Sangharsh ma Gujarat — Page 79

Original Gujarati OCR

સંઘર્ષ સમિતિમાં કાર્ય કરતા સંઘના કાર્યકરોએ શ્રી ચાગલાના ભાષણને દેશના
ખૂણેખૂણે પહોંચાડવાનો નિર્ધાર કર્યો. શ્રી ચાગલાના ભાષણની ભૂગર્ભપત્રિકાઓ
છાપવામાં આવી, જેની ૧ લાખ જેટલી નકલો દેશના અન્ય ભાગોમાં તૈયાર થઈ.
એ જ સંમેલનમાં અધ્યક્ષસ્થાનેથી બોલતાં શ્રી જે. સી. શાહે કહ્યું કે “ધ્યેયનિષ્ઠ
અને સદ્દગુણી વ્યક્તિઓને બદલે તકવાદી ભ્રષ્ટાચારી રાજપુરુષોના હાથમાં દેશની
ધુરા આવી પડે એના જોખમ સામે સાવચેત રહેવું જોઈએ અને જનતંત્રને ફક્ત
વહીવટી પદ્ધતિ જ નહીં, પણ જીવનપદ્ધતિ તરીકે જ લેખવી જોઈએ.”

સંમેલનની અસાધારણ સફળતામાં શ્રી દરુસાહેબ ઉપરાંત જાણીતા
ધારાશાસ્ત્રી શ્રી હરિભાઈ શાહ, કામદાર આગેવાન શ્રી પ્રસન્નદાસ પટવારી,
શ્રી દશરથલાલ ઠાકર, શ્રી અરુણભાઈ દિવેટિયા, શ્રી પ્રવીણભાઈ શાહ તથા
શ્રી જયંતીભાઈ પટેલ ઉપરાંત સંઘના કેટલાક કાર્યકરોનો પરિશ્રમ મુખ્ય હતો.
વિરાટ જનસભા

૧૨મી ઓક્ટોબરે નાગરિક સ્વાતંત્ર્ય પરિષદ પૂર્ણ થયા પછી “ગુજરાત જનતંત્ર
સમાજ' તરફથી એક જાહેર સભા યોજાઈ sl. AWAD વચ્ચે પણ આ સભાના
સમાચારો ઘેરઘેર પહોંચી ગયા હતા અને એક વિરાટ સભા યોજાઈ ગઈ. ગુજરાતમાં
પ્રથમવાર જ રાષ્ટ્રીય નેતાઓની આ સભા હતી. શરૂઆતથી જ નિર્ભયતાપૂર્વક સંઘર્ષ
કરનાર શ્રી વી. એમ. તારકુંડે સભાનું વિશેષ આકર્ષણ હતા. શ્રી એસ. એમ. જોશીએ
પોતાના પ્રવચનમાં જનતા મોરચાને વિજયી બનાવનાર જનતાને ધન્યવાદ આપ્યા
હતા. આ સભાને શ્રી પુરુષોત્તમ માવળંકર તથા શ્રી મોહન ધારિયા વગેરેએ સંબોધન
કર્યું હતું.

આ સભામાં “Sida સમાજ' તરફથી શ્રી દરુએ નવી રચાનારી કોર્પોરેશનને
ખાનપુરના મેદાનને “જયપ્રકાશ ચોક' નામ આપવાનો પહેલો ઠરાવ કરવા અનુરોધ
કર્યો હતો.
બંધારણ બચાવો - પરિષદ

બંધારણમાં મનફાવતા સુધારા કરીને મૂળભૂત માળખું બદલી નાખવાના
કહેવાતા પ્રયાસોની સામે નવી દિલ્હીની બાર કાઉન્સિલે કરેલ સખત વિરોધના પગલે
જનજાગરણનાં આગેકદમ ૬૩

English translation

Sangh workers working in the Sangharsh Committee praised Mr. Chagla's speech
Determined to deliver to the corner. Transcripts of Mr. Chagla's speech
was printed, of which about 1 lakh copies were produced in other parts of the country.
Speaking from the chair in the same convention, Shri J. C. Shah said that “Purposeful
And the country in the hands of opportunistic corrupt princes instead of virtuous individuals
One should be alert to the danger of a fire coming and the public only
It should be written as a way of life, not just an administrative method.”

In addition to Mr. Darusaheb, the extraordinary success of the convention is well known
Legislator Shri Haribhai Shah, Labor Leader Shri Prasannadas Patwari,
Shri Dasarthalal Thakar, Shri Arunbhai Divetia, Shri Praveenbhai Shah and
Apart from Mr. Jayantibhai Patel, the hard work of some workers of the Sangh was important.
Huge public meeting

After the completion of the Civil Liberties Council on 12th October “Gujarat Janantra
A public meeting was held on behalf of the society. AWAD also of this meeting
The news had reached home and a huge meeting was held. In Gujarat
This was the first meeting of national leaders. Struggle fearlessly from the start
Done by Mr. V. M. Tarkunde was the special attraction of the meeting. Shri S. M. Joshi
In his speech, he thanked the people who made the Janata Morcha victorious
were Shri Purushottam Mavlankar and Shri Mohan Dharia etc. addressed this meeting
had done

In this meeting Mr. Daru from “Sida Samaj” to the newly formed corporation
A request to pass the first resolution to name Khanpur Maidan as “Jai Prakash Chowk”.
had done
Save the Constitution - Council

To change the basic structure by making arbitrary amendments in the constitution
Following strong opposition by the Bar Council of New Delhi against the so-called efforts
Agekdam of public awareness 63

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 79