Sangharsh ma Gujarat — Page 62

Original Gujarati OCR

દિવસ રોકાવાના છે અને આગળ કયાં જવાના છે એ વાત ગુપ્ત રાખવામાં આવી
હતી.

તેમના મહારાષ્ટ્ર તરફના પ્રયાણ અંગે પણ પૂરતી કાળજી લેવામાં આવી. તેઓ
કાર દ્વારા મુંબઈ જાય એવું નક્કી કરવામાં આવ્યું. દિલ્હીથી જ તેમની સાથે આવેલા
એક સાથીદાર શ્રી શિવકુમાર પણ તેમની સાથે હતા, જેઓ કોર્ટના એડવોકેટ અને
શ્રી અટલબિહારી વાજપેયીના અંગત મંત્રી તરીકે કામ કરતા હતા. કટોકટીને કારણે
તેમણે તેમની બહુ જાણીતી મૂછો કપાવી નાખી હતી. તેઓ પણ શ્રી નાનાજી સાથે
જ મુંબઈ જવાના હતા. એક વિચાર એવો પણ થયો કે કારમાં જો કોઈ બહેન પ્રવાસમાં
જોડાય તો કોઈને કશી જ શંકા ના આવે. કોઇ કુટુંબ પ્રવાસે નીકળ્યું છે એમ જ
લાગે. આથી શ્રીમતી વિદ્યાબહેન ગજેન્દ્રગડકરને સાથે મોકલવાનું નક્કી કર્યું. તેઓ
સહીસલામત મુંબઈ ગયાં, પરંતુ સંઘર્ષકાળમાં ફરી ગુજરાતમાં ન આવી શક્યાં.
સંઘની પ્રશિક્ષણ-શિબિરો

સંઘ પરના પ્રતિબંધને ઠીક ઠીક સમય થઇ ગયો હતો. સંઘનું સંગઠન-કાર્ય
જુદાં જુદાં સ્વરૂપોમાં જીવંત હતું, પરંતુ બદલાયેલ સંજોગોમાં સંઘનું મુખ્ય કાર્ય
લોકશાહીની પુનઃસ્થાપના માટે અવિરત સંઘર્ષ કરવાનું હતું! આ અંગે કાર્યકર્તાઓના
પ્રશિક્ષણની જરૂર પડે તે સ્વાભાવિક છે.

આ અંગે દરેક જિલ્લાના પસંદ કરેલા વીસ-પચ્ચીસ કાર્યકર્તાઓના આખા
દિવસના શિક્ષણવર્ગો ગોઠવવામાં આવ્યા. ગુજરાતમાં બધી જ સ્વતંત્રતાઓ હોવા
છતાં સંઘ એક પ્રતિબંધિત સંસ્થા હોઈ આ રીતે મળવામાં પણ કાળજી રાખવી પડતી

_ હતી.

ગુજરાતમાં ૨૦ સ્થળે આવા કાર્યક્રમો થયા. કાર્યકરોને માર્ગદર્શન આપવા
માટે ક્ષેત્રપ્રચારક વકીલસાહેબ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા. તેમની પર મહારાષ્ટ્ર
અને મધ્યપ્રદેશ સરકારનાં Mau વોરંટ' લટકતાં હતાં; આથી તેમણે ઝભ્ભા-ધોતીનો
કાયમી પોશાક છોડી ભૂગર્ભ કાર્યક્રમને અનુરૂપ સામાન્ય પૅન્ટ-શર્ટનો પોશાક
અપનાવી લીધો હતો. સંઘર્ષ દરમિયાન તેઓ “ભાઈ' તરીકે ઓળખાતા.

એક દિવસની આ ૨૦ જેટલી શિબિરોમાં ગુજરાતના- લગભગ ૫૦૦ ચુનંદા
કાર્યકરોએ ભાગ લીધો. નવી પરિસ્થિતિમાં પડકારને પહોંચી વળવા સંઘ વધુમાં વધુ
૪૬ સંઘર્ષમાં ગુજરાત

English translation

The day to stay and where to go next was kept secret
was

Sufficient care was also taken regarding his journey to Maharashtra. they
It was decided to go to Mumbai by car. Came with him from Delhi
He was also accompanied by a colleague Mr. Sivakumar, who is a court advocate and
Shri Atalbihari worked as Vajpayee's personal minister. Because of the crisis
He had shaved off his famous moustache. He also with Shri Nanaji
He was going to Mumbai. An idea also occurred that if a sister is traveling in the car
If you join, no one will get any doubt. As if a family has gone on a trip
feel Hence it was decided to send Mrs. Vidyabehan Gajendragadkar along. they
She went to Mumbai unscathed, but could not come back to Gujarat during the conflict period.
Union training-camps

The ban on union was well overdue. Organization-Work of the Sangh
Lived in different forms, but under changed circumstances the main work of the Sangh
There was to be a ceaseless struggle for the restoration of democracy! of the workers regarding this
It is natural that training is required.

All twenty-five selected workers from each district in this regard
Day classes were arranged. Having all freedoms in Gujarat
However, the Sangh being a restricted organization, care had to be taken even in meeting in this way

_ was

Such programs were held at 20 places in Gujarat. To guide workers
For this, the Field Pracharak Vakilsaheb also came on a trip to Gujarat. Maharashtra on them
And Madhya Pradesh Government's Mau Warrants' were hanging; Hence he wore a robe
A normal pants-shirt suit suited to the underground program, leaving behind a permanent suit
was adopted. During the struggle he was known as “Bhai”.

About 500 elites from Gujarat in these 20 one-day camps
Activists participated. Sangh more and more to meet the challenge in the new situation
46 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 62