. None known
It is not okay for workers to pick them up, so less familiar friends or sisters
70 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 86