Sangharsh ma Gujarat — Page 72

Original Gujarati OCR

પ્રક્રિયાને અસરકારક રીતે ચલાવવી હોય તો તે માટે બંધારણમાં કોઈ પણ પ્રકારના
સુધારા કરતા પહેલાં તે વિશે પ્રજા પોતાના મુક્ત અભિપ્રાય વ્યક્ત કરે તે cid
જરૂરી છે. લાગતાવળગતાઓ સાથે પણ આ વિષયમાં સંવાદની પ્રક્રિયા ચાલવી
જોઈએ.”
ધારાશાસ્ત્રીઓની જેમ જ ગુજરાતના કેળવણીકારોએ પણ લોકશાહીની

લડતમાં પોતાનાથી શક્ય તેટલો ફાળો નોંધાવ્યો હતો. ગુજરાતના પ્રાથમિક-માધ્યમિક

શિક્ષકો, અધ્યાપકો અને આચાર્યોના સંગઠિત પ્રયાસોથી ૧લી ફેબ્રુઆરી '૭૧ના રોજ

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હૉલમાં યોજાયેલ સંમેલનમાં

ગુજરાતભરના કેળવણીકારોએ. ભાગ લીધો હતો. ત્યાં “વિદ્યાગુર્જરી'નામની બધા જ
કેળવણીકારોના પ્રયાસથી બનેલી એક સંસ્થા ઊભી થઈ. ગૂજરાત વિદ્યાપીઠના
ઉપકુલપતિ શ્રી ધીરુભાઈ દેસાઈના અધ્યક્ષપદે મળેલ આ સંમેલનમાં એડવોકેટ
શ્રી રામ જેઠમલાની તથા સર્વશ્રી પી. જી. માવર્ળકર, બાબુભાઈ પટેલ, દુર્ગાતાઈ
ભાગવત, વિષ્ણુભાઈ પંડ્યા, મનુભાઈ પંચોળી, બી. કે. મજમુદાર, યશવંત શુક્લ,
પ્રા. બબાભાઈ પટેલ વગેરેએ ભાગ લીધો હતો.

દુર્ગાતાઈ ભાગવતે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે “આપણે સાહિત્યકારો

છીએ, આપણને રાજકારણ સાથે સંબંધ નથી; પરંતુ દેશમાં કલાકારની કલ્પનાશીલતા
અને લેખકની સર્જકતા કુંઠિત થઇ જાય તેવું વાતાવરણ ઊભું થતું હોય તો આપણે
પ્રેક્ષકની જેમ બેસી રહી શકીએ નહીં. જો સાહિત્ય-સ્વામીઓ સત્યનું નિર્ભય બનીને
અનુસરણ કરે તો જ તે પોતાપણું જાળવી શકશે અને સમયના પડકારોને પહોંચી

વળી શકશે. વર્તમાન પરિસ્થિતિ વિશે અસંમત થતા સાહિત્યકારોએ પોતાનાં માન

કે ઇલકાબ-ચાંદ પાછાં વાળી પોતાની અસંમતિ વ્યક્ત કરવી જોઈએ.”

શ્રી માવર્ળકરે પોતાના પ્રવચનમાં દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું : “DUT દેશમાં.
બુદ્ધિ પર જીવનારા નહીં, પણ બુદ્ધિ વેચનારાઓની સંખ્યા વધી રહી છે.”

આ સંમેલનોમાં પસાર કરેલ ઠરાવોમાં કટોકટી તત્કાળ ઉઠાવી લોકશાહીની
પુનઃસ્થાપનાની માગણી કરવામાં આવી હતી. 'વેદ્યાગુર્જરી'એ ફક્ત ઠરાવ પસાર
કરીને ન અટકતાં લોકજાગૃતિના કાર્યક્રમો કરવા અંગેનો પણ એક ઠરાવ પસાર
કર્યો હતો... તેના પ્રથમ પગલા તરીકે ૭મી ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે “લોકશાહી
બચાવો' દિવસ ઊજવવામાં આવ્યો હતો.
us સંઘર્ષમાં ગુજરાત

English translation

Any form of constitution for the process to run effectively
cid that the people should express their free opinion about the amendment before making it
is necessary. A process of dialogue in this subject should also be carried out with relations
should.”
Like the legislators, the educationists of Gujarat also advocated democracy

He contributed as much as he could in the fight. Primary-Secondary of Gujarat

On 1st February '71 with the concerted efforts of teachers, professors and principals

In a convention held at the Senate Hall of Gujarat University in Ahmedabad

Educators across Gujarat. participated. There are all named "Vidyagurjari".
An organization formed by the efforts of educators. of Gujarat Vidyapith
Advocate in this conference held under the chairmanship of Vice-Chancellor Mr. Dhirubhai Desai
Shri Ram Jethmalani and Sarvashree P. G. Mavarlakar, Babubhai Patel, Durgatai
Bhagwat, Vishnubhai Pandya, Manubhai Pancholi, b. K. Majmudar, Yashwant Shukla,
Pvt. Bababhai Patel etc. participated.

Durgatai Bhagwat said in his lecture that “We are writers

We have nothing to do with politics; But the imagination of the artist in the country
And if there is an environment where the author's creativity is stifled, then we
We cannot sit like spectators. If Sahitya-swami become fearless of truth
Only by following will he be able to maintain his identity and meet the challenges of time

Can turn. Disagreeing about the current situation, writers have expressed their respect

that Ilkab-Chand should return and express his dissent.”

Shri Mavarlakar in his speech expressed grief and said: “DUT in the country.
There is an increasing number of people who do not live on intelligence, but sell intelligence.”

The resolutions passed in these conventions immediately raised the crisis of democracy
Restoration was demanded. 'Vedyagurjari' only passed the resolution
A resolution was also passed regarding non-stop public awareness programs
did... as his first step on 7th February 1976 “Democracy
Bachao' day was celebrated.
Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 72