Sangharsh ma Gujarat — Page 85

Original Gujarati OCR

કરવાની શક્યતાઓ નહિવત્ હોવાથી જેને અમદાવાદમાં અભ્યાસ કરવા માટે
મૂકવામાં આવ્યો હતો - એક જાણીતા રાજકીય નેતાને ત્યાં રહીને અભ્યાસ કરતો
હંતો. આને કારણે પણ શ્રી રવીન્દ્ર વર્માનું ગુજરાતમાં આવવાનું વારંવાર બનતું.
શ્રી વર્મા ગુજરાતની મુલાકાત દરમ્યાન સુરેશના નામથી ઓળખાતા.
શરૂઆતમાં તેમણે ખાસ કોઈ વેશપરિવર્તન કર્યું નહોતું. સામાન્ય રીતે ખાદીનો ઝભ્ભો,
લેંઘો પહેરતા. ઠીંગણા કદના, શ્યામવર્ણા શ્રી વર્મા ક્યારેક સફારી સૂટ ધારણ કરતા
હતા...ગૉગલ્સ પણ ક્યારેક પહેરતા. એકાદ મુલાકાતમાં તેમની શક્તિનો અંદાજ ખોટો
પડે તેવા અતિ નમ્ર સ્વભાવના વર્માજી સાથે અમારે સપ્ટેમ્બર માસમાં પરિચય થયો.
દિલ્હીથી જ સંઘના ભૂગર્ભ નેતાઓ પાસેથી તેઓ ગુજરાતમાં સંઘના પ્રાંતપ્રચારક શ્રી
કેશવરાવ દેશમુખજીને મળવા માટેનાં સરનામાં અને આવશ્યક માહિતી લઈને આવ્યા
હતા. શ્રી વસંતભાઈ દ્વારા મારો તેમની સાથે પ્રથમ પરિચય થયો.
તેમની વાતચીતમાં દેશની સ્થિતિની અને આંદોલન કરવાની શક્યતાઓની
માહિતી મળી. સંઘની સંગઠન-વ્યવસ્થાથી અને સંઘ દ્વારા દેશભરમાં ગોઠવાયેલી
ભૂગર્ભવ્યવસ્થાથી તેઓ ખૂબ પ્રસન્ન હતા. શ્રી દેશમુખજી પાસેથી પણ તેમણે
ગુજરાતની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સરકારના પતનની શક્યતાઓનો
વિચાર કરતાં એવા પતન બાદ સંઘ કેટલી શક્તિથી કામ ચલાવી શકશે તેનો પણ
વિચાર થયો.
શ્રી વર્મા તેમની ગુજરાત મુલાકાત વખતે અનેક આગેવાનોને મળ્યા. જનતા
મોરચાના ઘટક પક્ષોના નેતાઓ, લોકસંઘર્ષ સમિતિના કાર્યકરો ઉપરાંત શાસક
કોંગ્રેસમાં કામ કરતા પણ કટોકટીથી નારાજ થયેલ અસંતુષ્ટોને પણ તેમનું મળવાનું,
થતું હતું.
જનસંઘની કારોબારી મળી
કટોકટીને પરિણામે જનસંઘના સૌ નાનામોટા કાર્યકરો જેલમાં ધકેલાઈ ગયા
હતા, પરંતુ અમુક નેતાઓ ધરપકડથી બચીને ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. આ
સ્થિતિમાં રાષ્ટ્રની સ્થિતિનો વિચાર કરવા અ. ભા. કારોબારીની મીટિંગ કરવાનું શક્ય
બન્યું નહોતું અને જો એવી બેઠક યોજાય તો બાકીના રહ્યાસહ્યા પણ પકડાઈ જાય
તેવી ધાસ્તી હતી.
કારોબારીથી કૉમનવેલ્થ ૬૯

English translation

To study in Ahmedabad as the chances of doing so are negligible
was placed - a well-known political leader studying there
Hands. Due to this, Shri Ravindra Verma used to come to Gujarat frequently.
Shri Verma was known as Suresh during his visit to Gujarat.
In the beginning he did not make any special disguise. usually a khadi robe,
Wearing lehengas. The stocky, dark-skinned Mr. Verma sometimes wore a safari suit
Were...even wearing goggles sometimes. He misjudged his power in one interview
We got to know Vermaji in the month of September, who has a very gentle nature.
From the underground leaders of the Sangh from Delhi, he was the Provincial Missionary of the Sangh in Gujarat
Keshavrao brought addresses and necessary information to meet Deshmukhji
were I was first introduced to him through Mr. Vasantbhai.
In their conversation, the state of the country and the possibilities of agitation
Information received. Organized by the organization of the Sangh and organized throughout the country by the Sangh
He was very happy with the underground system. He also from Shri Deshmukhji
Got information about the situation in Gujarat. Chances of government collapse
Even after thinking about how much power the union will be able to work after such a fall
The thought occurred.
Shri Verma met many leaders during his visit to Gujarat. the public
The leaders of the constituent parties of the front, the workers of the Lok Sangharsha Samiti besides the ruler
His meeting with dissidents working in the Congress but also upset by the crisis,
was happening
The executive of the Jan Sangh was found
As a result of the crisis, all Jan Sangh workers were thrown into jail
But some leaders evaded arrest and went underground. This
To consider the state of the nation in the situation a. Bh. Able to hold business meetings
It did not happen and if such a meeting was held, the rest would have been caught
Such was the fear.
Executive to Commonwealth 69

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 85