Sangharsh ma Gujarat — Page 60

Original Gujarati OCR

સરકારનાં પગલાંની વિરુદ્ધમાં પત્રો પ્રસિદ્ધ કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન
કરતા હતા.

જોકે શ્રી જ્યોર્જ ગુજરાતમાં અને અમદાવાદમાં જ છે, તેમને કોણ ક્યાં મળે
છે, એ વાતોની ગુપ્તતા જાળવવામાં જોઈએ તેટલી કાળજી લેવાતી નહોતી, ઘણાં
વર્તુળોમાં આ વિશેની છૂટથી ચર્ચાઓ થતી હતી. મોરચા સરકાર હોવાના એકમાત્ર
કારણસર તેમની ધરપકડ કરવાનું શક્ય નહીં બન્યું હોય એમ લાગે છે.

“કેન્દ્રીય લોક્સંઘર્ષ સમિતિ'ના મંત્રી શ્રી નાનાજી દેશમુખને પકડવામાં સરકાર
નિષ્ફળ ગઈ હતી. નાનાજી વિરુદ્ધ શ્રીમતી ગાંધી રોજ બળાપો કરતાં હતાં, પરંતુ
તેઓ પકડાતા નહોતા.

બીજી તરફ, નાનાજી મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓને મળીને ભૂગર્ભ આંદોલનની
યોજનાઓ ઘડી રહ્યા હતા. શરૂઆતથી જ તેઓ દિલ્હીમાં હતા, છતાં પણ સરકાર
તેમને પકડી શકી નહોતી. ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી જ તેમણે દેશનાં બધાં
રાજ્યોમાં રૂબરૂ જઈ કાર્યકર્તાઓને મળવાનો નિર્ણય કરી લીધો હતો. તેમના એ
નિર્ધારિત પ્રવાસ અનુસાર તેઓ રાજસ્થાન અને હરિયાણાનો પ્રવાસ પૂરો કરી
ગુજરાત આવ્યા.

મારા જેવો પણ નાનાજીને મુશ્કેલીથી ઓળખી શકે તેવો તેમનો પહેરવેશ
હતો. ધોતી, ઝભ્ભો અને સફેદ વાળધારી નાનાજી સાવ બદલાઈ ગયા હતા. જો
તેઓ સાઇકલ પર જતા હોય, તો કોઈક ઓફિસના સામાન્ય કારકુન જેવા લાગે
તેવું વ્યક્તિત્વ તેમણે મેકઅપ કરીને ઊભું કર્યું હતું.

તેમણે ગુજરાતની મોકળાશનો લાભ ફક્ત ત્રણ જ દિવસ લીધો. ત્રણ જ
દિવસમાં નિર્ધારિત કાર્યો પતાવી તેઓ મહારાષ્ટ્રના પ્રવાસે નીકળી ગયા. ગુજરાતના
રોકાણ દરમિયાન તેઓ અનેક લોકોને મળતા ગયા. આ મુલાકાતો વખતે મારે પણ
સાથે રહેવાનું થયું.

શ્રી જ્યોર્જ સાથે મારે મળવાનું થતું જ હતું... આથી તેમની શ્રી નાનાજી સાથેની
મુલાકાત પણ સારી રીતે ગોઠવાઈ. જેમના નામથી શ્રીમતી ગાંધી અને તેમની સરકાર
થરથર કાંપતી હતી, જેમને શોધવા માટે સમગ્ર દેશનું પોલીસતંત્ર આકાશપાતાળ
એક કરી રહ્યું હતું એવા બે સંઘર્ષવીરો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અમદાવાદમાં
મળ્યા. આ મુલાકાતમાં દેશની વર્તમાન અને ભાવિ પરિસ્થિતિ અંગે તેમણે લંબાણથી
૪૪ સંઘર્ષમાં ગુજરાત

English translation

Efforts are being made to publish letters against the government's actions and reach the people
were doing

Although Mr. George is in Gujarat and Ahmedabad only, who can meet him
Yes, there was not enough care to maintain the secrecy of those things, a lot
There were loose discussions about this in the circles. The only one to be a front government
It seems that it has not been possible to arrest him for reasons.

"Government in arresting Shri Nanaji Deshmukh, Minister of 'Central Loksangharsha Samiti'
had failed. Mrs. Gandhi was protesting against Nanaji every day, but
They were not caught.

On the other hand, Nanaji met the main key activists of the underground movement
Plans were being made. From the beginning he was in Delhi, though the Govt
Couldn't catch them. From the first week of August he all over the country
It was decided to go to the states to meet the workers in person. His A
As per the scheduled itinerary, he completed his tour of Rajasthan and Haryana
Came to Gujarat.

Even like me, Nanaji can hardly recognize her dress
was Dhoti, gown and white haired Nanaji had completely changed. If
If they go on a bicycle, they look like an ordinary office clerk
He created such a personality by making up.

He took advantage of Gujarat's freedom for only three days. Only three
After settling the scheduled tasks for the day, he left for a trip to Maharashtra. of Gujarat
He met many people during his stay. Me too during these visits
Got to live together.

I had to meet Mr. George... hence his Mr. Nanaji
The visit was also well arranged. In whose name Mrs. Gandhi and her Govt
The entire country's police force scrambled to find him
In Ahmedabad in the first week of August, the two fighters were doing one
met In this interview, he elaborated on the current and future situation of the country
44 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 60