Original Gujarati OCR
હતા.
સાબરકાંઠા જિલ્લામાં જ્યોતનો કાર્યક્રમ બે વિભાગમાં કરવામાં આવ્યો હતો
- એક મોડાસા વિભાગ અને બીજો હિંમતનગર વિભાગ. બે વિભાગમાં નીકળેલી
આ જ્યોતમાં ૮૦ કાર્યકર્તાઓ જોડાયા હતા. જિલ્લાના બધા જ તાલુકાઓ પ્રવાસમાં
આવરી લેવાયા હતા. ઠેરઠેર જ્યોતનું સ્વાગત અને પ્રવચનો થયાં હતાં. બીજી
ઓક્ટોબરે જ્યોત હિંમતનગર પહોંચી ત્યારે મોરચા સરકારના મંત્રી શ્રી રસિકચંદ્ર
આચાર્યે જ્યોતનું સ્વાગત કર્યું હતું અને એક વિશાળ સભા પણ યોજાઈ હતી.
મહેસાણા જિલ્લામાં જ્યોતનો કાર્યક્રમ વધારે વ્યાપક હતો. હારીજ, પાટણ,
ચાણસ્મા, સિદ્ધપુર અને કડી એમ પાંચ સ્થળેથી જ્યોતનો પ્રારંભ કરવામાં આવ્યો
હતો. આ પાંચ જ્યોતમાં ૧૩૦ કાર્યકર્તાઓ જોડાયા હતા અને સમગ્ર રીતે જિલ્લાનો
૧,૨૦૦ કિ.મી.નો પ્રવાસ કરીને બીજી ઓક્ટોબરે જુદા-જુદા રસ્તેથી જ્યોત મહેસાણા
પહોંચી હતી. સંઘર્ષ સમિતિના કાર્યકર શ્રી વસંત પરીખે જ્યોતનું સ્વાગત કર્યું હતું.
રાજકોટ જિલ્લામાં જ્યોતના કાર્યક્રમ ઉપરાંત રાજકોટ નગરમાં એક “નેતા
કુટિર' બનાવવામાં આવી હતી. જેલમાં ગોંધી રાખવામાં આવેલ દેશ-નેતાઓના ફોટા
સાથેની, પ્રત્યક્ષ જેલોનું દશ્ય ખડું કરતી આ કુટિર આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.
આ કુટિર જોવા માટે લગભગ પાંચ હજાર નાગરિકો ઊમટ્યા હતા. મુખ્યમંત્રી શ્રી
બાબુભાઈ તથા કૃષિમંત્રી શ્રી કેશુભાઈ પટેલે પણ આ કુટિરની મુલાકાત લીધી હતી.
ગુજરાતના વનવાસી જિલ્લા તરીકે ઓળખાતો પંચમહાલ જિલ્લો પણ આ
કાર્યક્રમમાં પાછળ નહોતો. દાહોદથી ૧૨ સાઇકલવીરો જ્યોત લઈને નીકળ્યા હતા.
માર્ગમાં ઠેરઠેર તેમનું સ્વાગત થયું હતું. લુણાવાડાથી બીજા ૩૪ કાર્યકરો જ્યોત
લઈને નીકળ્યા હતા. શહેરાના યુવકો પણ તેમાં જોડાયા હતા. ત્રીજી એક જ્યોત
હાલોલથી ૧૮ યુવકો સાથે આગળ વધી હતી. આ ત્રણે જ્યોત જનજાગૃતિના કાર્યક્રમો
પાર પાડતી બીજી ઓકટોબરે ગોધરા પહોંચી હતી અને ત્યાં મંત્રી શ્રી માણેકલાલ
ગાંધીએ જ્યોતનું સ્વાગત કર્યું હતું. સ્વાગત પછી તેમણે વિશાળ સભાને સંબોધી
હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીંબડી, હળવદ અને પાટડીથી એમ ત્રણ જુદી
જુદી જ્યોતો ૩૦ યુવકો સાથે સુરેન્દ્રનગર આવી હતી ને ત્યાં ધારાસભ્ય શ્રી
જુવાનસિંહ પરમારે અને જનસંઘના વિભાગીય સંગઠક શ્રી નારસિંહભાઈ પઢિયારે
તેનું સ્વાગત કર્યું હતું.
ઓગસ્ટથી ઓકટોબર... ૩૯
English translation
were
Jyot program in Sabarkantha district was done in two sections
- One is Modasa Division and the other is Himmatnagar Division. Divided into two sections
80 activists joined in this flame. All the talukas of the district in the tour
were covered. The flame was welcomed and lectures were held everywhere. Second
When Jyot reached Himmatnagar in October, Shri Rasikchandra, Minister of Front Government
Acharya welcomed the flame and a large gathering was also held.
Jyot program was more extensive in Mehsana district. Harij, Patan,
The flame was started from five places namely Chansma, Siddhapur and Kadi
was 130 workers joined in these five Jyots and the entire district
Jyot Mehsana by different routes on October 2 after traveling 1,200 km.
had reached Sangharsh Samiti activist Shri Vasant Parikh welcomed the flame.
Apart from Jyot program in Rajkot district, a “Leader” in Rajkot town
Cottage' was built. Photos of country-leaders kept in jail
Adjacent, the cottages became the center of attraction, overlooking the actual prisons.
About five thousand citizens came to see this cottage. Chief Minister Mr
Babubhai and Agriculture Minister Shri Keshubhai Patel also visited this cottage.
Panchmahal district is also known as forest district of Gujarat
Was not behind in the program. 12 cyclists from Dahod left with the flame.
He was welcomed everywhere on the way. Another 34 workers flamed from Lunawada
had left with The youth of the city also joined it. A third flame
Had proceeded with 18 youths from Halol. These three flame awareness programs
On the second of October, the minister reached Godhra and there the minister Mr. Maneklal
Gandhi welcomed the flame. After the reception he addressed the large gathering
was Even in Surendranagar district, three different ones are from Limbadi, Halavad and Patdi
Different flames came to Surendranagar with 30 youths and MLA Mr
Juwansingh Parmare and Jan Sangh Divisional Organizer Mr. Narsinghbhai Padhiare
He was welcomed.
August to October... 39