Sangharsh ma Gujarat — Page 54

Original Gujarati OCR

શ્રી અમૃતભાઈ કડીવાલાએ સંભાળી હતી, સુરતના સત્યાગ્રહનું સંચાલન -
શ્રી ચંપકભાઈ સુખડિયાએ સંભાળ્યુ હતું, જ્યારે રાજકોટની વ્યવસ્થા શ્રી પ્રવીણભાઈ
મણિયારે સંભાળી હતી.

આ સત્યાગ્રહમાં જુદા જુદા જિલ્લાઓએ એક એક દિવસ સત્યાગ્રહ કર્યો
હતો. રાજકોટના સત્યાગ્રહનો પ્રારંભ જામનગર જિલ્લાની ટુકડીએ કર્યો હતો, જ્યારે
વડોદરામાં વાઘોડિયાના ભાઈઓએ સત્યાગ્રહના શ્રીગણેશ કર્યા હતા.

પચીસમીએ વડોદરાના સત્યાગ્રહના અંતિમ દિવસે વડોદરા શહેરનાં ૭૧
ભાઈબહેનોએ સત્યાગ્રહ કર્યો હતો. શ્રી ગોરધનભાઈ બેચરભાઈના નેતૃત્વમાં થયેલ
સત્યાગ્રહમાં સત્યાગ્રહીઓને વિદાય આપવા વિશાળ. જનમેદની એકઠી થઈ હતી.
બારડોલીના શ્રી લલ્લુભાઈ ખત્રી, શ્રી ઈશ્વરભાઈ ભાવસાર વગેરેએ પણ રરમી
તારીખે સત્યાગ્રહ કર્યો હતો. રાજકોટના સત્યાગ્રહમાં પાંચ જિલ્લાનાં ૧૬ સ્થળેથી
આવેલી ટુકડીઓએ. આવીને સત્યાગ્રહ કર્યો હતો.

'નેતામુક્તિ જ્યોત'

ગાંધીના ગુજરાતે ગાંધી-જ્યંતીને દિવસે લોકશાહીની પુનઃસ્થાપના માટે
જનજાગરણ કાર્યક્રમમાં “લોકશાહી જ્યોત'નો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજ્યો હતો.
ગુજરાતના અનેક તાલુકાઓમાં યુવકો જ્યોત લઈને ક્યાંક પગપાળા તો ક્યાંક
સાઇકલ ઉપર આખા વિસ્તારમાં ઘૂમી વળ્યા હતા. બીજી ઓક્ટોબરે જિલ્લા કેન્દ્ર
ઉપર આ જ્યોતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઠેરઠેર જ્યોતનું ઉમળકાભર્યું સ્વાગત થતું હતું. દરેક જગાએ સભાઓ થતી
હતી. જાહેર સભાઓમાં ગામનાં ગામ ઊમટતાં હતાં. તેમાં લોકશાહીના રક્ષણ માટેની
પ્રતિજ્ઞા લેવામાં આવતી હતી અને જ્યોત આગળ વધતી હતી.

ખેડા જિલ્લામાં શ્રી હરીશ પટેલની આગેવાનીમાં ૬૨ સાઇકલ-સવારો સાથેની
લોકશાહી જ્યોત ૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધીમાં નડિયાદ તાલુકાનાં ૯,
પેટલાદ તાલુકાનાં ૯, બોરસદ તાલુકાનાં ૮, માતર તાલુકાનાં ર, બાલાસિનોર
તાલુકાનાં 2, ઠાસરા તાલુકાનાં ૭, કપડવંજ તાલુકાનાં ૭, ખંભાત તાલુકાનાં ૬ -
એમ કુલ મળી ૫૦ ગામોમાંથી પસાર થતી આ મુક્તિજ્યોત ૪૦૭ કિ.મી. ઘૂમી
હતી. પ્રવાસ દરમ્યાન ઠેર ઠેર સભાઓ અને યુવક મીટિંગોના કાર્યક્રમો પણ થયા
૩૮ સંઘર્ષમાં ગુજરાત

English translation

Shri Amritbhai Kadiwala took charge of the Satyagraha of Surat -
Shri Champakbhai Sukhdia took over, while Rajkot was managed by Shri Praveenbhai
Maniyar took over.

In this satyagraha, different districts performed satyagraha one day each
was The Satyagraha of Rajkot was started by a troop of Jamnagar district, when
In Vadodara, Waghodia's brothers performed Shree Ganesh of Satyagraha.

71 of Vadodara city on the last day of Satyagraha of Vadodara on twenty-fifth
The brothers did satyagraha. Under the leadership of Shri Gordhanbhai Becharbhai
A huge farewell to the satyagrahis in the satyagraha. The crowd had gathered.
Shri Lallubhai Khatri, Shri Ishwarbhai Bhavsar etc. of Bardoli also cried
Tarikh did satyagraha. Satyagraha of Rajkot from 16 places in five districts
The troops arrived. Came and did satyagraha.

'Leader Liberation Flame'

Gandhi's Gujarat to restore democracy on Gandhi-Jyanti day
A special program of “Lokshahi Jyot” was held in the public awareness programme.
In many talukas of Gujarat, youths carry torches, sometimes on foot, sometimes on foot
Cycled around the area. District Center on 2nd October
Above this flame was given a grand welcome.

The flame was welcomed everywhere. Meetings were held everywhere
was Village after village used to gather in public meetings. It is for the protection of democracy
Pledges were taken and the flame moved forward.

with 62 cycle-riders led by Mr. Harish Patel in Kheda district
Demokrat Jyot from 26th September to 2nd October, 9 of Nadiad taluka.
9 from Petlad taluka, 8 from Borsad taluka, 2 from Matar taluka, Balasinore
2 of taluka, 7 of Thasara taluka, 7 of Kapdwanj taluka, 6 of Khambhat taluka -
In total, this Mukti Jyot passing through 50 villages is 407 km. turn around
was Meetings and youth meeting programs were also held throughout the tour
38 Gujarat in conflict

Scanned page

Click the scan to open the full-size page image.

Scan of page 54